ઇમ્યુનિટી વધારવાની સાથે-સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે તુલસી, જાણો બીજા ફાયદાઓ

મિત્રો, તુલસી એ એક પ્રકારનો ઔષધીય છોડ છે, જેને આયુર્વેદમા ખુબ જ વિશેષ માનવામા આવે છે. તુલસીના સેવનથી તમે ગમે તેવા જીવલેણ રોગને પણ સરળતાથી નિયંત્રિત કરી શકો છો અને તેના કારણે જ કોરોનાના સમયકાળ દરમિયાન તુલસીનો કાળો બનાવી તેનુ સેવન કરવા પર ભાર મુકવામા આવતો હતો.

image source

તે ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે જ લાભપ્રદ સાબિત નથી થતી પરંતુ, તે તમારી સુંદરતા વધારવા માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેમા પુષ્કળ માત્રામા એન્ટી-બેક્ટેરિયલ પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરના ઘા ને પાકવા દેતા નથી અને ત્વચા સાથે સંકળાયેલ બીમારીઓને દૂર કરવામા ફાયદાકારક સાબિત થાય છે.

image source

નિયમિત તેનો ઉપયોગ કરીને તમે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓનુ સમાધાન મેળવી શકો છો. તો ચાલો આજે આ લેખમા અમે તમને જણાવીએ કે, તમે આ તુલસીનો ઉપયોગ કરીને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ કઈ-કઈ સમસ્યાઓનુ સમાધાન મેળવી શકો છો?

image source

તુલસીમા પુષ્કળ માત્રામા એન્ટીઓક્સીડેન્ટ સમાવિષ્ટ હોય છે. જો તમે નિયમિત રાત્રે સુતા પહેલા તુલસીના અર્કને ગરમ પાણીમાં મિક્સ કરીને તેનુ સેવન કરો તો તમને માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે. આ વસ્તુમા પુષ્કળ માત્રામા ફાઇટોકેમિકલ્સ સમાવિષ્ટ હોય છે, જે તમારા કોર્ટિસોલનુ સ્તર ઘટાડે છે.

image source

તે તમારા તણાવ પેદા કરતા હોર્મોન્સના સ્તરને પણ ઘટાડે છે અને તમને હળવા બનાવે છે. આ ઉપરાંત તેના નિયમિત સેવનથી તમારુ બ્લડપ્રેશર પણ નિયંત્રણમા રહે છે. આ સિવાય જો તમને અથવા તમારા કુટુંબમા કોઈ ડાયાબિટીસની સમસ્યાથી પીડાઈ રહ્યુ હોય તો તુલસીના અર્કનુ સેવન તમારી આ સમસ્યાને નિયંત્રિત કરી શકે છે.

image source

તમને જણાવી દઈએ કે, તુલસી એ તમારા શરીરમા રહેલા ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરે છે ફક્ત એટલુ જ નહી તુલસીના અર્કમાં ભરપૂર માત્રામા વિટામિન્સ અને મિનરલ્સ સમાવિષ્ટ હોય છે. આ સાથે જ તમે તમારા શરીરમા ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ વધારી શકો છો. આ સિવાય જો તમે તમારુ વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો પણ તુલસી તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

આ સિવાય કોલેસ્ટ્રોલની સમસ્યાને નિયંત્રણમા લેવા માટે પણ તુલસી ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ પેટ સાથે સંકળાયેલ કોઈ સમસ્યા જેમકે, ગેસ, અપચો અને કબજીયાતથી પીડાતા હોય તો તેને દૂર કરવા માટે પણ તુલસી ફાયદાકારક સાબિત થઇ શકે છે.

image source

તે પેટ સાથે સંકળાયેલ લગભગ તમામ સમસ્યાઓને દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત જો તમે સંધિવાની સમસ્યાથી પીડાતા હોવ તો તેના નિદાન માટે પણ આ તુલસી લાભકારક સાબિત થઇ શકે છે. આમ, જો તમે પણ તમારા શરીરને નીરોગી અને તંદુરસ્ત બનાવવા ઈચ્છતા હોવ તો તુલસીનુ નિયમિત સેવન કરો.