કઠીન પરિસ્થિતિઓમા ક્યારેય ન હારવી જોઈએ હિમ્મત, યાદ રાખો આ ચાણક્ય નીતિના નિયમો

ચાણક્યનો જન્મ મગધ રાજ્યના પાટનગર પાટલીપુત્રમાં થયો હતો. ચાણક્ય નીતિની લોકપ્રિયતાનું એક સૌથી મોટું કોઈ કારણ એ છે કે આજના જમાનામાં, વ્યક્તિ તેના જીવનમાં તેને કંઈક કરવા અને સફળ બનવા માટે તેને માહિતી આપે છે. ચાણક્યની ગણતરી ભારતના સર્વશ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય છે. તે પોતે જ એક સારા શિક્ષક હતા અને ત્યારના સમયની વિશ્વવિખ્યાત તક્ષશિલા યુનિવર્સિટી સાથે તે જોડાયેલા હતા. તેમને આચાર્ય ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.

image source

ચાણક્ય મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૈર્યના ગુરુ અને મુખ્ય પ્રધાન હતા. તેના જીવનમાં ઘણા વિષયનો અભ્યાસ કર્યો. તેમને અર્થશાસ્ત્રના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. તેને કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને ભગવાન કૌટિલ્ય પણ કહે છે. તેણે અર્થશાસ્ત્રનો ઉડાણ પૂર્વક અભ્યાસ કર્યો હતો.

image source

આ સિવાય ચાણક્યને કૂટનીતિ શાસ્ત્ર, રાજકીય શાસ્ત્ર, સૈન્ય શાસ્ત્ર અને સમાજશાસ્ત્રનું પણ સારું જ્ઞાન હતું. આચર્ય ચાણક્ય જે પણ જ્ઞાન મેળવ્યું અને જે પણ વસ્તુ શીખ્યા તે બધું તેણે તેના પુસ્તક ચાણક્યમાં લખ્યું હતું. ઘણી સખ્યામાં આજે વ્યક્તિઓ ચાણક્યની નીતિનો અભ્યાસ કરી રહ્યા છે અને તેમના જીવનમાં રહેલી મુશ્કેલીનું સમાઘાન મેળવવાનો પ્રયાસ કરે છે. તો ચાલો આચાર્ય ચાણક્ય જીવનમાં આવેલી સમસ્યાનો કેવી રીતે કરવો તેના વિશે શું કહે છે.

સમસ્યાથી ડરી જતાં લોકોને નથી મળતી સફળતા

image source

ચાણક્ય એવું કહે છે કે જયારે આપણા જીવનમાં મુશ્કેલી આવે ત્યારે વ્યક્તિ પોતાની ધીરજ ગુમાવી દે છે. જયારે આપણા જીવનમાં કોઈ સમસ્યા આવે તો તેમનો સામનો કરવો ડરી ને હિમત હારવી ન જોઈએ. તેથી આવા લોકોને ક્યારેય સફળતા મળતી નથી. પણ જો તે પૂરી હિમતથી સામનો કરે અને તેને ધીરજ પૂર્વક તે સમસ્યાને દુર કરવી. જો આવું કરવામાં આવે તો કોઈ વ્યક્તિ તમને સફળ થવામાં રોકી શકતું નથી.

સમસ્યાઓને તમારા પર હાવી થવા ન દેવી

image source

ચાણક્ય એવું કહે છે કે તમારે મુશ્કેલીને ક્યારેય પોતાના પર હાવી થવા દેતા નથી.જે કાર્યસ્થળે સમસ્યા વધુ હોય તે કાર્યસ્થળમાં પ્રગતી થતી નથી. આ સાથે જ જો સમસ્યાઓનું સમાધાન આપતા લોકોની સખ્યા વધુ હોય ત્યાં માતા લક્ષ્મીના આશીર્વાદ તે કાર્યસ્થળ પર કાયમી માટે રહે છે.

નકારાત્મક વિચારો ધરાવતા લોકોથી દૂર રહો

image source

ચાણક્યના મત મુજબ જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો સકારાત્મક વિચારો રાખવા જોઈએ. જે વ્યક્તિ હંમેશા કોઈને કોઈ સમસ્યાને લઈને દુખી રહેતા હોય એવા વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેય સફળતાનો સ્વાદ ચાખી શકતા નથી. જે વ્યક્તિ પોતાના સમસ્યાને લઈને તેના નિરાકરણ માટે તૈયાર રહે છે તેવા વ્યક્તિને ચોક્કસપણે સફળતા ની પ્રાપ્તિ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ