કૂતરો ચમચી ગળી ગયો અને પછી કરાવી પડી સર્જરી અને પછી…, ખર્ચો જાણીને તમારી પણ ફાટી જશે આંખો

કૂતરો ચમચી ગળી ગયો અને પછી કરાવી પડી સર્જરી – ઓપરેશનમાં અધધ રૂપિયા ખર્ચવા પડ્યા

કૂતરાને માણસોના વફાદાર ગણવામાં આવે છે. તમે જો કૂતરાને થોડું પણ વહાલ બતાવો કે તરત જ તે તમને સમર્પિત થઈ જાય છે. આજે ઘણા બધા લોકો પોતાના ઘરમાં કૂતરો પાળે છે. પણ કૂતરો પાળવો તે બાળક પાળવા જેટલું જ અઘરુ કામ છે. તેને યોગ્ય સમયે ખાવાનું આપવું પડે છે, તેની સ્વચ્છતાનું ધ્યાન રાખવું પડે છે. તેને સમયે સમયે ડોક્ટરને બતાવવુ પડે છે. તેને બહાર આંટો મરાવવા પણ લઈ જવું પડે છે. અને તે ઘર ગંદુ ન કરે માટે તેની કૂદરતી હાજતોનું પણ ધ્યાન રાખવું પડે છે.

image source

પણ ક્યારેક ક્યારેક પાલતુ કૂતરાઓ વિચિત્ર હરકત કરી લેતા હોય છે જેના કારણે તેમના માલિકને રોવાનો અથવા તો પોતાની તીજોરી ખાલી કરવાનો વારો આવી જાય છે. આપણે નાના બાળકનું સતત ધ્યાન રાખતા હોઈએ છીએ કે તે પોતાના મોઢામાં કોઈ ખોટી વસ્તુ ન નાખી દે. આપણા સાંભળવા અને જોવામાં ઘણી બધી વાર એવું આવ્યું છે કે બાળક સિક્કો ગળી ગયું હોય, અથવા તેના નાકમાં કંઈક ફસાઈ ગયું હોય ત્યારે માતાપિતાને દોડા-દોડી થઈ જતી હોય છે અને જો બેદરકારી રાખવામાં આવે તો બાળકનો જીવ પણ જતો રહી શકે છે. આવું જ કૂતરાઓ સાથે પણ બનતું હોય છે. તેઓ પણ પોતાના મોઢામાં કંઈને કંઈ નાખતા રહેતા હોય છે અને છેવટે તેમના માલિકોને હોસ્પિટલે દોડવાનો વારો આવે છે.

image source

ચમચી, સ્ટેપ્લર, ખીલ્લી, અંડરવિયર, ગુંદર, ફોનનું ચાર્જર, નોટ, હીરાની વીંટી, એટલે સુધી કે અંડરવિયર પણ આ પાલતુ કૂતરાઓ ખાઈ લે છે અને પછી તેના માલિકને માથુ પકડવાનો વારો આવે છે.

image source

આવા જ એક કૂતરાનું નામ સ્ટીવ. તેણે એક દિવસ ઢગલાબંધ કાંકરા ખાઈ લીધા હતા. ડોક્ટરોએ તેનો એક્સરે કઢાવ્યો ત્યારે તેને જોઈને તેઓ ચકિત રહી ગયા. તેની માલિકણ રેબેકા પોતે પણ એક જાનવરોના હોસ્પિટલમાં કામ કરે છે. માટે તેની સારવાર પણ તે જ હોસ્પિટલમાં કરવામા આવ્યો. નહીંતર તેની સારવારમાં રેબેકાએ કેટલાએ રૂપિયા ખર્ચવા પડ્યા હોત.

image source

બીજો એક કૂતરો છે લુસીનો એક દિવસ તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેને વેટનરી હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. એક્સ-રે કઢાવવા માટે 300 ડોલર ખર્ચ્યા બાદ માલિકને ખબર પડી કે તેની ખોવાઈ ગયેલી એંગેજમેન્ટ રિંગ તેનો કૂતરો ગળી ગયો હતો. થયું હતુ એવું કે તેણે એક દિવસ દવા લેતા-લેતા ચમચી ગળી લીધી હતી. અને તેની સર્જરી કરવાનો વારો આવ્યો હતો. એબીસી ન્યૂઝ પ્રમાણે વર્ષ 2009માં કરવામાં આવેલી તેની એક સર્જરી પાછળ તેના માલિકે 32 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ