વાસ્તુદોષને કારણે બને છે આ ચિત્ર, તેને ઘરમાં લગાવવાથી બચવું

વાસ્તુદોષ તમને બરબાદ કરવાની ક્ષમતા ધરાવે છે, તેનાથી બચવું હોઈ તો ઘરમાં આ પ્રકારના ફોટા ક્યારેય ન લગાવવા.

આપણા દેશમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ ખાસ મહત્વ આપવામાં આવે છે. લગભગ દરેક વ્યકિતનો એ જ પ્રયાસ હોઈ છે કે તે ઘરમાં આ વાસ્તુનાં બનાવેલા નિયમોનું પાન કરે. પરંતુ ઘણીવાર જાણકારીનાં અભાવને કારણે લોકોથી અમુક ભૂલો પણ થઈ જતી હોઈ છે. આ કારણે તેમના ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થઈ જાય છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઘરમાં કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ હોવો અશુભ માનવામાં આવે છે. તેનાથી તમારા ઘર અને પરિવારમાં ઘણી મુશ્કેલીઓ ટકોરા મારી શકે છે. એ મ કહેવામાં આવે છે કે જે ઘરોમાં વાસ્તુનાં બધા નિયમોનું પાલન થાય છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

તેનાથિ વિપરીત જે ઘરમાં વાસ્તુનાં નિયમોનો અણદેખા કરવામાં આવે છે ત્યાં દુ:ખ, ગરીબી અને અશાંતિ ઉત્પન્ન થવાનું જોખમ વધારે રહે છે. ખરેખર એ ક સારું વાસ્તુ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે દે છે તો ત્યાં જ વાસ્તુદોષ નકારાત્મક ઉર્જા પેદા કરે છે.

આ જ વાતોને ધ્યાનમાં રાખતા આજ અમે તમને અમુક એ વી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જેને ઘરમાં લગાવવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થઈ જાય છે. અવારનવાર લોકો સજાવટ માટે ઘરમાં ચિત્ર લગાવતા રહે છે, પરંતુ ઘણા અોછા લોકોને જ આ ખબર હશે કે અમુક વિશેષ પ્રકારનાં ફોટા ઘરમાં ન લગાવવા જોઈએ નહિતર તમારે વાસ્તુદોષનાં દુષપ્રભાવનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો પછી વગર કોઈ વિંલબે જાણી લઈએ કે ઘરમાં ક્યા ક્યા ફોટો ન લગાવવા જોઈએ .

તાજમહેલ આ વાતમાં કોઈ શંકા નથી કે તાજમહેલ ખૂબ સુંદર ચીજ છે. આ દુનિયાની સાત અજાયબીમાં પણ શામેલ છે. આ જ કારણ છે કે ઘણા લોકો ઘરમાં તાજમહેલનો ફોટો કે શોપીસ જેવી ચીજો સજાવટ માટે રાખે છે. પરંતુ તમારે આવું ન કરવું જોઈએ . તાજમહેલ ભલે પ્રેમનું પ્રતિક હોઈ પરંતુ તમારે એ વાત ન ભૂલવી જોઈએ કે આ મુમતાઝનો મકબરો પણ છે જેને શાહજહાં એ બનાવડાવ્યો હતો. એ વામાં આ તમારા ઘર પનોતી લાવી શકે છે.

સૂર્યાસ્ત જોવામાં તો સૂર્યાસ્તનો નજારો ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રનું માનીએ તો ઘરમાં તેનું ચિત્ર પણ ન લગાવવું જોઈએ . આ ઘરમાં આળસ અને નકારાત્મક ઉર્જાને વધારે છે. જેનાથી પરિવારની પ્રગતિમાં બાધા પણ આવી શકે છે. એ ટલે આ પ્રકારની તસવીર લગાવવાથી દૂર રહો.

નટરાજ શિવ ભગવાનનાં ઘણા રૂપમાંથી નટરાજ પણ એ ક છે. આ તેમનું પ્રલયકારી રૂપ માનવામાં આવે છે. આ રૂપમાં તમે તેમને તાંડવ નૃત્યગ કરતા જ જોઈ શકો છો. બસ આજ કારણ છે કે નટરાજજીની પ્રતિમા કે છબી ઘરમાં ન રાખવી જોઈએ . તેનાથી પરિવાર પર ઘણી તકલીફો આવી શકે છે.

મહાભારત યુધ્ધ ઘરમાં મહાભારતનાં યુધ્ધથી જોડાયેલી તસવીર પણ ન રાખવી જોઈએ . અમુક લોકોનું તો આ પણ માનવું છે કે ઘરમાં મહાભારત ગ્રંથને પણ ન રાખવો જોઈએ . તે પરિવારનાં સદસ્યો વચ્ચે વાદ-વિવાદનું કારણ બની શકે છે.

અમારી સલાહ એ જ હશે કે તમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આપનાર ફોટો જ લગાવો…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ