ભાજપના આ મંત્રી કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી ભગવાન શિવનો અવતાર છે? જાણો કોણ છે આ બફાટ કરતાં મંત્રી….

મંત્રી ભારદ્વાજએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહ્યા શિવના અવતાર.

હિમાચલ પ્રદેશની રાજધાની સિમલા સાથે સંબંધ ધરાવનાર શહેરી વિકાસ મંત્રી સુરેશ ભારદ્વાજનો ગુરુવારે એક વિડીયો સોશિયલ મીડીયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં શહેરી વિકાસમંત્રીએ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભગવાન શિવના અવતાર તરીકે ગણાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શહેરી વિકાસમંત્રી સુરેશ ભારદ્વાજ ગુરુવારે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સિમલા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

image source

મહાશિવરાત્રી પર રામ મંદિરમાં સિમલા શહેરના વિધાયક અને શહેરના વિકાસ મંત્રી સુરેશ ભારદ્વાજએ મીડિયા સાથેની વાતચીતમાં આપણા દેશના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભગવાન શિવના અવતાર પુરુષ જણાવ્યા છે. એમને કહ્યું હતું કે મહાશિવરાત્રીના સંદેશને આપણે એ રુપમાં જોઈએ છીએ કે પ્રધાન મંત્રી નરેન્દ્રઓડી 2019ની ચૂંટણી પછી અને એ ચૂંટણીના પરિણામ પહેલા કેદારનાથ ગયા હતા અને ત્યાં બે દિવસ એમને ગુફામાં જ પસાર કર્યા હતા અને નરેન્દ્ર મોદીએ વર્ષ 2019ની ચૂંટણીમાં જીત મેળવી હતી. એમના પર ભગવાન શંકરનો હાથ છે અને એમને ભગવાન શંકરનો આશીર્વાદ મળેલો છે.

પીએમ નરેન્દ્ર મોદીને મળ્યું છે ભગવાન શંકરનું વરદાન.

image source

સુરેશ ભારદ્વાજએ આગળ કહ્યું હતું કે આખી દુનિયા પીએમ નરેન્દ્ર મોદીને વિશ્વ નેતાના રૂપમાં જોઈ રહી છે. એમના કારણે જ કોરોના જેવા વાયરસની એક નહિ પણ બબ્બે વેકસીન ભારતમાં બની છે. સૌથી વધુ વેકસીનેશન ભારતમાં જ થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીને ભગવાન શંકરનું વરદાન મળેલુ છે.

ભગવાન શિવના રૂપમાં નરેન્દ્ર મોદી અવતરિત છે.

image source

શહેરી વિકાસ મંત્રી સુરેશ ભારદ્વાજએ કહ્યું કે ભગવાન શંકરના અવતાર પુરુષના રૂપમાં નરેન્દ્ર મોદી અવતરિત થયા છે. એમના કારણે જ કોરોના મહામારીથી દુનિયાના મોટા મોટા દેશોની સરખામણીમાં ભારતમાં ખૂબ જ ઓછો મૃત્યુ દર રહ્યો છે. બીજેપી સરકારના મંત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વડાપ્રધાન મોદી કોરોના સામે લડ્યા છે’પ્રધાન સુરેશ ભારદ્વાજે જણાવ્યું કે, કોરોના રોગચાળા દરમિયાન પીએમ મોદીએ આ રોગ સાથે જે રીતે કાર્યવાહી કરી છે. તેને કારણે, તેમને વિશ્વ નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બનતાં પહેલાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા અને ગુજરાતના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ પણ નરેન્દ્ર મોદીના નામે જ છે.

image source

સીમલાના વિધાયક છે સુરેશ ભારદ્વાજ.

શહેરી વિકાસ મંત્રી સુરેશ ભારદ્વાજ હિમાચલ સરકારના વરિષ્ઠ મંત્રી છે. એ સિમલા જિલ્લાના વિધાયક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!