કોરોના વાયરસ અંગે સૌથી મોટો ઘટસ્ફોટ: 2015માં ચીને જ બનાવી નાંખ્યો હતો ત્રીજા વિશ્વયુદ્ધ માટે કોરોના

છેલ્લાં લાંબા સમયથી કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. આ કોરોના વાયરસ ક્યાંથી આવ્યો અને વિશ્વમાં કેવી રીતે ફેલાઈ ગયો તે અંગે અલગ અલગ વાતો સામે આવતી રહી છે. વિશ્વનાં વૈજ્ઞાનિકો પણ આ પ્રશ્નોથી ચિંતિત છે. સંયુક્ત રાષ્ટ્રની ટીમ ચીનની લેબમાં કોરોના વાયરસ વિકસાવવાના તમામ દાવાઓ પર કોઈ સચોટ નિર્ણય પર પહોંચી શકી નથી. આ દરમિયાન વીકએન્ડ ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલાં એક રિપોર્ટમાંથી ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો હાલ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

image source

મળતી માહિતી મુજબ આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસની ચર્ચા વર્ષ 2015માં ચીની વૈજ્ઞાનિકો અને આરોગ્ય અધિકારીઓ વચ્ચે થઈ હતી. આ સાથે હવે આ વાતનાં લેખીત પુરાવા મળ્યાં હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ચીની વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસનો ઉપયોગ જૈવિક શસ્ત્ર તરીકે કરવાની ચર્ચા કરી હતી તેવું જાણવા મળ્યું છે જો કે આ દસ્તાવેજો તે સમયનાં છે કે જ્યારે સાર્સ મહામારી વિશ્વમાં આવી પણ ન હતી.

image source

ચીની સેનાના વૈજ્ઞાનિક સાર્સ કોરોના વાઈરસને બાયોલોજીકલ હથિયાર તરીકે વાપરવાની વાત કરી રહ્યાં હતા. તેમની વાતચીતમાં કહેવામાં આવ્યું હતું કે તે એક નવા યુગનાં જૈવિક શસ્ત્ર હશે જેને કૃત્રિમ રીતે માનવમાં ઉભરતા જીવલેણ વાયરસમાં પરિવર્તિત કરી શકાય છે. એટલે કે ચાઇના પાંચ વર્ષ અગાઉ જૈવિક શસ્ત્રોથી ત્રીજી વિશ્વ યુદ્ધ લડવાની તૈયારી કરી રહ્યું હતું. આ પછી કોવિડ-19 રોગચાળો ડિસેમ્બર 2019માં સામે આવ્યો હતો જેણે સારા સારા દેશોને હચમચાવી મૂક્યા છે.

image source

મળતી માહિતી મુજબ ઓસ્ટ્રેલિયન વીકએન્ડ રિપોર્ટ news.com.au પર મૂકવામાં કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીટર જેનિંગ્સ સાથે આ બાબતે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે લાંબા સમયથી જે વાતોનો દાવો કરવામાં આવી રહ્યો હતો તે દાવાની સાબિતી માટે આ રિપોર્ટ મોટી કડી બની શકે છે. આ રિપોર્ટમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ચીની વૈજ્ઞાનિકો કોરોના વાયરસનાં વિવિધ સ્ટ્રનને સૈન્ય હથિયાર તરીકે ઉપયોગ કરવાનું વિચારી રહ્યાં હતા જો કે આ વચ્ચે ચીનની પોલ હવે ખુલી ગઈ છે.

image source

માનવામાં આવી રહ્યું છે કે આ લશ્કરી વાયરસ આકસ્મિક રીતે બહાર આવ્યો હશે તેથી જ ચાઇના હવે કોઈ પણ પ્રકારની બાહ્ય તપાસ અંગે સહકાર કરી રહ્યું નથી. અનનેચરલ ઓરીજન ઓફ સાર્સ એન્ડ ન્યુ સ્પેસીજ ઓફ મેનમેડ વાયરસ નામની જીનેટિક બાયોવેપસનનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રીજુ વિશ્વ યુદ્ધ જૈવિક શસ્ત્રો દ્વારા લડવામાં આવશે તો બીજી તરફ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે મળેલા ચાઇનીઝ દસ્તાવેજો નકલી નથી. હવે આ સ્થિતિમાં સવાલ એ છે કે 5 વર્ષ પહેલા આ પ્રકારની વાતો કરનારા અધિકારીઓ અને વૈજ્ઞાનિકો ચર્ચામાં કેટલી ગંભીરતા હતી? આ માહિતી બહાર આવ્યાં બાદ ચીન પર ઘણાં સવાલો થઈ રહ્યાં છે પરંતુ ચીન દ્વારા કોઈ વાત હજુ સુધીમાં સ્વીકારવામાં આવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!