આ દેશમાં કોરોના રસી લગાવ્યા બાદ 13 લોકોના મોત થતા મચ્યો હડકંપ

અમેરિકાની ફાઈઝર રસી (Pfizer Vaccine) ફરી એકવાર વિવાદમાં આવી છે. રશિયાની ન્યૂઝ એજન્સી સ્પુતનિકના અહેવાલ મુજબ, નોર્વેમાં ફાઈઝર રસી લગાવ્યા બાદ 13 લોકોનાં મોત નીપજ્યાં છે. આ મૃત્યુ માટે રસીની આડઅસરને જવાબદાર ગણાવવામાં આવી રહી છે. મૃત્યુ પામેલા આ બધા લોકો વૃદ્ધ અને શારિરીક રીતે નબળા હતા.

33 હજાર લોકોને આપવામાં આવી રસી

image soucre

નોર્વેની મેડિસીન્સ એજન્સીએ જણાવ્યું કે રસીને લઈને ખુબ ઓછુ જોખમ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ આ આમ છતાં નબળા લોકોને રસી આપવા અંગે ફરીવાર વિચાર કરવો જોઈએ. નોર્વેમાં ડિસેમ્બરના અંતિમ દિવસોમાં ફાઇઝર-બાયોએન્ટેકનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. 67 વર્ષીય સ્વિન એન્ડરસનને પ્રથમ ફાઇઝર રસી આપવામાં આવી હતી. આ પછી આ રસી ત્યાંના 33 હજાર લોકોને આપવામાં આવી હતી.

13 લોકોના મોત થઈ ચુક્યા છે

image soucre

રસીકરણની શરૂઆતમાં જ એવી ઘોષણા કરવામાં આવી હતી કે કેટલાક લોકો તેની આડઅસર જોવા મળી શકે છે. નોર્વેજીયન મેડિસિન્સ એજન્સીના જણાવ્યા અનુસાર, આડઅસરોના કુલ 29 કેસ નોંધાયા છે, જેમાંથી કેટલાકને મોતનું જોખમ પણ છે.

image soucre

નોર્વેજીયન મેડિસિન એજન્સીના મેડિકલ ડિરેક્ટર સ્ટેઈનાર મેડસેને નેશનલ બ્રોડકાસ્ટર NRK સાથેની વાતચીતમાં કહ્યું કે, તેમાથી 13 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે નવ લોકોમાં અતિ ગંભીર અને સાત લોકોમાં ઓછી ગંભીર આડઅસર છે.

કેટલાક 80 વર્ષ કરતાં વધુ વયના

image soucre

નોર્વેજીયન મેડિસિન્સ એજન્સીએ 23 મોતના મોતને ફાઈઝર રસીકરણ સાથે જોડ્યા છે. જો કે, અત્યાર સુધીમાં ફક્ત 13 દર્દીઓની જ તપાસ કરી શકાય છે. આ તમામ મૃતકો નર્સિંગ હોમ્સમાં રહેતા નબળા, વૃદ્ધો હતા. તેમાંથી કેટલાક 80 વર્ષ કરતાં વધુ વયના હતા. મેડસેને કહ્યું, ‘એવું લાગે છે કે આ દર્દીઓમાંથી કેટલાકને રસી અપાવ્યા પછી તાવ અને ગભરામણ જેવી આડઅસર થઈ હતી, જેના કારણે તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું.’

આ રસીની આડઅસર ખુબ ઓછી

image source

મેડસેને જણાવ્યું હતું કે આવા બહુ ઓછા કેસો નોંધાયા છે અને અત્યાર સુધીમાં હજારો લોકોને હૃદય રોગ, ડિન્મેન્શિયા, ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી રોગ અને અન્ય ઘણી બિમારીવાળા લોકોને કોઈપણ આડઅસર વગર આ રસી આપવામાં આવી છે.

image soucre

મેડસેન અત્યાર સુધી ફાઇઝર રસી પર થતી આડઅસરોને લઈને ચિંતિત નથી. તેમણે કહ્યું, ‘અમને તેની ચિંતા નથી. તેમણે કહ્યું કે કેટલાક નબળા લોકોને છોડીને આ રસીની આડઅસર ખુબ ઓછી છે.

નવ દર્દીઓને ગંભીર આડઅસર જોવા મળી

image source

જે નવ દર્દીઓને ગંભીર આડઅસર જોવા મળી છે, તેમને એલર્જી, ગભરામણ અને વધુ તાવની ફરિયાદો હતી. તો બીજી તરફ સાત હળવી આડઅસર વાળા લોકોમાં જે જગ્યાએ ઇન્જેક્શન લગાવ્યું હતું તે જગ્યાએ દર્દની ફરીયાદ જોવા મળી હતી.

image source

તમને જણાવી દઇએ કે, ભૂતકાળમાં અમેરિકન કંપની ફાઇઝરની કોરોના રસી પર પણ એલર્જીક રિએક્શનને લઈને સવાલો ઉભા થયા હતા.