રામ મંદિર નિર્માણમાં ખોદકામ કરતા મળી આવી આ વસ્તુઓ, એક હિન્દુ તરીકે આ વાત જાણીને તમે થશો એટલા ખુશ કે ના પૂછો વાત

રામ મંદિર નિર્માણ સમયે મળી આવેલી વસ્તુઓ જોઇને ખુશીઓનો પાર નહી રહે

ભારતીય રાજનીતિના સૌથી મોટા મુદ્દા સ્વરૂપે વર્ષો સુધી ચર્ચામાં રહેલો મુદ્દો, એટલે કે રામમંદિર પર આખરે સરકાર અને કોર્ટે પોતાના ચુકાદા આપી દીધા. મંદિર નિર્માણનું કાર્ય પણ હવે શરુ થઇ ચુક્યું છે. અત્યારે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિર બનાવવાનું કામ ધીમે ધીમે શરૂ થઇ ચૂક્યું છે.

image source

પણ આ વચ્ચે જ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી રહેલા જમીન સમતલીકરણના કામ દરમ્યાન કેટલાક ઐતિહાસિક અવશેષો મળી આવ્યા છે. આ અવશેષોમાં કેટલાય પૌરાણિક અવશેષ અને મૂર્તિઓ તેમજ શિવલીંગ, કળશ અને બારશાખ પણ મળી આવ્યા છે.

image source

રામ મંદિર નિર્માણ માટે ગઠિત થયેલા ટ્રસ્ટ દ્વારા નિર્માણ કાર્ય સંભાળી લેવામાં આવ્યું છે. જો કે આ સમયે પ્રભુ શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં રામમંદિર નિર્માણ માટે કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીઓ અંતર્ગત ખાડાઓ પૂરીને એ ભૂમિનું એક સમાન સ્તરે સમતલીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ ત્યાં રહેલા ટેકરાઓને પણ ખોદવામાં આવી રહ્યા છે. આ સાથે જ અત્યાર સુધી રામ જન્મભૂમિ ખાતે લગાવવામાં આવેલા બેરિકેટસ અને જાળીઓને પણ ત્યાંથી હટાવવામાં આવી રહી છે. આ પ્રતિબંધિત વિસ્તાર હવે ખોલી દેવામાં આવ્યો છે. જેથી કરીને નિર્માણ કાર્યમાં સરળતા રહે.

image source

જો કે વર્તમાન સમયમાં ચાલી રહેલા કોરોના મહામારીના ચેપને ધ્યાનમાં રાખીને નિર્માણ કાર્ય દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ બરાબર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જો કે આ કામકાજ સમયે થયેલા ખોદકામ દરમિયાન પૌરાણિક અવશેષો મળી આવતા હિન્દુઓમાં ખુશીની લાગણીઓ પ્રસરી ગઇ છે. આ મંદિર સ્થળે અનેક હિંદુ સંસ્કૃતિને લગતા અવશેષો મળી આવ્યા છે.

image source

આ અંગે ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં જે પણ ખોદકામ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર અને એની આસપાસ રહેલી જગ્યાઓમાંથી અનેક દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ, પુષ્પ, કળશ, કલાકૃતિઓ જેવી ભવ્ય ચીજ-વસ્તુઓ મળી છે. આપને એ પણ જણાવી દઈએ કે ચંપત રાય શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટમાં મહામંત્રી છે.

image source

આ અવશેષો સામાન્ય રીતે પૌરાણિક માનવામાં આવી રહ્યા છે. જો કે ટ્રસ્ટ દ્વારા અવશેષો મળવાની વિસ્તૃત જાણકારી મીડિયા અને પ્રજાને આપી દેવામાં આવી છે. પરંતુ અવશેષો બાબતે વધુ જાણકારી હજુ અપાઈ નથી, કારણ કે પુરાતન ખાતાના વિશેષજ્ઞ તેમજ અનુભવી લોકોના નિરીક્ષણ બાદ જ વધુ જાણકારી જાહેર કરવામાં આવશે.

image source

આપને જણાવી દઈએ કે આ સમયે સમતલીકરણની પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે ટેકરીઓને પણ સમાન સ્તરે લાવવા માટે ખોદવામાં આવી હતી, આ ખોદકામ સમયે દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ તેમજ કલાકૃતિના પથ્થર, નકશીકામ કરેલી શિવલિંગની પ્રતિકૃતિ તેમજ અન્ય અવશેષ પણ મળી આવ્યા છે.

image source

આ અવશેષો મળ્યા પછી કામ અટકાવીને અવશેષોનું નિરીક્ષણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા કાર્યને સંપૂર્ણ ન અટકાવીને એક કિનારા પર કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. આ એક તરફના કિનારે અત્યારે બે ટ્રેક્ટર, દસ મજૂરો અને ત્રણ જીસીબી દ્વારા કાર્ય યથાવત ચાલુ રખાયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ