પથરીના દર્દીઓ માટે ખાસ માહિતી, કઈ વસ્તુઓને ખોરાકમાં લેવી અને કઈ વસ્તુઓને ખાવાના ઉપયોગમાં લેવી નહિ..

.રોજની ભાગદોડવાળી જીવનશૈલી અને અવ્યવસ્થિત ખાવાને લીધે ઘણા લોકો પથરીના દર્દી બની ગયા છે. પથરીમાં આમ તો કોઈ તકલીફ નથી થતી પણ જ્યારે તેનો દુખાવો થાય ત્યારે આપણે સહન ન કરી શકીએ.

આપનું સ્વાસ્થ્ય આપણા ખાવા પીવા પર નિર્ભર કરે છે. દરેક બીમારીનું કયાંકને ક્યાંક કારણ ખોટી રીતે ખાવાનું લેવાઈ ગયેલ હોય છે. આમાંથી એક બીમારી છે પથરી. ઘણા લોકોને પથરીની તકલીફ હોય છે અને તેઓ પાણી વધારે પ્રમાણમાં પીવા લાગે છે. લોકોનું માનવું છે કે પાણી પીવાથી પથરી ઓગળી જશે અને શરીરની બહાર નીકળી જશે. તમને જણાવી દઈએ કે બીયાવાળા ફળ અને શાકભાજી ખાવાથી પથરીની સમસ્યા વધી જાય છે.

પથરીની સમસ્યામાં સૌથી વધુ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે પથરીના દર્દીઓએ બીજવાળી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહિ. આવું ખાવાનું ખાવાથી પથરીની સાઈઝ ઘટવાની જગ્યાએ વધી જાય છે. બીજવાળા ફળ અને શાકભાજી જેમાં ટામેટા, રીંગણ, લીંબુ જેવી વસ્તુઓ સામેલ છે. એટલા માટે આવી વસ્તુઓનું સેવન નહીવત કરવું જોઈએ.

જો તમે આ બીજવાળી વસ્તુઓનું સેવન કરો છો તો તમારે એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે દિવસભર તમારે પાણી વધારે પ્રમાણમાં પીવું જોઈએ. શરીરમાં પાણીની માત્રા ઓછી ન થવી જોઈએ. કારણ કે શરીરમાં જ્યારે બીજવાળો ખોરાક જશે ત્યારે વધારે પાણી બીજને શરીરમાં રહેવા દેશે નહિ. પાણીની સાથે બીજ પણ બહાર નીકળી જશે.

પથરીમાં બીજી એવી કઈ વસ્તુઓ છે જે ન ખાવી જોઈએ.
પથરીના દર્દીએ હંમેશા વધારે ચરબીવાળા ખોરાકથી દૂર રહેવું જોઈએ. જેમ કે તૈલી વસ્તુઓ, માંસાહાર ચરબી યુક્ત વસ્તુઓ, ક્રીમ, કુલ્ફી, માખણ, દૂધ વગેરે જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. સાથે સાથે ખાવામાં તેજ મસાલેદાર ભોજન, કોબીજ, ફુલાવર, સોડા અને દારુ જેવી વસ્તુઓ પણ લેવી નહિ કારણ કે તેના કારણે કબજિયાત અને ગેસ
જેવી તકલીફ થતી હોય છે. એટલા માટે બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે આવા ખાવાથી તમે દૂર જ રહો.

એવી કઈ વસ્તુઓ છે જેનો ઉપયોગ વધારી દેવો જોઈએ.
તમારે ખાવામાં હલકું ફૂલકું અને પોષકતત્વો મળે એવી વસ્તુઓ ખાવી જોઈએ. લાઈટ માખણ અને ફ્રુટ આની માટે ફાયદાકારક છે. આનથી વધુ તમે ખાવા માંગો છો તો તમે પપૈયું, સફરજન, શક્કરીયા, ડુંગળી વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.