કર્લી હેરથી ચેન્જ થઇ જાય છે ચહેરાનો લુક, જોઇ લો આ સેલેબ્સની તસવીરો, જે કર્લી હેરમાં કેટલી સ્માર્ટ લાગે છે

આ 5 બોલીવુડ એક્ટ્રેસ જેમની ઓળખ છે એમના કર્લી વાળ, સ્ટ્રેટ કરતા વાંકડિયા વાળમાં લાગે છે વધુ સુંદર.

બોલીવુડમાં આમ તો મોટાભાગની અભિનેત્રીઓ પોતાની એક્ટિંગ અને સુંદરતાના લીધે જાણીતી હોય છે. પણ અમુક અભિનેત્રીઓ એવી છે જેમની એક્ટિંગ અને સુંદરતા સિવાય એમના વાંકડિયા વાળ પણ એમના ફેન્સ માટે આકર્ષણનું કારણ બને છે તો ચાલો જાણી લઈએ આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જેમના વાંકડિયા વાળ એમના ફેન્સને દિવાના બનાવે છે.

કંગના રનૌત.

image source

કંગના રનૌત જેટલી બોલવામાં બિન્દાસ છે એટલી જ ટેલેન્ટેડ, બોલ્ડ અને સુંદર પણ છે. જ્યારે એ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી તો એમના સ્લિમ ફિગરની સાથે સાથે એમના કર્લી વાળ પણ બધાને કંગના પ્રત્યે આકર્ષિત કરતા હતા. આ જ કર્લી વાળ એમની ઓળખ બની ગયા અને આ કર્લી હેર એમના પર ઘણા શૂટ પણ કરે છે. તમેં પણ ફરક અને કંપેરિઝન જોઈ શકો છો.તમને જણાવી દઈએ કે કંગનાએ ઇમરાન હાસમી સાથેની ગેંગસ્ટર ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

તાપસી પન્નુ.

image source

તાપસી પન્નુમાં ટેલેન્ટ તો કુટી કુટીને ભર્યું છે પણ એ સિવાય તાપસી પન્નુના કર્લી હેર પણ એમની એક ઓળખ બની ગયા છે. તાપસી પન્નુની વાત આવતાની સાથે જ એમની વાંકડિયા વાળ વાળી ઇમેજ સામે આવી જાય છે જેમાં એ ખૂબ જ સુંદર લાગે છે. તાપસીએ ચશ્મે બદદુર ફિલ્મ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

જુહી ચાવલા.

image source

જુહી ચાવલા પોતાની બ્રાઇટ સ્માઈલ અને વાંકડિયા વાળને કારણે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઓળખાય છે. એમના વ્યક્તિત્વની ઓળખ છે એમના લાંબા અને કર્લી વાળ જેમાં એ ખૂબ જ સુંદર લાગે છે. એટલે સુધી કે એમની ફિલ્મોમાં પણ જુહી ચાવલાએ ઘણી ઓછી વખત એમને સ્ટ્રેટ હેર લુક રાખ્યો હશે.જુહી ચાવલાએ ફિલ્મ સલતનત દ્વારા બૉલીવુડ ડેબ્યુ કર્યું હતું.

બિપાશા બાસુ.

image source

બિપાશા બાસુનો હોટ અને સેક્સી અંદાજ તો એમના ફેન્સને ઘાયલ કરે જ છે પણ એમના કર્લી હેર એમને વધુ સેક્સી બનાવે છે. બિપાશા બાસુ આમ તો સ્ટ્રેટ હેર વાળા લુકમાં પણ સુંદર લાગે છે પણ એમની સુંદરતા વાંકડિયા વાળમાં વધુ નિખરીને બહાર આવે છે. બિપાશા બસુએ ફિલ્મ અજનબી દ્વારા બોલીવુડમાં પગ મૂક્યો હતો.

પ્રીતિ ઝિન્ટા.

image source

પ્રીતિ ઝિન્ટા એકદમ બબલી અભિનેત્રી છે અને એમના પર કર્લી વાળ ખૂબ જ શૂટ કરે છે કારણ કે એમના નેચરલી કર્લી વાળ એમની નેચરલ બ્યુટીને વધુ કોમ્પ્લીમેન્ટ કરે છે. પ્રીતિ ઝિન્ટાએ ઘણીવાર સ્ટ્રેટ ટ્રાય કર્યા છે પણ એ વાંકડિયા વાળમાં ખૂબ જ સુંદર લાગે છે. પ્રીતિ ઝિન્ટાએ દિલ સે ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ