એક ટોળાએ ફળોના ફેરિયાને લૂંટી લીધો, આ સાથે જોઇ લો આ વિડીયોમાં કેરી લેવા લોકોએ કેવી ચલાવી લૂંટ

ભારતના પાટનગર દિલ્હીનો એક વિડીયો ખાસ્સો વાયરલ થયો છે. જેમાં એક ટોળાંએ ફળોના ફેરિયાને લૂંટી લીધો. પહેલાં જાણીએ યઅ લૂંટ પાછળના થોડા તથ્યો.

આખી દુનિયા સહિત ભારતમાં પણ પર કોરોના વાઇરસની મહામારીએ ભયાનક ભરડો લીધો છે. દુનિયામાં લાખો લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.એ બધી ચિંતા કરતાં મોટી ચિંતા છે કે કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં બેરોજગારીની સમસ્યા વકરી રહી છે.

image source

કોરોના વાઇરસ અને એના કારણે થયેલા લૉકડાઉનમાં દેશમાં તમામ આર્થિક પ્રવૃત્તિઓ મોટે ભાગે બંધ થઈ ગઈ છે. ફક્ત જીવનજરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન અને વહેંચણી ચાલુ છે. સ્વાભાવિક છે કે જ્યારે આર્થિક પ્રવૃત્તિઓ બંધ થાય ત્યારે તેની અસર દેશના અર્થતંત્ર પર પડે છે.

image source

એ ઉપરાંત, તમામ દેશો આંતરરાષ્ટ્રીય વેપારના કારણે એકબીજા સાથે સંકળાયેલા છે એથી એક દેશમાં આવેલી મંદી બીજા દેશના આર્થિક વૃદ્ધિદરને નોંધપાત્ર રીતે અસર પહોંચાડે છે. આપણું અર્થતંત્ર આમ પણ છેલ્લાં બે વર્ષથી મંદ ગતિએ આગળ વધી રહ્યું હતું અને હવે લૉકડાઉનના કારણે એની પર વધારે ખરાબ અસર ઊભી થઈ છે.

image source

હાલ સમગ્ર દેશ ઉપર કોરોનાનું સંકટ સતત ઘેરુ બની રહ્યું છે. જેના કારણે હાલ ઉદ્યોગ વ્યવસાય ઠપ્પ પડેલા છે. તેવામાં ખેડૂતો માટે પણ જાણે આ વર્ષ ખુબ જ ખરાબ હાલ થયા છે. પહેલા કમોસમી વરસાદ અને તોફાન, ટ્રાન્સપોર્ટેશનની તકલીફ. યઅ બધા કારણોસર્ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં બેફામ ભાવવધારો થયો છે અને સામાન્ય જનતા મુશ્કેલીમાં મૂકાય છે.

image source

ખાંડ, તેલ, અનાજ, કઠોળના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે ગરીબ-મધ્યમ પરિવારોના બજેટ ખોરવાઈ ગયાં છે અને ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. લીલા શાકભાજીના ભાવમાં 20 ટકાથી લઈ 50 ટકાથી વધુ ભાવ વધારો થયો છે. મફતના ભાવે મળતાં રિંગણ જેવા શાકના ભાવ 120 રૂપિયા પ્રતિકિલો પહોંચ્યા છે.

તો રસોઈની શોભા વધારતી કોથમરી 120 થી 150 રૂપિયા સુધી પ્રતિકિલોના ભાવે વેંચાઈ રહી છે. ઉપરાંત કોબી, ફલાવર, પરવળ, સરગવો, મરચા, લીંબુ સહિતના શાકભાજીના ભાવ પૂછવા પણ મોંઘા પડી રહ્યાં છે. અત્યારે ફળોના રાજા એવી કેરીની પુરબહાર સિઝન હોવા છતાં કેરીનાં ભાવો પણ ખાસ્સા ઊંચા છે.

image source

ત્યારે એક ચોંકાવનારી ઘટના, ઉત્તર દિલ્હીના જગતપુરી વિસ્તારમાં એક ટોળાએ હજાર રૂપિયાની કેરી લૂંટી લીધી. નિરાશાજનક ઘટનાએ ફળ વેચનારને હાશકારો અનુભવ્યો હતો.

image source

સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક રિક્ષાચાલકો સાથે ઉગ્ર દલીલ બાદ ફળ વેચનારે થોડા સમય માટે પોતાની ગાડી એકલા છોડી દીધી હતી. તે સમયે તેણીની બધી ફળની ટોપલીઓ પસંદ કરી શકી નહીં. મિનિટ પછી, ડઝનેક લોકોએ કેરીની ક્રેટ લૂંટી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ