ભયંકર કોરોના વાયરસ ફેલાયો છે ચીનની આ લેબમાંથી, તસવીરોમાં જોઇ લો તમે પણ

શું તમે જાણો છો કોરોના વાયરસનું જન્મસ્થળ? એ છે ચીનના વુહાન શહેરની વિવાદીત લેબ !!!

પ્રારંભિક તબક્કે કોવિડ -19 ફાટી નીકળવાની સંભાવના ચીનના વુહાન શહેરની પ્રયોગશાળામાં થઈ છે એવું જણાય છે. ચીનમાં આ વાયરસને ઓળખવા અને લડવાનો પ્રયાસો યુનાઇટેડ સ્ટેટ્સની ક્ષમતાઓની સરખામણીમાં વધારે છે.

image source

ચાઇના દ્વારા કોરોના વાયરસ બાબતે દબાવેલ અને બદલાવેલ ડેટા ન્યુઝ એજન્સીને મોકલવામાં આવ્યો છે. તેઓનું કહેવું છે કે કેટલાક નમૂનાઓ નાશ કરાયા હતાં, દૂષિત વિસ્તારોને નષ્ટ કરાયા હતાં, કેટલાક પ્રારંભિક અહેવાલો ભૂંસી નાખ્યાં હતાં. અમેરિકાએ એવા આરોપ લગાવ્યાં છે કે ચીનના વુહાનમાં આવેલી લેબમાંથી વાયરસ ફેલાયો છે. જ્યારે ચીનનો એવો દાવો છે કે વાયરસ એનિમલ માર્કેટથી માનવીઓ સુધી ફેલાયો છે, પરંતુ પશ્વિમી દેશ ચીનની આ વાતો માનવા માટે તૈયાર નથી અને તેને લાગે છે કે આ લેબથી જ વાયરસ ફેલાયો છે. જે એનિમલ માર્કેટથી માત્ર થોડી જ દૂર આવેલી છે.

image source

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયોએ સત્તાવાર જાહેર કર્યું હતું કે તેમનો દેશ તે વાતની તપાસ કરી રહ્યો છે કે વાયરસ આખરે દુનિયામાં ફેલાયો કેવી રીતે? આ સાથે જ અમેરિકન મીડિયામાં એવી ખબર છે કે આ વુહાન લેબથી ફેલાયો છે. ત્યારબાદ ટ્રમ્પે તેને આપવામાં આવતા ફંડને રોકી દીધું હતું. ચાલો તમને જણાવીએ કે વુહાનની આ લેબ કેવી છે, જેના પર આટલો બધો વિવાદ થઇ રહ્યો છે ….

જીવલેણ વાયરસનો પ્રયોગ જે માનવીથી માનવીમાં ફેલાય છે

image source

ફ્રાન્સના બાયો-ઇન્ડસ્ટ્રીયલ ફર્મ ઇન્સ્ટિટ્યુટ મેરિયુક્સ અને ચીની એકેડેમી ઑફ સાયન્સે મળીને વુહાન ઇન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલોજીના પી-૪ લેબને બનાવી છે. દુનિયાની આ તે ગણતરીઓની લેબમાંથી એક છે જેને ક્લાસ ૪ પેથોજેન્સ એટેલે કે પી-૪ સ્તરના વાયરસના પ્રયોગની પરવાનગી મળેલી છે. આ ખતરનાક વાયરસનો માનવીથી માનવીમાં સંક્રમણનો સૌથી વધુ ખતરો રહે છે.

સૌથી મોટી વાયરસ બેન્ક એશિયાની ચીનમાં છે

આ લેબને ૪.૨ કરોડ ડોલરના ખર્ચે ૨૦૧૫માં ૩૦૦૦ સ્ક્વેર મીટરના એરિયામાં ફેલાવીને બનાવવામાં આવી હતી. જો કે ૨૦૧૮માં સત્તાવાર રૂપે તેમાં કામ શરૂ કરવામાં આવ્યું. પી-૩ લેબ પણ આ સંસ્થામાં છે. જે ૨૦૧૨થી ચાલી રહી છે.

અત્યારે આ લેબ સંપૂર્ણ બંધ કરેલ છે

image source

ચીનના આ ઇન્સ્ટિટ્યૂટમાં ચાઇન સેન્ટર ફૉર વાયરસ કલ્ચર કલેક્શન છે. અહીં આશરે ૧૫૦૦થી વધુ વાયરસ સ્ટ્રેન છે. આ વાત સંસ્થાની વેબસાઇટ પર જણાવાવમાં આવી છે. જો કે જ્યારે એએફપીના રિપોર્ટરે તે લેબની મુલાકાત લીધી હતી,ત્યારે તેની અંદરનું તમામ કામકાજ બંધ હતું.

કોરોના વાયરસ લેબમાંથી આ રીતે નીકળ્યો હશે

image source

ચીન પાસે અમેરિકન કૂટનીતિનો એક સંદેશ મળ્યો છે. જેમાં લેબમાં પૂરતી સુરક્ષા માટે વ્યવસ્થા ન હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એવું અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો છે. સાથે જ એક રિપોર્ટ અનુસાર, લેબમાં સંક્રમિત થઇને પેશન્ટ ઝીરો વુહાનમાં લોકોની વચ્ચે ગયો, જેથી આ વાયરસ પહેલાં ચીનમાં અને પછી દુનિયાભરમાં ફેલાતો ગયો. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આ રીપોર્ટનું અધ્યયન બારીકાઇથી કરવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ