છેલ્લાં ૨૨ વર્ષોથી, આ ભુરજી-પાવ સ્ટોલ ચલાવવાવાળી વ્યક્તિએ ૨૫૦થી વધુ લોકોને આપ્યું જીવનદાન…

તેઓ ૧૯ વર્ષના હતા જ્યારે તેમણે પહેલી વખત એક છોકરીને પુણેમાં ડેન્ગલ બ્રિજની પાસે મુથા નદીમાં જિંદગી અને મોતથી ઝૂઝતાં જોયું. પોતાની જિંદગીની ચિંતા કર્યા વગર, તેઓ તેને બચાવવા નદીમાં કુદી ગયા. જી હા, રાજેશ દામોદર કાચી નામે એક ભુરજીપાવ સ્ટોલના મલિકે અત્યાર સુધી ૨૫૦થી વધુ લોકોના જીવ બચાવીને માનવતાની એક અનોખી મિશાલ કાયમ કરી છે.
છેલ્લા ૨૨ વર્ષોથી આ વ્યક્તિ જે ઓલ્ડ તોફખાના, શિવાજી નગરમાં ભુર્જીપાવનો સ્ટોલ ચલાવે છે અને ૨૫૦થી વધુ લોકોને ડૂબતા બચાવ્યા છે. આ ઉપરાંત તેમણે આત્મહત્યા કે આકસ્મિક મોતને કારણે નદીઓમાં ફેંકી દેવાયેલા ૬૦૦ શવને તેમના પરિવારજનોને સોંપ્યા છે. ૪૯ વર્ષીય રાજેશે આ બધું કોઈ ઇનામ કે રોકડની આશા રાખ્યા વગર કરે રાખ્યું છે.

પુણે મિરર સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે તે છોકરીને બચાવ્યા પછી, તેનો પરિવાર મને આભાર કહેવા મારા ઘરે આવ્યા હતા ત્યારે તેમની આંખોમાં જે ખુશી અને તેમના આશીર્વાદ જ મારા માટે ઇનામ છે. એ ભાવના એટલી અદભૂત હતી કે તેનું વર્ણન કરી નથી શકાતું. તે દિવસથી મેં લોકોના જીવ બચાવવાનો નિર્ણય કર્યો.
લોકોના જીવ બચાવતા – બચાવતા તેઓ એટલા પ્રસિધ્ધ થઈ ગયા કે જ્યારે પણ કોઈ ડૂબતું દેખાય, તો તરત જ તેમને બોલાવાય છે. અહીંયા સુધી કે પુણે પોલીસ પણ બચાવ કાર્યો માટે તેમના પર નિર્ભર કરે છે. વર્ષ ૧૯૯૭ અને ૨૦૦૪માં તેમણે ઘણા લોકોની મદદ કરી હતી, જ્યારે પુણેમાં ભારે વરસાદથી પીડિત હતું. પુરવાળા પાણીમાં તરીને તેમણે કેટલાય લોકોના જીવ બચાવ્યા હતા, નદીની નજીક રહેવાવાળા લોકોને તેમના ગંદા ઘરોમાંથી મહત્વપૂર્ણ સામાન હટાવવામાં મદદ કરી, વિકલાંગ, ઘરડાઓ, અને બાળકોને સુરક્ષિત, ઊંચી જમીન સુધી પહોંચવામાં ખૂબ મદદ કરી હતી.
રાજેશ કહે છે. “હું તમાકુ નથી ખાતો, નથી ધ્રુમપાન કરતો, દારૂનું સેવન પણ નથી.” તે તરે છે અને નિયમિતરૂપે વ્યાયામ કરે છે એટલેજ તેની પાસે શ્વાસ નિયંત્રણ અને સહનશક્તિ સારી છે. જેનો પૂરો પરિવાર બધી રીતે તેને સમર્થન કરે છે અને તેના આ સારા કામની પ્રસંશા કરે છે. તેમના પરિવારમાં તેમની પત્ની કલ્પના, દીકરી સોનાલી, પુત્ર આકાશ અને આશિષ છે.

પોલીસ દળમાં તેમનું યોગદાન એટલું પ્રભાવશાળી છે કે ત્યારે શિવાજીનગર પોલીસ સ્ટેશનના સબ –ઇન્સપેક્ટર મહેશ કુમાર સરતાપે તેમના કામ ઉપર એક ફિલ્મ બનાવી, જેનું નામ રાજુ: ધ લાઈફ સેવીયર.
જ્યાં સુધી હું કરી શકું છું ત્યાં સુધી જીવન બચાવવાનું કામ ચાલુ રાખીશ. હું કલ્પના કરી શકું છું કે એક પરિવાર પોતાના પ્રિયજનોની મોત પછી કેટલું દુઃખ થાય છે.

જીવન બચાવવું કોઈ સરળ કામ નથી અને જ્યારે બચાવવાવાળાની જિંદગી પણ ખતરામાં હોય. રાજેશે ખરેખરમાં કમાલનું કામ કરી બતાવ્યું છે. આપણે તેમની નિઃસ્વાર્થ સેવાને સલામ કરીએ.