નીતા-મુકેશ અંબાણી 35મી લગ્ન તિથિ, દેરાણી ટીના અંબાણીએ જેઠ-જેઠાણી કંઇક આ રીતે પાઠવી શુભેચ્છા

દેરાણી ટીના અંબાણીએ જેઠ-જેઠાણી નીતા-મુકેશ અંબાણીને કંઈક આ રીતે 35મી લગ્ન તિથિની આ રીતે આપી શુભેચ્છા

એશિયાના સૌથી ધનવાન બિઝનેસ ટાઈકૂન એવા મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીએ લગ્નના 35 વર્ષ સફળ રીતે પૂર્ણ કરી લીધા છે. અને આ અવસર પર નીતા અંબાણીની દેરાણી એટલે કે મુકેશ અંબાણીના નાનાભાઈ અનિલ અંબાણીની પત્ની અને વિતેલા જમાનાની બોલીવૂડ એક્ટ્રેસ ટીના અંબાણીએ લગ્નતીથીની શુભેચ્છા આ રીતે પાઠવી છે.

image source

8 માર્ચ રવિવારના રોજ મુકેશ અને નીતા અંબાણીએ પોતાના લગ્નની 35મી વર્ષગાઠ ઉજવી હતી. આ અવસર પર ટીના અંબાણીએ જેઠ-જેઠાણીની એક મોનોક્રોમ તસ્વિર શેર કરતા લખ્યું છે, ‘એ જોડીની લગ્નતિથિની ખૂબ ખૂબ શુભકામનાઓ, જે હંમેશા એકબીજામાં સારી બાબતો શોધી લે છે. તમને હંમેશા ખુશીઓ અને પ્રેમ મળતા રહે તેવી શુભેચ્છા.’

image source

બે ત્રણ દાયકા પહેલાં ઘણા ઓછો લોકો લવ મેરેજ કરવાની હિંમત દાખવતા હતા. ખાસ કરીને આ હિંમત તમને બોલીવૂડ સ્ટાર્સ તેમજ કરોડોપતિ લોકોમાં જ જોવા મળતી. અને તે સમયે મુકેશ અંબાણીને નીતા અંબાણીની ક્યૂટનેસ પર વહાલ આવી ગયું.

image source

આમ તો મુકેશ અંબાણી કંઈ રોમેન્ટિક મિજાજ નથી ધરાવતા પણ તેમણે નીતા અંબાણીને કોઈ બોલીવૂડ ફીલ્મના હીરોના અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. તેમણે મુંબઈના ટ્રાફિકમાં ગાડી રોકીને નીતા અંબાણીને પુછ્યું હતું શું મારી સાતે લગ્ન કરીશ અને સાથે સાથે એ પણ શરત રાખી હતી કે જો તે ના કહેશે તો તે ગાડી નહીં ચલાવે ભલે રોડ પર ટ્રાફિક જામ થઈ જાય !

image source

અને તરત નીતાએ પણ જવાબમાં હા પાડી દીધી અને સામી શરત રાખતાં કહી દીધું તે તેમને લગ્ન બાદ પણ કામ કરતાં નહીં રોકે. અને મુકેશ અંબાણીએ પણ તેમની આ શરત માની લીધી અને તેણીને ક્યારેય કામ કરતાં નથી રોકી. અને તે જ કારણસર આજે નીતા અંબાણી ભારતની કરોડો મહિલા માટે પ્રેરણારૂપ છે.

image source

1985માં નીતા અંબાણીના લગ્ન જાણીતા ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ ધીરુભાઈ અંબાણીના દીકરા એવા મુકેશ અંબાણી સાથે થયા હતા. લગ્ન વખતે નીતા અંબાણી માત્ર 20 જ વર્ષના હતા. નીતા અંબાણીએ એક વાર્તાલાપમાં પોતાના પતિના વખાણ કરતાં જણાવ્યું હતું કે મુકેશે હંમેશા તેમના નિર્ણયોમાં તેમનો સાથ આપ્યો છે અને હંમેશા તેમની સાથે ઉભા રહ્યા છે.

image source

આજ ઇન્ટર્વ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તેમના પતિ અને તેમની વચ્ચે કશું જ મારું તારુ નથી બધું જ સહિયારું છે. અમે બન્ને મળીને સપના જોઈએ છે અને તેને પૂરા કરીએ છે. તેણી એ પણ જણાવે છે કે મુકેશ પોતાના બિઝનેસના કારણે અત્યંત વ્યસ્ત રહે છે પણ તેમણે હંમેશા ફેમિલિને પુરતો સમય આપ્યો છે અને માટે તેઓ એક ઉત્તમ ફેમિલીમેન છે. તેઓ ગમે તેટલા મોડા ઘરે આવે અમે બન્ને સાથે જ ડીનર કરવાનું પસંદ કરીએ છે. તમને જણાવી દઈએ કે મુકેશ-નીતા અંબાણીને ભારત તેમજ આફ્રિકાના જંગલોમાં સાથે સમય પસાર કરવો ખૂબ પસંદ છે.

અમે પણ મુકેશ અંબાણી અને નિતા અંબાણીને તેમના લગ્નની તીથી નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ