શું બલા છે ૯૯૬, જેના ચાલતા શાંતિની નિંદર ખોઈ બેઠા છે ચીનનાં યુવાનો…

હાલમાં જ એક પ્રખ્યાત સમાચાર એજન્સીનાં રિપોર્ટરે એક ચીની યુવાનો ઈન્ટરવ્યુ લીધો તો તેને જણાવ્યું કે આખા એક વર્ષ બાદ તે કોઈ યુવતી સાથે વાત કરી રહ્યો છે. જાણો શું છે ચીની યુવાનોની મુશ્કેલી.
ચીનનાં યુવાનો આ દિવસોમાં એક ગંભીર સમસ્યઓનો સામનો કરી રહ્યા. આ સમસ્યાનું નામ છે ૯૯૬. ઘણા ચીની યુવાનોએ આને લઈને ઘણા મોટા મંચ પર આની આલોચના કરી ચૂક્યા છે. ઘણી જગ્યાઓ પર ફરિયાદો કરી ચૂક્યા છે. પરંતુ હાલમાં તેમને આનાથી છૂટકારો મળતો નથી દેખાય રહ્યો. અસલમાં આ દિવસો ચીનમાં ડિઝીટલ કામકાજ ખૂબ જ ઝડપથી વધતા જઈ રહ્યા છે. તેની હેઠળ ઝડપથી એ ન્જીનીયર, કોડર, સોફ્ટવેર ડેવલોપર, ગેમ ડિઝાઈનર અને આઈટી સેક્ટરનાં લોકો આ ૯૯૬થી તકલીફમાં છે. એ મની રાતોની ઉંઘ આ ૯૯૬ એ હરામ કરી દીધી છે.
હકીકતમાં ૯૯૬નો અર્થ છે કે અઠવાડિયામાં છ દિવસ સવારે નવથી રાત્રે નવ વાગ્યા સુધી કામ કરવાની કલાકો. તે પણ કર્મચારીઓની મરજીથી નહિ પરંતુ દબાવમાં. ખાસ વાત એ છે કે તેના માટે તેમના વેતનમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો.

તેના ચાલતા ચીનનાં મોટાભાગમાં ટેકી યુવાનોનાં વર્ક-લાઈફ બેલેન્સ (કામ અને જીવનમાં સંતુલન) ખોઇ બેઠા છે અને અહીં-ત્યાં આની ફરીયાદ કરી રહ્યા છે.

હાલમાં જ એક ચીની યુવાન દ્વારા સમાચાર એ જન્સી એ એ ફપીનાં ઈન્ટરવ્યુ બાદ આ મામલો આખી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો. જ્યારે તે યુવાને જણાવ્યું કે એ એફપીની રિપોર્ટર સાથે વાત કરતા સમયે તેને અહેસાસ થયો કે તે પુરા એક વર્ષ બાદ કોઈ છોકરી સાથે વાત કરી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ૯૯૬ પર કામ કરાવતી કંપનીમાં હુઆવાઈ અને અલીબાબા જેવી કંપનીઓનાં નામ પણ છે. હાલમાં જ અમુક દેશોમાં એવી ચીની કંપનીઓનું લિસ્ટ જોરદાર વાઈરલ થઈ રહ્યું છે, જ્યાં ૯૯૬ ફોર્મ્યુલા લાગુ થયેલો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે એ વી લગભગ ૧૩૯ કંપનીઓ છે, જેમાં ૯૯૬નો ફોર્મ્યુલા લાગુ છે. બાદમાં સોશ્યલ મિડિયામાં આ વાત આગની માફક ફેલાઈ ગઇ. ચીનમાં પ્રખ્યાત સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ વીવો પર #૯૯૬ પર પોસ્ટ કરવામાં આવી રહેલી ચીજોને ૧.૫ કરોડ વાર જોવામાં આવી ચૂકી છે.

પરંતુ ચીનમાં આ વિરોધની જોરદાર આલોચના પણ કરવામાં આવી રહી છે. ઘણાબધા લોકો વિરોધ કરનારાને નકામા અને આળસું જણાવી રહ્યા છે. આમાં અલીબાબાનાં સંસ્થાપક જૈક માનું નિવેદન પણ શામેલ છે. તે ૯૯૬ પેટર્નને મહત્વકાંક્ષી લોકો માટે આશિર્વાદ જણાવી રહ્યા છે.

જોકે હજી સુધી આ ફોર્મ્યુલાને લઈને ચીની સરકાર કે પ્રશાસન તરફથી કોઈ ટિપ્પણી નથી કરવામાં આવી. હા, કમ્યુનિસ્ટ પાર્ટીનાં મુખપત્ર પીપુલ્સ ડેલીએ ચીનનાં ૪૦ કલાકનાં વર્કવિક કાયદાનો હવાલો આપતા ૯૯૬ પેટર્નને ખોટી જણાવી છે. તેઓએ આ વાત સંપાદકીયમાં પ્રકાશિત કરી હતી.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દુનિયામાં સૌથી વધારે કામ કરનાર દેશોમાં જાપાનનાં લોકોનું નામ આવતું હતું. પરંતુ હવે ત્યાં પણ શ્રમ કાનૂન બની ગયો છે. ત્યાં કોઈપણ મહિનામાં કોઈપણ કર્મચારી પાસે વધારે ૪૫ કલાક ઓવરટાઈમ કરાવવામાં આવી શકે છે. એ જ રીતે દક્ષિણ કોરિયામાં પણ એ ક અઠવાડિયામાં વધારેથી વધારે ૫૨ કલાક જ કામ કરાવી શકાય છે. પહેલા આ ૬૨ કલાક હતી.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ