ઊંટને આવ્યો જોરદાર ગુસ્સો, અને પોતાના માલિકને જ જીવતો ચાવી ગયો

અરેરે આ વળી શું? ઊંટ એટલો ગુસ્સે થયો કે, પોતાના માલિકને જ જીવતો ખાઇ ગયો!

image source

એક ઊંટનો કિસ્સો સામે અવ્યો છે જેમાં તે ગુસ્સામાં પોતાના જ માલિકને ખાઇ ગયો હતો. ઊંટ માલિકના માથાને ત્યાં સુધી ખાતો રહ્યો, જ્યાં સુધી માથુ શરીરથી છૂટું ન પડ્યુ. એટલુંજ નહિ , ઊંટની ભૂખ હજી પણ શાંત ન થઈ ,માટે તે પોતાના માલિકનો એક પગ પણ ખાઈ ગયો.

માલિકનો એક પગ પણ ઊંટ ખાઇ ગયો

image source

બનેલી ઘટના રાજસ્થાનના બીકાનેર જિલ્લાની છે. શહેરમાં આવેલા લાલગઢ કોલોનીની આ વાત છે. રવિવારે એક ઊંટને અચાનક એવો ગુસ્સો આવ્યોકે, તેણે કિકરમીસરમાં રહેતા ભંવરલાલને પોતાનું નિશાન બનાવ્યુ હતુ. ઊંટ ભંવરલાલનાં ગળાને મોઢામાં દબાવીને ખાઇ ગયું હતું. ઊંટ આ મોઢાને ત્યાં સુધી ખાતુ રહ્યુ હતું, જ્યાં સુધી ભંવરલાલાનુ ગળુ શરીરથી અલગ ન થયુ. ત્યારબાદ રસ્તા પર પડેલા મૃતકનો એક પગ પણ ઊંટ ખાઇ ગયો હતો.

માલિકનો મૃતદેહ રસ્તા પર જ બે કલાક સુધી પડ્યો રહ્યો હતો

image source

માહિતી મળ્યા બાદ ત્યાનાં સી આઇ ગુરુ ભુપેન્દ્રભાઇ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને લાશને બાજુમાં લઇ લીધી હતી. પોલીસએ જણાવ્યું કે ભંવરલાલ ઊંટ પર કાંકરી લઇ જઇ રહ્યો હતો. તે દરમિયાન જ ઊંટએ તેમને ગળાથી પકડી લીધા અને લાંબા સમય સુધી તેમને છોડ્યા જ નહિ. પરિણામે તેમનું માથું શરીરમાથી સાવ છૂટું પડતું ગયું.

ઘટના બન્યા પછી ભંવરલાલનો મૃતદેહ રસ્તા પર જ બે કલાક સુધી પડ્યો રહ્યો હતો. કોલોનીના લોકોની તેમના ઉપર નજર પડી, પરંતુ લોકો દૂરથી આ બધું જોતા રહ્યા. પરંતુ કોઈએ પણ તેમની પાસે જવાની હિંમત દાખવી શક્યા નહી. ત્યારબાદ, અમુક લોકોએ પછી હિંમત કરી અને દોરડું પકડીને ઊંટગાડીને રસ્તાના કિનારા પર લઈ જઈને ઝાડ સાથે બાંધી દીધી હતી.

image source

ભંવરલાલ ઊંટગાડી ચલાવી કુટુંબનું ભરણ-પોષણ કરતો હતો

આ ઘટનાની ખબર પડતાં જ ભંવરલાલનો દિકરો ચોરુરામ તરત જ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. આ ઘટનાની વિગત જણાવતાં પોલીસે કહ્યુ કે, મ્રુત્યુ પામેલા ભંવરલાલ ઊંટગાડી ચલાવીને પોતાના કુટુંબની રોજીરોટી ચલાવતો હતો. આ ઊંટને તેનો જ પાળીતો હતો. આ ઘટના બની ત્યારે સવારે 9 વાગ્યાની આસપાસનો સમય હતો, ત્યારે ભંવરલાલ રેલેવે કોલોની જવા માટે નીકળી રહ્યો હતો.

image source

આશરે ૧૫ દિવસ પહેલાં જૈસલમેર જીલ્લાનાં નોખ વિસ્તારમાં બની હતી, જેમાં પણ ઊંટએ તેના માલિક ઉપર હુમલો કર્યો હતો અને તે ખુબ જ ગંભીર ઇજા પામ્યા હતાં અને માલિકનું સારવાર દરમિયાન મ્રુત્યુ થયું હતું.

image source

આમ તો દરેક પ્રાણી વફાદાર જ હોય છે. પરંતુ આવી ઘટના સામે આવતા એવું પણ કહી શકાય કે પ્રાણીઓ મૂંગો જીવ હોવાથી તેને ક્યારે શું તકલીફ હોય એ ખબર પડી શકે નહિ અને પછી તેનો ગુસ્સો ગમે તે રીતે બહાર આવી શકે છે. દરેક પ્રાણીસંગ્રહાલયમાં દરેક પાંજરા પાસે લખ્યું હોય છે જે આપણે બધાંએ વાંચ્યુ જ હોય છે કે “પ્રાણીઓને કોઇ હેરાન કરશો નહિ”. એ સાચું છે કેમકે હેરાન કરવાથી આ ઘટનાની જેમ કાંઇપણ પરિણામ આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ