કેરળના આ હિલ સ્ટેશનમાં વેકેશનમાં બનાવો પ્લાન, રોમેન્ટિક મુડ સાથે ફરવાની આવશે જોરદાર મજા

ભારત દેશ પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં જાણીતો છે. અહીંયા દર વર્ષે ફક્ત દેશના જુદા જુદા ભાગોમાંથી જ નહીં પણ વિદેશોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે. પણ વાત જ્યારે કેરળની હોય તો નજરની સામે એક ખૂબ જ સુંદર દ્રશ્ય ખડું થઈ આવે છે. મિત્રો સાથે ફરવું હોય કે પછી પાર્ટનર સાથે. કેરળ એક એવી જગ્યા છે જે દરેક વ્યક્તિ માટે એકદમ પરફેક્ટ છે. અહીંયા તમે બીચ પર મજા કરી શકો છો અને નવી નવી જગ્યાએ ફરી શકો છો. પણ શું તમે.જાણો છે કે કેરળમાં ઘણા હિલ સ્ટેશન છે જે ફરવા માટે એકદમ પરફેક્ટ છે. કદાચ નહિ જાણતા હોવ તો ચાલો તમને એ જગ્યાઓ વિશે જણાવી દઈએ.

માલમપુઝા.

image soucre

કેરળમાં આવેલું માલમપુઝા ફરવાની દ્રષ્ટિએ એકદમ પરફેક્ટ જગ્યા છે. એ કેરળના પલક્કડ જિલ્લામાં આવેલું છે. અહીંયા બધા લોકો પોતાના પરિવાર સાથે ફરવા આવે છે અને પ્રકૃતિના નઝારાનો આનંદ માણે છે. અહીંયા તમે ચાના બગીચા જોઈ શકો છો, અહીંયા સારા બગીચા અને પાર્ક પણ છે, જે દરેક વ્યક્તિને પસંદ આવે છે. આ જગ્યા બાળકો માટે પણ એકદમ પરફેક્ટ છે.

પોનમૂડી

image soucre

પોનમૂડીમાં પ્રકૃતિના અનોખા નઝારાને ન ફક્ત જોઈ શકાય છે પણ એને જીવી પણ શકાય છે. પોનમૂડી એક સુંદર પર્વત છે જે તિરુવંતપુરમ જિલ્લામાં આવેલું છે. એની ઉંચાઈ સમુદ્ર તલથી 1100 મીટર છે. તિરુવંતપુરમ જિલ્લાથી એનું અંતર 60 કિલોમીટરનું છે. અહીંયા તમે ઊંચા ઊંચા પર્વતો, હાઇકિંગ અને ટ્રેકિંગની મજા માણી શકો છો. દર વર્ષે અહીંયા મોટી સંખ્યામાં લોકો આવે છે.

મુન્નાર

image soucre

મુન્નાર કેરળના સુંદર હિલ સ્ટેશનમાનું એક છે. મુન્નાર કેરળના ઝડુક્કી જિલ્લામાં આવેલું છે, જે સમુદ્ર તળથી 1600 મીટર ઊંચાઈ પર આવેલું છે. અહીંયા ચાની ખેતી થાય છે. અહીંયા તમે સૂકુનના પળ પણ વિતાવી શકો છો. સાથે જ અહીંયા તમને ચાના બગીચા પણ જોવા મળશે. જ્યાં તમે ફરી શકો છો.

વાગમન.

image soucre

વાત જ્યારે ભારતના સુંદર અને જાણીતા હિલ સ્ટેશનની થઈ રહી હોય તો સૌથી પહેલા વાગમન હિલ સ્ટેશનની વાત ચોક્કસ આવે જ છે. અહીંયા મોટા મોટા નારિયેળના વૃક્ષ, ઊંચા ઊંચા પર્વતો અને વોટરફોલ છે. જ્યાં જઈને તમે તમારી રજાઓ એન્જોય કરી શકો છો. દર વર્ષે અહીંયા મોટી સંખ્યામાં પર્યટકો આવે છે અને કુદરતના આ અનોખા નઝારાનો આનંદ લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ