અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા પછી ST બસના પ્રવેશ પર પ્રતિબંધ, શહેરમાંથી રાત્રે ઉપડતી અધધધ..બસો કરાઇ બંધ

અમદાવાદમાં દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ વધતાં 60 કલાકનો કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ કર્ફ્યુ શુકર્વારે રાત્રે 9 કલાકથી સોમવારે સવારે 6 કલાક સુધી અમલમાં રહેશે. આ સમય દરમિયાન શહેરમાં કર્ફ્યૂનો કડક અમલ કરવાનો રહેશે. આ સિવાય જાણવા એમ પણ મળ્યું છે કે કર્ફ્યુ અમલમાં આવ્યાની સાથે જ રાત્રિથી એસટી સેવા પણ બંધ.

image source

શહેરમાં શનિવાર અને રવિવાર 2 દિવસ સંપૂર્ણ કર્ફ્યૂ દરમિયાન એસટીના પૈડા પણ થંભી જશે. આજે રાત્રિ બાદ સોમવારે સવારે 6 કલાક સુધી એસટી સેવા પણ બંધ રહેશે. આજે રાત્રે 9 વાગ્યાથી એસટીનો શહેરમાં પ્રવેશ પ્રતિબંધિત હશે. બે દિવસના કર્ફ્યુ દરમિયાન શહેરમાં બહારથી આવતી બસોને બાયપાસ રૂટ પરથી ડાયવર્ડ કરવામાં આવશે.

image source

એસટી જ નહીં પરંતુ આજે રાત્રિથી એએમટીએસના પૈડા પણ થંભી જશે. આજે રાત્રે આઠ વાગ્યાથી એએમટીએસના પૈડા થંભી જશે. એટલે કે શનિવાર અને રવિવાર એમ બે દિવસ સુધી બસ સેવા બંધ રહેશે. એટલું જ નહીં આ કર્ફ્યુ બાદ જ્યાં સુધી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ રહેશે તે દરમિયાન દરરોજ રાત્રે આઠ વાગ્યાથી એએમટીએસ બસો બંધ થઈ જશે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કર્ફ્યુ અંગે રાજીવ ગુપ્તાએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી તેમણે જણાવ્યું હતું કે, કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મોડી રાત્રે થયેલી બેઠક બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યે સુધી અમદાવાદ શહેરમાં ‘સંપૂર્ણ કરફ્યુ’ લગાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન માત્ર દૂધ અને દવાની દુકાનોને જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય તમામ દુકાનો બંધ રહેશે.

સોમવાર બાદ પણ આગામી આદેશ સુધી શહેરમાં રાત્રિ કર્ફ્યુ તો યથાવત જ રહેશે. આ સમય દરમિયાન જે પણ લોકો બેદરકારીથી બહાર ફરતા ઝડપાશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરના દર્દીઓ માટે તંત્ર દ્વારા સિવિલમાં વધુ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય શહેર માટે નવા 600 તબીબોની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ તેની સાથે જ જરૂરી એ પણ છે કે લોકો સામાજિક અંતર, માસ્ક પહેરવું અને વારંવાર હાથ ધોવાના નિયમનું પાલન કરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ