એક સમયે ખૂબ ગ્લેમરસ અભિનેત્રી હતી ‘રામાયણ’ સિરિયલની મંથરા, પરંતુ એક અકસ્માતે બગાડી દીધો તેનો ચહેરો,PICS

એક સમયે ખૂબ ગ્લેમરસ અભિનેત્રી હતી, આ રામાયણ સિરિયલની ‘મંથરા’, પરંતુ એક અકસ્માતે તેનો ચહેરો બગાડી દીધો હતો.

image source

કોરોના વાયરસને લીધે જ્યારે સમગ્ર વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ ચાલી છે ત્યારે લોકો ઘરે બેઠા સમય પસાર કરવા રામાનંદ સાગરની સીરિયલ ‘રામાયણ’ ફરી ટીવી પર શરૂ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ઘરે બેઠેલા લોકો તેનો ભરપૂર આનંદ લઇ રહ્યા છે. આ સિરિયલને 33 વર્ષ થઈ ગયા છે પણ તેના દરેક કલાકારો ને હજી પણ યાદ કરવામાં આવે છે. આજે અમે આવી જ એક અભિનેત્રી લલિતા પવાર વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ જેમણે આ રામાયણ સીરિયલમાં મંથરાનું પાત્ર ભજવ્યું હતું.

image source

લલિતા પવારનો જન્મ 18 એપ્રિલ 1916 ના રોજ નાસિકમાં થયો હતો. તેમના પિતા લક્ષ્મણ રાવ શગુન એક શ્રીમંત ઉદ્યોગપતિ હતા, જે રેશમ અને કપાસનો ધંધો કરતા હતા. એવું કહેવામાં આવે છે કે જ્યારે લલિતા પવારનો જન્મ ત્યારે થયો જ્યારે તેમની માતા અનસુયા એક મંદિરમાં ગઈ હતી. અંબા દેવીના મંદિરમાં જન્મ થવાના કારણે લલિતાનું નામ અગાઉ અંબિકા રાખવામાં આવ્યું હતું.

image source

લલિતા પવારે નવ વર્ષની ઉંમરે ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ થી ફિલ્મી જગતમાં શરૂઆત કરી હતી. લલિતા પવારે 40 ના દાયકાથી મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. લલિતા પવારનું ફિલ્મોમાં આગમન પણ એક યોગાનુયોગ હતો.

image source

એકવાર તે તેના પિતા સાથે ફિલ્મનું શૂટિંગ જોવા પહોંચી હતી, ત્યારે ડિરેક્ટર નાના સાહેબેની તેમના પર પડી હતી. તેમણે તેને બાળ કલાકારની ભૂમિકાની ઓફર કરી હતી. પહેલા તેના પરિવારજનો આ માટે સહમત ન હતા પરંતુ બાદમાં તેઓ સંમત થઈ ગયા હતા.

image source

લલિતા પવારની પ્રથમ બોલતી ફિલ્મ હિંમત-એ-મર્દા, જે 1935માં આવી હતી. આ ફિલ્મમાં તેમણે બિકીની સીન્સ આપીને સનસનાટી મચાવી દીધી હતી. તે યુગમાં આમ કરવું એ ઘણો હિંમતભેર કદમ હતો. તેમની સફળતાની સફર ચાલી જ રહી હતી પરંતુ એક દિવસ શૂટિંગ દરમિયાન એક અકસ્માત થયો જેણે તેમનો ચહેરો એકદમ બરબાદ કરી દીધો હતો.

image source

1942 માં, લલિતા પવાર ફિલ્મ ‘જંગ-એ-આઝાદી’ માં એક દ્રશ્ય કરી રહી હતી. તેમાં અભિનેતા ભગવાન દાદાને ફિલ્મમાં લલિતા પવારને થપ્પડ મારવાનો હતો. તેમણે એટલી સખતથી થપ્પડ માર્યો કે તે નીચે પડી ગયા હતા. ત્યારે ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી ખોટી દવાને કારણે લલિતા પવારના જમણા શરીરને લકવો થઈ ગયો હતો. ત્યારથી તેમની જમણી આંખ સંપૂર્ણ સંકોચાઈ ગઈ હતી.

image source

લલિતા પવાર પોતાની એવી જ આંખ લઈ ફરી પાછા ફર્યા, જોકે તે પછી તેમને મોટાભાગે નકારાત્મક ભૂમિકાઓ જ મળતી હતી. પોતાની કારકિર્દીમાં સેંકડો ફિલ્મોમાં અભિનય કરવાનો જુસ્સો દર્શાવનારા લલિતા પવારે 24 ફેબ્રુઆરી 1998 ના રોજ વિશ્વને અલવિદા કહ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ