Cardless EMI’ની સુવિધા આપી રહી છે આ બેન્ક, ફક્ત મોબાઈલથી ચાલશે કામ, જાણો વધુમાં

ICICI Bankના પ્રમુખ રિટેલ સ્ટોરમાં આજે પ્રમુખ રીટેલ સ્ટોરમાં પેમેન્ટ માટે સંપૂર્ણ રીતે ડિજિટલ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. બેંકે કાર્ડલેસ ઈએમઆઈ નામ આપ્યું છે અને આ સુવિધાના આધારે ગ્રાહક તેમના ગેજેટ કે ઘરેલૂ ઉપકરણ સરળતાથી ખરીદી શકે છે. તેનાથી તેમના ખિસ્સાને બદલે ફક્ત મોબાઈલ ફોન અને પેનકાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. આ રીટેલ આઉટલેટ્સ પર પીઓએસ પર ફક્ત પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, પેન કાર્ડ અને ઓટીપી નાંખીને ઉંચા મૂલ્યના લેવડદેવડને સરળ બનાવ્યું છે.

image source

ક્રોમા, રિલાયન્સ ડિજિટલ, માય જિઓ સ્ટોર્સ સહિત અનેક સાથે કર્યા કરાર

આઈસીઆઈસીઆઈ બેંક રીટેલ સ્ટોર્સ સંપૂર્ણ રીતે ડિજિટલ, કાર્ડલેસ ઈએમઆઈ સુવિધા પનારી પહેલી બેંક બની છે. બેંકે ક્રોમા, રિલાયન્સ ડિજિટલ, માય જિઓ સ્ટોર્સ અને સંગીતા મોબાઈલ્સ સહિત રિટેલ વિક્રેતાના દેશભરના આઉટલેટ્સમાં સુવિધા આપવાનું કહ્યું છે. આ સ્ટોર પર ગ્રાહક કેરિયર, યકિન, ડેલ, હાયર, એચપી, લેનોવો, માઈક્રોસોફ્ટ, મોટોરોલા, નોકિયા,ઓપ્પો, પેનાસોનિક, તોશિબા, વિવો, વર્હ્લપુલ અને એમઆઈના બ્રાન્ડના ઉપકરણની ખરીદી માટે આ કાર્ડનો ઉપયોગ કરી શકાશે.

image source

મોબાઈલ ફોન અને પેનનો ઉપયોગ

બેંતના હેડનું કહેવું છે કે બેંકની કોશિશ રહી છે કે ગ્રાહકોને અત્યાધુનિક સુવિધા આપવામાં આવે અને બેંકિંગ સંબંધિત અનુભવને વધારીને તેને સરળ અને મુશ્કેલી વિનાનો બનાવાશે. ઈએમઆઈ પર ઘરેલૂ ઉપકરણો, મોબાઈલ ફોન અનગેજેટ્સની ખરીદી એક સામાન્ય વ્યવહાર છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર ઈએમઆઈ સુવિધાનો ઉપયોગ કરીને મોટી સંખ્યામાં ગ્રાહક ઉત્પાદન ખરીદે છે. ખરીદીને સરળ કરવા કાર્ડલેસ ઈએમઆઈ સુવિધાની શરૂઆત કરી છે, જેથી ગ્રાહક કાર્ડ કે વોલેટ વિના મોબાઈલ ફોન અને પેનનો ઉપયોગ કરીને લેનદેન કરી શકે. તહેવારની સીઝનમાં પોતાની પસંદના ઉત્પાદનોને સંપૂર્ણ રીતે સંપર્ક રહિત, ડિજિટલ અને સુરક્ષિત કરવાની સાથે ખરીદી શકાશે.

image source

આ રીતે ચેક કરો એલિજિબિલિટી

બેંકે લાખો Pre-approved customersને આ સુવિધાનો લાભ આપવાનું નક્કી કર્યું છે. તેઓએ કાર્ડનો ઉપયોગ કર્યા વિના નો કોસ્ટ ઈએમઆઈની સુવિધા મળશે. પ્રોસેસિંગ ફી મળશે નહીં, કસ્ટમર્સને ક્રેડિટના આધારે 10 લાખ સુધી પ્રી અપ્રૂવ્ડ લિમિટની સુવિધા મળશે. એલિજિબિલિટીને માટે કસ્ટમર્સ સીએફ ટાઈપ કરે અને તેને 5676766 પર મેસેજ કરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ