આ ગામની જેલ તોડીને કોરોના પીડિત કેદીઓ ભાગી છૂટતા હાહાકાર, આ મામલે પોલીસ પણ થઇ ગઇ વિચારતી

હરિયાણા રાજ્યમાં આવેલ રેવાડી ગામમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ વધતા જતા કેસને ધ્યાનમાં રાખતા શનિવારના રોજ રાતના સમયે ફિદેડી ગામમાં આ જેલ બનાવવામાં આવી છે. આ નવી જેલ માંથી ૧૩ કેદીઓ દ્વારા બેરેકની ગ્રિલ કાપી નાખીને ભાગી ગયા હતા.

-હરિયાણા રાજ્યમાં ૧૩ કેદીઓ દીવાલ કુદીને ભાગી જતા હોબાળો મચી ગયો.

image source

-કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ આ ખાસ જેલ બનાવવામાં આવી હતી.

-રેવાડી ગામની પોલીસ દોડતી થઈ ગઈ છે.

સવારના સમયે જયારે પોલીસ દ્વારા કેદીઓની ગણતરી શરુ કરવામાં આવી તે સમયે આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાની જાણ થયા બાદ આખા પંથકમાં હોબાળો મચી ગયો હતો.

પોલીસ દ્વારા તપાસ કામગીરી કરવામાં આવી.

image source

આ ઘટના વિશેની તમામ જાણકારી મળી ગયા બાદ SP અભિષેક જોરવાલ જાતે જ ઘટના સ્થળે પહોચીને ઘટનાને સંબંધિત તમામ જાણકરી પ્રાપ્ત કરી હતી. ત્યાર પછીથી પોલીસ દ્વારા ભાગી ગયેલ કેદીઓની શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

હાલમાં જ આ જેલ બનાવવામાં આવી હતી.

image source

પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ, છેલ્લા થોડાક સમયથી હરિયાણા રાજ્યના રેવારી જીલ્લામાં આવેલ ફિદેડી ગામમાં નવી જેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા જતા કેસને ધ્યાનમાં રાખતા ફિદેડી ગામમાં આ જેલને અંદાજીત એક સપ્તાહ પહેલા જ પ્રદેશની કોવિદ જેલ બનાવવામાં આવી હતી. ફિદેડી ગામની આ જેલમાં આખા રાજ્ય માંથી અંદાજીત ૪૫૦ જેટલા કોરોના વાયરસથી સંક્રમિત કેદીઓને અહિયાં આ જેલમાં લાવવામાં આવ્યા છે.

રાતના સમયે જેલની ગ્રિલ કાપીને ભાગી ગયા હતા કેદીઓ.

image source

શનિવારના રોજ રાતના સમયે આ ૧૩ કેદીઓને જે બેરેકમાં કેદ કરવામાં આવ્યા હતા તે બેરેકની ગ્રિલ કાપીને બહાર આવી ગયા હતા અને ત્યાર બાદ જેલમાં ઓઢવા માટે આપવામાં આવતી ચાદરનું દોરડું બનાવીને જેલની દીવાલને કુદીને જેલ માંથી ભાગી ગયા હતા. જેલ માંથી ભાગી ગયેલ બધા જ કેદીઓને જેલમાં કડક કલમો અંતર્ગત જેલમાં રાખવામાં આવ્યા હતા. રવિવારના રોજ નિયમ મુજબ જયારે પોલીસ દ્વારા કેદીઓની ગણતરી કરવામાં આવી હતી, તે સમયે તમામ કેદીઓમાં ૧૩ કેડી ઓછા હોવાનું સામે આવ્યું હતું. હરિયાણા રાજ્યના રેવારી જીલ્લાના ફિદેડી ગામમાં બનાવેલ જેલ માંથી ભાગી ગયેલ ૧૩ કેદીઓ કોરોના વાયરસથી સંક્રમિત છે. એટલા માટે તે ૧૩ કેદીઓને ફિદેડીમાં બનાવવામાં આવેલ નવી જેલમાં લાવવામાં આવ્યા હતા. આ તમામ કેદીઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવાના લીધે આખા પંથકમાં ભય ફેલાઈ ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!