લોકડાઉન 2.0માં અમદાવાદમાં કોઇ છૂટછાટ નહિં, આ સાથે જાણો ક્યાં ઉદ્યોગોને અપાઇ મંજૂરી, જેમને કયા નિયમોનુ કરવુ પડશે પાલન

અમદાવાદને લોકડાઉનના નિયમોમાં કોઈ જ છૂટછાટ નહીં અપાય – ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગોને શરતી મંજૂરી

image source

સમગ્ર દેશમાં 21 દિવસના લૉકડાઉનને 21 દિવસથી લંબાવીને 3જી મે સુધી ખેંચવામાં આવ્યું હતું જો કે જ્યારે 20મી એપ્રિલથી કેટલાક ઉદ્યોને કેટલીક શરતો હેઠળ છૂટછાટ આપવામાં આવનાર છે. જે બાબતે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે માહિતિ આપતા જણાવ્યું છે કે, 20મી એપ્રિલથી લોકડાઉનમાં કેટલાક વિસ્તારોમાં હળવી છૂટછાટ આપવામાં આવશે. તે બાબતે રાજ્યના શ્રમ તેમજ રોજગાર વિભાગ દ્વારા કેટલાક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે.

20મી એપ્રિલથી શહેર બહારના વિસ્તારોમાંના ઉદ્યોગોને જ છૂટ આપવામાં આવશે, પણ શહેરમાં કોઈ પણ પ્રકારની ઉદ્યોગોને છૂટ આપવામાં આવનાર નથી. અને શહેર બહાર પણ ઉદ્યોગોને તબક્કાવાર મંજૂરી આપવામાં આવશે. ગુજરાત રાજ્યની 8 મહાનગર પાલિકાઓ અને 162 નગરપાલિકાઓની સીમામાં આવતા ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવનાર નથી.

image source

જાણી લો કઈ કઈ સેવાઓ યથાવત રહેશે

– દરેક પ્રકારની આરોગ્ય સેવાઓ

– હોસ્પિટલ, ક્લિનિક, નર્સિંગ હોમ, તેમજ ટેલિમેડિસિન સેવાઓ

– તબીબી પ્રયોગશાળાઓ તેમજ સંગ્રહ કેન્દ્રો જેમાં કોવિડ-19 સંબંધિત સંશોધન જે ફાર્માસ્યુટિકલમાં ચાલી રહ્યા હોય તે ઉપરાંત તબીબી સંશોધન પ્રયોગશાળાઓ.

– તમામ પ્રકારના દવાખાનાઓ, કેમિસ્ટની દુકાન, ફાર્મસીની દુકાન, તેમજ જન ઔષધી કેન્દ્રો ઉપરાંત દવાની દુકાનો તેમજ તબીબી ઉપકરણો વેચતી દુકાનોની સેવાઓ યથાવત રહેશે

image source

– તેની સાથે સાથે પશુચિકિત્સાલય, પેથોલોજી લેબ, અને રસી તેમજ દવાઓના વેચાણ તેમ પુરવઠા સેવાઓ પણ ચાલુ રાખવામાં આવશે.

માલની હેરફેર બાબતે છૂટછાટો

– માલ તેમજ પાર્સલ ટ્રેનોનું પરિવહન યથાવત રહેશે.

-ચોક્કસ માલની હેરફેર કરવા બાબતે મંજૂરી આપવામાં આવશે.

– હવાઈ મથકો ઉપરાંક કાર્ગો હેરફેર, બદલી તેમજ તેને ખસેડવા માટે હવાઈ વ્યવહાર સંબંધિત સગવડોના કામકાજમાં છૂટ મળી શકશે.

image source

– પેટ્રોલિયમ ઉત્પાદનો અને એલપીજી, ફૂડ પ્રોડટક્ટ્સ, મેડિકલ સપ્લાય, તેમજ વિજ પુરવઠા સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓની કોંસ લેન્ડ બોર્ડર હેરફેર માટે લેન્ડ પોર્ટ્સના કામકાજમાં છૂટ

– અધિકૃત કસ્ટમ ક્લિયરિંગ અને ફોરવર્ડિંગ એજન્ટો સહિત કાર્ગો હેરફેર માટે દરિયાઈ બંદરો અને ઇનલેન્ડ કન્ટેનર ડેપોના કામકાજમાં મળી શકે છે છૂટ

– માલની હેરફેર માટે માન્ય લાયસન્સ ધાવતા બે ડ્રાઇવરો તેમજ એક હેલ્પર સાથે ટ્રકમાં માલ સામાન ફેરવવાની છૂટ મળશે. માલ સામન લેવા લઈ જવા, તેમજ ડિલિવરી માટે અવરજવની મંજૂરી આપવામાં આવશે

આવશ્યક વસ્તુઓના પુરવઠા બાબતે

image source

– આવશ્યક માલના મેન્યુફેક્ચરિંગ, તેમજ હોલસેલર અથવા રીટેલ સ્ટોર

– આ ઉપરાંત રેશનિંગની દુકાન, ફૂડ તેમજ ગ્રોસરી, હાઇજિન માટેની વસ્તુઓ વેચતા એકમો, શાકભાજી, ફળો, ડેરી, તેમજ મરઘા ઉછેર કેન્દ્રો ઉપરાંત, માંસ મચ્છી, ઘાંસ ચારા સાથે જોડાયેલા એકમો

કૃષિ ક્ષેત્રે મળશે આ રાહતો

– ખેડૂતો તેમજ કામદારો ખેતરમાં કામ કરી શકશે

– કૃષિ બજાર સમિતિ દ્વારા સંચાલિત અથવા રાજ્ય/સંઘ રાજ્યક્ષેત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ બજાર, ખેડૂતો તેમજ ખેડૂતોના જુથો, એફપીઓની સહકારી મંડળીઓ વિગેરે પાસેથી લઈ રાજ્ય કે સંઘ રાજ્ય ક્ષેત્ર, ગ્રામીણ કક્ષાએ વિકેન્દ્રીકૃત ખરીદ વેચાણ અને પ્રાપ્તિને મંજૂરી આપી શકાશે.

-એએસપીની કામગીરી તેમજ કૃષિ ઉત્પાદનોની પ્રાપ્તિ સાથે જોડાયેલી એજન્સીઓ પણ ચાલુ રહેશે

image source

– આ ઉપરાંત ખેતી માટેની મશીનરી સંબંધિત કસ્ટમ હાયરિંગ મશીન

– ખાતરો, બિયારણો, કીટનાશકોના ઉત્પાદન, વિતરણ, તેમજ છૂટક વેપારની છૂટ

– વાઢવા અને વાવવા માટેના મશીનો દા.ત. કમ્બાઇન્ડ હા્રવેસ્ટર તેેેમજ અન્ય કૃષિ અથવા બાગાયતી સાધનોની આંતરિક કે પછી આંતરરાજ્ય હેરફેરની છૂટ

પશુધન સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને મળશે આ છૂટછાટ

– દૂધ પ્રોસેસ કરતા પ્લાન્ટ્સ તેમજ દૂધ અને દૂધની બનાવટોની હેરફેર અને સપ્લાય ચેન તેમજ તેના સંગ્રહ, પ્રોસેસ, વિતરણ અને વેચાણની છૂટછાટ

image source

– ગૌશાળા ઉપરાંત પશુઓના આશ્રયસ્થાનો પર કામકાજની છૂટ

– પોલ્ટ્રી ફાર્મ્સ તેમજ ઇંડા સેવન અને પશુધન ઉછેર સાથે જોડાયેલી પ્રવૃત્તિઓના કામકાજમાં છૂટ

– આ ઉપરાંત પશુ દાણના ઉત્પાદનો અને ચારાના પ્લાન્ટ, તેમજ મકાઈ અને સોયા જેવા કાચા માલના પુરવઠાની છૂટ

બાંધકામ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને મળનાર છૂટ

– ગ્રામીણ વિસ્તારોમાં એમએસએમઈ સહિતના રસ્તાઓના બાંધકામ, સિંચાઈ યોજનાઓ, મકાનોના બાંધકામ, ઔદ્યોગિક એસ્ટેટની તમામ પ્રકારની યોજનાઓ

image source

– આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ પ્રોજેક્ટને બાંધકામની છૂટ આપવામાં આવી છે પણ કામદાર હાજર હોય તે જ સ્થળે તે છૂટ મળશે. બહારથી કામદારો લાવવાની છૂટ આપવામાં નથી આવી.

મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ છૂટછાટ

– ફૂૂડ, મેન્ટેનન્સ, હાર્વેસ્ટિંગ, પ્રોસેસિંગ, તેમજ પેકેજિંગ ઉપરાંત કોલ્ડ ચેન, વેચાણ તેમજ માર્કેટિંગ સહિતના માછીમારી (મરીન અને ઇનલેન્ડ)/જળચર ઉદ્યોગોને લગતી પ્રવૃત્તિઓ

– માછલી, ઝીંગા વિગેરે તેમજ માછલીની બનાવટો, માછલીના બીજ/ખોરાક તેમજ તેની સાથે જોડાયેલા કામદારોની હેરફેરની છૂટ

image source

– ઇંડા સેવન ગૃહ, વાણિજિયક જળચર ગૃહ, ફીટ પ્લાન્ટ્સને છૂટછાટો

વાણિજ્યિક અને ખાનગી સંસ્થાઓને મળશે આ છૂટછાટ

– બ્રોડ કાસ્ટિંગ સેવાઓ, ડીટી એચ તેમજ પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મિડિયા.

– 50 ટકા સ્ટાફથી ચાલતી આઈટી સંસ્થાઓ તેમજ આટીથી ચાલતી સેવાઓ

– માત્ર સરકારી પ્રવૃત્તિઓ માટે ડેટા અને કોલ સેન્ટર

image source

– ગ્રામીણ સ્તરે માત્ર સરકારી મંજૂરીથી ચાલતા સામાન્ય સેવા કેન્દ્રો

– ઇ કોમર્સ- આવશ્યક પરવાનગી માટે ઇ કોમર્સના કર્મચારીઓના વાહનોને અવરજવરની છૂટ

– બંદરો, રેલ્વે સ્ટેશનો, હવાઈમથકો, કન્ટેનર ડેપો, કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસની સેવાઓ તેમજ વ્યક્તિગત એકમો,

– ખાનગી સિક્યુરિટી સેવાઓ

– કુરિયર સેવાઓ

image source

– ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, મોટર મિકેનિક અને સુથારી કામ કરનારને છૂટ આપવામાં આવશે

– હોટેલ, હોમ સ્ટે, લોજ, મેડિકલ ઇમર્જન્સી સ્ટાફ, ક્રૂ મેમ્બર્સ

– ક્વોરેન્ટાઇન સાથે જોડાયેલી સંસ્થાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ