કોરોના વાયરસે વર્ષો સાથે રહેલા વૃદ્ધ દંપત્તીને પાડ્યા છુટ્ટા, નથી મળી શકતા એકબીજાને, પૂરી સ્ટોરી વાંચીને તમે પણ રડી પડશો

વર્ષો સાથે રહેલા વૃદ્ધ દંપત્તીને છુટ્ટા પાડ્યા કોરોના વાયરસે – તેમનું આ મિલન તમારી આંખોના ખૂણા ભીના કરી દેશે

image source

આજે સમગ્ર મિડિયા તે પછી સોશિયલ મિડિયા – ન્યૂઝ ચેનલો – સમાચાર પત્રો બધે જ તમને મુખ્ય સમાચાર તરીકે કોરોનાવાયરસના ફેલાવાના જ સમાચાર જોવા મળશે. આમ તમે ચીનમાંથી સમગ્ર જગતમાં ફેલાયેલા કોરોનાવાયરસથી અને તેની ભયંકરતાથી સંપૂર્ણ રીતે માહિતગાર હશો.

image source

છેલ્લા થોડાક દિવસથી કોરોનાના પોઝીટીવ કેસ અમેરિકાના પણ વિવિધ રાજ્યોમાં જોવા મળ્યા છે અને તેને લઈન સમગ્ર તંત્ર સંપૂર્ણ એલર્ટ થઈ ગયું છે અને જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. અને આ વાયરસ ન ફેલાય તેના માટે વાયરસગ્રસ્ત લોકોને સંપૂર્ણ આઇસોલેશનમાં રાખવામાં આવે છે અને તેના કારણે તેઓ પોતાના પ્રિયજનોને પણ નથી મળી શકતા.

image source

ડોરોથી કેમ્બલ એક 88 વર્ષિય વૃદ્ધા છે અને તેમના પતિનું નામ છે જીન કેમ્બલ તેઓ 89 વર્ષના છે. આ બન્નેએ પોતાનું પોણા ભાગનું જીવન એટલે કે 60 વર્ષ એકબીજા સાથે જ પસાર કર્યા છે. ઉંમરના આ તબક્કે પતિ-પત્નીને એકબીજાની અત્યંત જરૂર રહેતી હોય છે અને તેવા જ સમયે આ બન્નેને કોરોનાવાયરસે એકબીજાથી દૂર કરી દીધા છે.

image source

જીન કેમ્બલ હાલ વોશિંગ્ટનના લાઈફ કેર સેન્ટરમાં ડોક્ટરોની નિરિક્ષણ કેદમાં છે. અહીં COVID-19થી ગ્રસ્ત એવા બીજા 10 દર્દીઓના મૃત્યુ થયા છે. જીન આ વાયરસથી મુક્ત થશે કે નહીં તે વિષે કશું જ કહેવામાં નથી આવ્યું. ડોરોથી પોતાના પતિને મળી શકે છે પણ તેમની વચ્ચે એક જાડી કાચની દીવાલ છે. તેઓ ફોન દ્વારા એકબીજા સાથે વાત કરી શકે છે. પણ એકબીજાનો સ્પર્શ કરી શકે તેમ નથી. આ દ્રશ્ય જોઈને કોઈ પણ લાગણીશીલ વ્યક્તિના આંખના ખૂણા ભીના થયા વગર ન રહે.

image source

કોરોના વાયરસ જે રીતે ફેલાઈ રહ્યો છે તે રીતે હોસ્પિટલના મેનેજમેન્ટે કેટલાક સખત પગલા લેવા પડે છે અને તે અંતર્ગત જ તેઓ દર્દીઓના પરિવારજનોને મળવાની પરવાનગી આપતા નથી. જીન કેમ્બલને વોશિંગ્ટનના કિર્કલેન્ડ ખાતે એડમીટ કરવામાં આવ્યા છે. તેમને એક રૂમમાં એકલા રાખવામાં આવ્યા છે આ ઉંમરે તેમને એકલતા ખલે તે સ્વાભાવિક છે.

image source

તેમના પત્ની તેમને રૂમની બારી પરથી જ જોઈ શકે છે. તેમનો દીકરો ચાર્લી તેમને લઈને આવે છે. આમ જોવા જઈએ તો તેઓ એકબીજાની આટલી નજીક હોવા છતાં પણ ઘણા દૂર છે. આ લાઈફકેર સેન્ટરમાં દર્દીઓ પોતાના પરિવારજનો સાથે આ જ રીતે વાત કરી શકે છે.

એક અહેવાલ પ્રમાણે યુએસએના લગભઘ 34 રાજ્યોમાં COVID-19ના પોઝિટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે. અત્યાર સુધીમાં યુએસએમાં 19-20 જેટલા લોકો આ વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે. સમગ્ર USAમાં કોરોના વાયરસના 400 કેસ કન્ફર્મ થયા છે. અને 3000 કરતાં પણ વધારે લોકોનું હાલ સ્કેનીંગ ચાલી રહ્યું છે.

image source

વોશિંગ્ટન રાજ્ય ખાતેના આ લાઇફ કેર સેન્ટરના 7 લોકો આ વાયરસથી મૃત્યુ પામ્યા છે. આ સેન્ટરમાં 50 કરતાં પણ વધારે લોકો તેમજ સ્ટાફને શરૂઆતના સ્ટેજનો કોરોના વાયરસ થયો છે. અને તેમની પણ સતત સારવાર ચાલી રહી છે. અને વધારે તકેદારી રાખતા હોસ્પિટલમાં દાખલ 108 દર્દીઓને તેમના પરિવારજનોને મળવા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.

image source

આજની તારીખમાં કોરોના વાયરસ, ભારત, ઇરાન, ઇટાલી, પાકિસ્તાન, અમેરિકા, સાઉથ કોરિયા વિગેરે દેશોમાં ફેલાઈ ચુક્યો છે અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1 લાખ ઉપર પહોંચી ગઈ છે અને 3800 કરતાં પણ વધારે દર્દીઓએના મૃત્યુ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ