ધુમ્મસથી ઢંકાયું રાજ્યનું આકાશ, ગુજરાતમાં સર્જાયા હિલ સ્ટેશનો જેવા દ્રશ્યો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

ગુજરાતના વાતાવરણમાં છેલ્લા 2 થી 48 કલાકમાં ભારે પલટો જોવા મળ્યો છે. ગઈકાલે જ્યાં ગુજરાતના લગભગ 135 થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદી થયો હતો તો આજે ફરીએકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું હતું. વિઝિબિલિટી ડાઉન થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી. અચાનક ધૂળ અને ધુમ્મસ જેવા વાતાવરણને પગલે બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે, જ્યારે આવા વાતાવરણની સીધી અસર વહેલી સવારે વાહનચાલકો પર પણ પડી છે.

image source

કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતા

તો બીજી તરફ અમદાવાદ બાદ રાજકોટ, વડોદરા, સુરત જેવાં શહેરોમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતાં લોકોનું રોડ પર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ગઈકાલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના લગભગ 136થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો હતો. જોકે આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યો છે. ત્યારે આજે બીજા દિવસે પણ દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો હતો.

image source

અમદાવાદ અને આસપાસના વિસ્તારમા ગાઢ ધુમ્મસ

અમદાવાદીઓની સવાર જાણે હિલ સ્ટેશનમાં પડી હોય તેવો માહોલ હતો. શુક્રવારના માવઠાના માહોલ બાદ આજે સવારે અમદાવાદ અને આસપાસના વિસ્તારમા ગાઢ ધુમ્મસ જોવા મળ્યુ. અમદાવાદે જાણે ધુમ્મસની ચાદર ઓઢી લીધી હોય તેમ લાગી રહ્યુ હતુ.મોડી રાતથી ધુમ્મસ વધવાને કારણે વાહનચાલકો પરેશાન થયા હતા.

રાજ્યના 136 તાલુકામાં કમોસમી વરસાદ

image source

રાજ્યના 136 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર, ઉમરગામ, વડોદરા, ભરૂચમાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે નવસારીમાં સતત ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આટકોટમાં આજે વહેલી સવારથી ધુમ્મસનું વાતાવરણ છવાયું હતું અને હાઇવે પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકોને મોડે સુધી લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું. ધુમ્મસને કારણે રોડ પણ ભીના થઇ ગયા હતા અને રોડ પર દૂર સુધી કંઈ દેખાતું ન હતું.

ગાંધીનગરમાં પણ સવારે ધૂમમ્સભર્યું વાતાવરણ જોવા મળ્યુ

image source

પાટનગર ગાંધીનગરમાં પણ સવારે ધૂમમ્સભર્યું વાતાવરણ જોવા મળ્યુ. શુક્રવારે વરસાદ બાદ ગાંધીનગર ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી. મોડી રાત બાદ ધુમ્મસનું પ્રમાણ વધ્યુ હતુ. કેટલાક વિસ્તારમાંથી દસ ફૂટ દૂર જોવુ પણ મુશ્કેલ બન્યુ હતુ. તો વિરમગામ આસપાસ પણ સવારે ધુમ્મસ જોવા મળ્યુ. વિરમગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા પણ ભારે ધુમ્મસ હતુ. મોટા ભાગના રસ્તાઓ પર ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોએ હેડલાઇટ ચાલુ રાખી હતી. તેમ છતા વિઝિબિલટી ઘટી જતા વાહન ચલાવામાં તકલીફ પડી રહી હતી.

હવામાન વિભાગની આગાહી

image source

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. જેના પગલે આગામી 12થી 13મી ડિસેમ્બરના રોજ છૂટો-છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ દિવસો દરમિયાન સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.

48 કલાક બાદ 4 ડિગ્રી તાપમાન ઘટશે

image source

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે (12મી ડિસેમ્બર 2020) દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે આગામી 48 કલાક બાદ 4 ડિગ્રી તાપમાન ઘટશે. બીજી બાજુ અમદાવાદમાં આજે સામાન્ય વરસાદ અને આવતી કાલે વાદળછાયું વાતાવરણ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ