ઘરમાં આ રીતે નિકળે કિડીઓનું ઝૂંડ, તો થઇ જજો સાવધાન, જાણી લો કેવા આપે છે સંકેતો

આપના ઘરમાં કીડીઓનું આવી રીતે નીકળવાનું પણ હોય છે વિશેષ સંકેત, થઈ જાવ સાવધાન, જાણીએ એની આપના જીવન શું થાય છે અસર?

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર બંને શાસ્ત્રોમાં જ માનવામાં આવ્યું છે કે, જો ઘર માંથી કીડીઓ નીકળી રહી છે તો આ પણ આપના જીવનમાં થનાર કોઈ વાતને લઈને સંકેત હોઈ શકે છે. સામાન્ય રીતે ઘરમાં કાળી કીડીઓનું નીકળવું સુખ અને ઐશ્વર્યનો સંકેત માનવામાં આવે છે.

image source

ઘરો માંથી કીડીઓનું નીકળવું સામાન્ય વાત સમજીને તેની પર ધ્યાન આપતા નથી કાળી કીડીઓને ભોજન આપવું જ્યોતિષ શાસ્ત્રમાં ખુબ જ પુણ્યનું કામ માનવામાં આવ્યું છે અને આ જ કારણ છે કે, ઘણા વ્યક્તિઓ કાળી કીડીઓની સામે ખાંડ, લોટ જેવા ખાદ્યપદાર્થ નાખતા હોય છે, પરંતુ કેટલીક વાર ઘરમાં લાલ કીડીઓ પણ નીકળી આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં આ કીડીઓના નીકળવાને અલગ અલગ બાબતો સાથે જોડાયેલ જણાવવામાં આવી છે. તો ચાલો જાણીએ, વાસ્તુ શાસ્ત્ર સાથે જોડાયેલ કીડીઓ વિશેની કેટલીક જાણકારીઓ..

image source

જાણો શું સંકેત આપે છે, આ કીડીઓ?

જો આપના ઘરમાં કીડીઓ આપના ઘરની ઉપરની તરફ જઈ રહી છે તો આ આપના માટે શુભ સંકેત હોઈ શકે છે. ઘરની ઉપરની તરફ જઈ રહેલ કીડીઓ આપના વિકાસ અને પ્રગતિ થવા તરફ ઈશારો કરે છે. ત્યાં જ જો આપના ઘરમાં કીડીઓ નીચેની તરફ આવી રહી છે તો આ આપના માટે કોઈ નુકસાન થવાના સંકેત પણ આપને આપી રહી હોય છે. આપના ઘરમાં જો ફક્ત કાળી કીડીઓ જ જોવા મળી રહી હોય તો એનો અર્થ એવો થાય છે કે, આપના જીવનમાં સુખ અને ઐશ્વર્યના દિવસો જલ્દી જ આવવાના છે. જ્યોતિષ શાસ્ત્રમાં કાળી કીડીઓને ભોજન કરાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે.

image source

આપના ઘરમાં રાખવામાં આવેલ ચોખાના ડબ્બા માંથી કે પછી જ્યાં ચોખા રાખવામાં આવ્યા હોય તેમાંથી કીડીઓ નીકળી રહી છે તો આ આપના માટે શુભ સંકેત હોઈ શકે છે. આપના ઘરમાં આવી રીતે ચોખા ભરેલ વાસણ માંથી કીડીઓનું નીકળવું આપને ધનલાભ થવા તરફ ઈશારો કરી રહ્યો હોય છે. આ સાથે જ આપની આર્થિક તંગી દુર થાય છે અને ધન- ધાન્યથી આપનું ઘર ભરાઈ જવાના પણ સંકેત હોઈ શકે છે. આપના ઘરમાં કાળી કીડીઓ આવવાથી આપના ભૌતિક સુખ સુવિધા ધરાવતી વસ્તુઓ માટે પણ શુભ માનવામાં આવે છે.

image source

જો આપના ઘરમાં લાલ કીડીઓ જોવા મળી રહી છે તો આ આપના મમતે અશુભતાનો સંકેત હોઈ શકે છે. ભવિષ્યમાં આપને મુશ્કેલીઓ, વિવાદ, ધન ખર્ચ થવાના સંકેત લાલ કીડીઓ આપી રહી હોય છે.

image source

પરંતુ જો આપના ઘરમાં લાલ કીડીઓ પોતાના મોઢામાં ઈંડા લઈને જોવા મળે છે તો આ આપના માટે શુભ સંકેત હોય છે. એનો મતલબ એવો થાય છે કે આપના ઘરમાં કોઈને કોઈ પ્રગતિ થઈ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ