રાજકોટમાં કરફ્યુ માટે ક્યારે લેવાશે નિર્ણય? કલેક્ટર રેમ્યા મોહને કહ્યું કે, ‘રાજકોટમાં કોરોનાના કેસ વધતાં કરફ્યુ…’

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો છે અને આ બાબતે રાજકોટમાં પણ સ્થિતિ ગંભીર બની રહી છે. અમદાવાદમાં તો સાવચેતીના ભાગ રૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિક-એન્ડ કર્ફ્યુનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવી ચુક્યો છે અને હવે એવું કહેવાઈ રહ્યું છે કે રાજકોટ માટે પણ આવો કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.

image source

રાજકોટના જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ ંહતું કે રાજકોટમાં પણ કેસ વધતા કર્ફ્યુ લાગુ પાડી શકાય છે. અને તે બાબતે તેઓ વિચારી પણ રહ્યા છે. માત્ર અમદાવાદ રાજકોટ જ નહીં પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કોરોનાના સંક્રમણમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં તો આજે એટલે કે 20મી નવેમ્બરની રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવી ચૂક્યો છે. પણ હવે બની શકે કે રાજકોટમાં પણ આ પ્રકારનો કર્ફ્યુ લાદવામાં આવે કારણ કે આ પ્રકારનો જ સંકેત અહીંના જિલ્લા કલેક્ટર મોહન દ્વારા આપવામાં આવ્યો હતો.

image source

રેમ્યા મોહને એક પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે જે રીતે રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે તેને જોતાં અમદાવાદની જેમ રાજકોટમાં પણ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લઈ શકાય તેમ છે. જેના માટે તેઓ પોતાના સાથી કર્મિઓ સાથે ચર્ચા-વિચારણા કરીને નિર્ણય લઈ શકે તેમ છે. જોકે તેમણે રાજકોટના લોકોને અપિલ કરી છે કે કર્ફ્યુ બાબતે લોકોએ ગભરાવાની કોઈ જ જરૂર નથી. માત્ર સાવચેતીના ભાગ રૂપે જ તે બાબતે વિચારવામાં આવી રહ્યું છે અને સંક્રમણને ઘટાડવા માટે અને સ્થિતિને કાબુમાં રાખવા માટે આ નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે હજુ સુધી કોઈ જ છેલ્લો નિર્ણય આ બાબતે લેવામાં આવ્યો નથી. અને લોકોને અફવાઓ પર ધ્યાન નહીં આપવા પણ અપિલ કરવામાં આવી છે. તેમણે એ પણ જણાવ્યું કે રાજકોટમાં કેસ વધી રહ્યા છે સામે ટેસ્ટિંગ પણ વધ્યું છે.

image source

રાજકોટમાં કર્ફ્યુ લાદવામાં આવશે કે નહીં તે અંગેનો નિર્ણય આજે સાંજ સુધીમાં લેવાઈ શકે છે. તેમણે પોતાના સાથી અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરી છે અને અંતિમ નિર્ણય આજ સાંજ સુધીમાં જણાવવામા ંઆવશે તેવું તેમણે જણાવ્યું હતું.

image source

તાજેતરમાંજ ગુજરાતનો સૌથી મોટો તહેવાર એવા દિવાળી અને નવા વર્ષી ઉજવણી થઈ ગઈ.આમ જોવા જઈએ તો દર વર્ષની જેમ તેની ઉજવણી થઈ શકી નથી પણ તેમ છતાં લોકો પોતાના પર અંકુશ મુકી શક્યા નથી અને લોકોએ ફરવાનું આયોજન પણ કર્યું, મંદિરોમાં પણ લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા. લોકો શહેરોમાંથી તહેવારની ઉજવણી કરવા પોતાના ગામમાં પણ ગયા અને બને તેટલી રીતે તહેવારને પુર્ણ જુસ્સા સાથે ઉજવવાનો પ્રયાસ લોકો દ્વારા કરવામા ંઆવ્યો છે. અને કદાચ તેના જ પરિણામ સ્વરૂપ અમદાવાદમાં કોરોના બોમ્બ ફૂટ્યો અને છેવટે નગરપાલિકાએ વિક-એન્ડ કર્ફ્યુનો ગંભીર નિર્ણય લેવાનો વારો આવ્યો છે.

અમદાવાદમાં લાગુ પાડવામાં આવેેલા કર્ફ્યુમાં આજથી ત્રણ વાગ્યાથી બધી જ એસટી બસ સેવાઓને સોમવાર સવારના છ વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે તેમજ અમદાવાદમાં ફરતી બીઆરટીએસ તેમજ એએમટીએસની જાહેર બસ સેવાઓને પણ રાત્રીના 8 વાગ્યા બાદ સોમવાર સવાર સુધી બંધ રાખવમા ંઆવશે. દરેક પ્રકારના વાહનવ્યવહાર પણ આ સમય દરમિયાન બંધ રાખવામાં આવશે. માત્ર આવશ્યક સેવાઓને જ ચાલુ રાખવામાં આવશે.

image source

રાજકોટમાં પણ કોરોના વાયરસની સ્થિતિ વકરી રહી છે માટે આ જ પ્રકારનું કર્ફ્યુ બની શકે કે રાજકોટમાં પણ લાગુ પાડવામાં આવી શકે છે જો કે તે બાબતેનો અંતિમ નિર્ણય ઉપર જણાવ્યું તે પ્રમાણે આજ સાંજ સુધીમાં જણાવી દેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 23મી નવેમ્બરથી ધોરણ 9થી 12 માટેના શાળાના વર્ગો પણ શરૂ કરવામા ંઆવનાર હતા પણ ગઈ કાલે આ નિર્ણયને પણ મુલતવી રાખવામાં આવ્યો છે. અને હવે 23મીથી શાળાના વર્ગો શરૂ નહીં થાય તેવી પણ જાહેરાત કરવામાં આવી છે અને આ અંગે ફરી રીવ્યુ કરીને નિર્ણય લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ