કોરોનાના હાહાકાર વચ્ચે વૈજ્ઞાનિકોએ આપી નવા ઘાતક વાયરસની ચેતવણી, 7.5 કરોડ લોકોના મોતની આશંકા

હાલમાં ફરી એકવાર કોરોનાએ પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે એક મોટી આગાહી કરવામાં આવી છે અને લોકોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે. કોરોના વાયરસ મહામારીની વચ્ચે વૈજ્ઞાનિકોએ એક નવા વધુ ઘાતક વાયરસની ચેતવણી આપી છે અને કહ્યું છે કે આ વાયરસ માણસો માટે જીવલેણ તો સાબિત થશે જ સાથે જ તે કોરોના કરતાં પણ વધુ ઝડપે ફેલાઈ શકે છે. આ ભવિષયવાણી પછી લોકો કંઈક અલગ રીતે જ બીકમાં આવી ગયા છે. તો આવો વિગતે વાત કરીએ આ નવી બિમારી વિશે અને જાણીએ કે શું છે આ ગંભીર ચેતવણી.

image soucre

મળતી માહિતી પ્રમાણે આ નવા વાયરસને સંશોધકો દ્વારા ડિઝીસ X એવું નામ પણ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ વાયરસ ઈબોલા વાયરસની જેમ જ ભારે ઘાતક સાબિત થઈ શકે છે અને તબાહી મચાવી શકે છે. તો વળી આ તરફ WHOનું માનવું છે કે દરેક વર્ષે આ બીમારીના લગભગ એક અબજથી વધુ કેસ સામે આવી શકે છે અને લાખો લોકોના મોત પણ થઈ શકે છે. સમાચાર ફેલાવાની સાથે જ હાહાકાર મચી ગયો છે. હેલમહોલટઝ સેન્ટરના ડો. જોસેફ સેટલએ ધ સન ઓનલાઈનને કહ્યું હતું કે જાનવરોની કોઈ પણ પ્રજાતિ આ વાયરસનો રિસોર્સ બની શકે છે અને એક મોટી સંભાવના પ્રમાણે આ એવી પશુ પ્રજાતિઓ માટે સૌથી વધુ છે જે ઉંદર અને ચામાંચીડિયા જેવી વધુ છે.

image source

જો વધારે વાત કરીએ તો તેમણે આગળ એવું પણ જણાવ્યું હતું કે આ વસ્તુ આ પ્રજાતિઓની અનુકૂલન ક્ષમતા પર પણ અવલંબે છે. પણ વાંધો એવો છે કે હાલમાં માત્ર ચેતવણી જ આપવામાં આવી છે અને આ બીમારીના વિશે ખાસ કોઈ જાણકારી મળી નથી, પરંતુ સંશોધકોનું માનવું છે કે આ અજ્ઞાત બીમારી આગલી મહામારી બની શકે છે અને મહત્વનું છે કે આ બીમારીનો એક કેસ આફ્રિકી દેશ કોંગોમાં મળી પણ આવ્યો હતો,

image soucre

જેને ખૂબ જ તીવ્ર તાવ હતો અને ઇન્ટરનલ બ્લીડિંગ પણ થઈ રહ્યું હતું. જો કે તેનો ઈબોલા ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો જેથી ચિંતા વધી હતી. સાથે જ વૈજ્ઞાનિકોને પણ ખુદ એ વાતનો ડર છે કે આવનારી મહામારી બ્લેક ડેથ કરતાં પણ વધુ ગંભીર બની શકે છે, નોંધનીય છે કે બ્લેક ડેથ એ મહામારી છે કે જેમાં લગભગ ૭.૫ કરોડથી વધુ લોકોના મોત થયા હતા.

image soucre

કહેવામાં આવી રહ્યું છે કે હવે આવનારો આ નવો ડિસિઝ એક્સ વાયરસ આ મહામારી કરતાં પણ વધુ ગંભીર અને ખતરનાક હોય શકે છે, એટલું જ નહીં આવનારા સમયમાં માનવ જાતિને દર પાંચ વર્ષે એક નવી મહામારીનો સામનો કરવો પડશે એવું પણ ખાસ કહેવામાં આવી રહ્યું છે.

image soucre

જો કે એનું કારણ અને સમાધાન હજુ અજ્ઞાત છે. આ વિશે EcoHealth Allianceના અનુસાર દુનિયામાં લગભગ ૧.૬૭ મિલિયન અજ્ઞાત વાયરસ છે જેમાંથી ૮૨૭૦૦૦ જેટલા વાયરસ માનવીના શરીરમાં જાનવરો દ્વારા પ્રવેશી ચૂક્યા છે. કોરોના આ બાબતનું જ ઉદાહરણ છે અને કેવી રીતે અન્ય વાયરસો જે પશુઓમાંથી માનવીના સંપર્કમાં આવી જાય છે અને તેના માટે જીવલેણ બની શકે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે આ વાયરસ આવે છે કે કેમ?