ગુજરાતમાં આ શહેરોમાં નોંધાયો કોરોનાના નવા સ્ટ્રેન સાથેનો કેસ, આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી મળતાં હાહાકાર મચી ગયો

કોરોનાની મહામારીથી રસી શોધાયા બાદ લોકોએ હળવાશ અનુભવી હતી. પરંતુ આ વચ્ચે કોરાનાએ ફરી એકવાર પગપસારો કર્યો છે. હાલમા જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આફ્રિકાથી આવેલા એક યુવાનનું સેમ્પલ પુણે લેબોરેટરીમાં કોરોનો તપાસ માટે મોકલી આપવામા આવ્યુ છે.

image soucre

આ યુવાનની આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી રહી છે અને તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની આશંકા દેખાઇ રહી છે, જેથી આ વચ્ચે તેના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યાં છે. રિપોર્ટ પોઝિટિવ આવતાં આખુ તંત્ર દોડતું થઈ ગયું છે.

image soucre

મળતી મહિતી મુજબ, આફ્રિકાથી પરત ફરેલા યુવાન કલોલના છે અને તે 31 વર્ષનો યુવાન છે. આ યુવાન કલોલના બોરીસણા ગામે આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આ યુવાનને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

image soucre

હાલમા તબીબો દ્વારા આ યુવાનને કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ આફ્રિકન સ્ટ્રેઈન તરીકે ટ્રીટ કરવામાં આવી રહ્યો છે. આ કેસ સાથે ગાંધીનગરમાં કોરોનાનો નવા સ્ટ્રેનની એન્ટ્રી થઇ ચૂકી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે. નવા કેસો વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 715 નવા કેસ નોંધાયા જ્યારે 495 લોકોએ કોરોનાને સામે જીત મેળવી હતી.

image soucre

મળતી માહિતી મુજબ આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે મૃત્યુ થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1નુ કોરોનાથી મોત થયું છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી થયેલા મોતનો કુલ આંકડો 4420 પહોચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી 2,68,198 લોકો કોરોનાને મ્હાત આપવામા સફળ રહ્યાં છે. આ પછી દેશમા રસી શોધાઇ જેથી આ આંકડો કાબુમા લાવવામા સફળતા મળી હતી. ફરીથી સ્થિતી કાબુમા આવી હતી અને જનજીવન રાબેતા મુજબ બન્યુ હતુ.

image source

આ સાથે રાજ્યભરમાં કોરોનાથી રિકવરી મેળવેલા લોકોની સંખ્યા ઘણી વધારે હતી જે સારા સમાચાર કહી શકાય. આ સાથે નોંધાયેલો રિકવરી રેટ 96.95 ટકા પર પહોંચ્યો છે. હાલ એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંક્ડો 4006 છે. જેમાંથી 51 લોકો વેન્ટિલેટર પર અને 3955 લોકો સ્ટેબલ છે. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 18,38,382 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

image soucre

આ પછી બીજા ડોઝની પણ શરૂઆત કરવામા આવી, આ બીજા ડોઝમા 4,61,434 લોકોને કોરોનાની રસીનો આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે સુધીમા કુલ 1,10,130 લોકોને રસી આપવામાં આવી છે. આ સાથે વધતા જતા કોરોનાના આંકડા સામે લડતમા રસીકરણથી સફળતા મેળવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ