રબારી સમાજના દંપતીએ પોતાના કુણા માખણ જેવા દોઢ વર્ષના દીકરાનું કર્યું દાન, જાણો શું છે આ પાછળનું મોટું કારણ

બે પૈસાનું પણ દાન કરવા માટે તમારે લાખ રૂપિયાનું કાળજું જોઈએ. આપણે અવાર નવાર એવા કંઈક કિસ્સા જોયા છે કે જેમાં અઢળક દાન આપવામાં આવ્યું હોય અને લાખો કરોડો રૂપિયાની કોઈ જ કિમત નથી આકવામાં આવતી. ત્યારે હવે એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે અને લોકો ભારે વખાણ કરી રહ્યા છે.

આમ પણ કહેવાય છે કે દાન આપવું એ સૌરાષ્ટ્રની પરંપરા છે. કદાચ પુણ્યનું ભાથુ આ દાનથી જ પ્રાપ્ત થતું હશે. 2 વર્ષ પહેલાની આ વાત છે સાવરકુંડલામાં રહેતા અને દુધનો વ્યવસાય કરતા અશોક લુણીએ પોતાના કાળજાના કટકાનું દાન કર્યું હોવાનો કિસ્સો પણ ખુબ જ ચર્ચાયો હતો. ત્યારે હાલમાં બીજો એક આવો કિસ્સો સામે આવ્યો

આ વાત છે કચ્છના હિમાલય ડુંગરની તળેટીમાં થાન જાગીર મધ્યે રબારી સમાજના દપતીની કે તેણમે એક એવું દાન કર્યું છે જે ધાર્મિક સેવા અને અઢારે વર્ણના લોકો જોતા રહી ગયા છે. તેમણે દોઢ વર્ષના દીકરાને ગુરુને આપેલું વચન પૂરું કરીને રબારી દંપતી એ હસતા મોઢે દીકરાનું દાન આપ્યું હતું આપેલું વચન પૂરું પાડ્યું છે.

ધાર્મિક કે સામાજિક કાર્યક્રમોમાં લોકો લાખો કરોડાના દાન આપતા જોયા છે પણ પોતાના લાડકવાયા દીકરાનું દાન આપવાના કિસ્સા બહુ ઓછા જોવા મળતા હોય છે. પણ આ દંપતીએ પોતાના દોઢ વર્ષના દીકરાને દાનમાં આપી આપેલા વચનને પુરુ કર્યું અને એ દીકરા ઘનશ્યામને ધોરમનાથ દાદાના સ્થાને મહંત સોમનાથજીને અર્પણ કર્યો હતો.

વિગતે વાત કરીએ તો રબારી સમાજના મૂળ નખત્રાણા તાલુકાના ખાભલા ગામના હાલે ભીમપુરામાં રહેતા રાજાભાઇ ગાભાભાઈ રબારી અને તેમના પત્ની વાલ બાઈ રબારીના પહેલા એક પુત્ર અને એક પુત્રી હતા પણ કોઈ સંજોગોના કારણે બન્ને ભાઈ બહેનો મૃત્યુ પામ્યા હતા તે પછી કચ્છના હિમાલયની તળેટી થાન જાગીર મધ્યે દાદા ધોરમનાથ બિરાજમાન છે અને તેના મહંત ગુરુ સોમનાથજીના આર્શીવાદથી આ દંપતી ને બીજા બે બાળકો જન્મ આપ્યા અને થોડા વર્ષો પછી વધુ એક બાળકનું જન્મ થતા ત્યારે ગુરુને આપેલું વચન યાદ કરી બાળક દોઢ વર્ષનું થતા રબારી સમાજના દંપતી એ પોતાના દીકરા ઘનશ્યામને દાદાના મંદિરે સુપ્રત કર્યો હતો.

અહીંના ઘીનોધર ડુંગરની તળેટીમાં વર્ષોથી સિધ્ધ યોગી નવરાત્રીમાં ખડકની આકરી તપસ્યા 12 વર્ષથી સોમનાથજી કરી રહ્યા હતા અને આ તપસ્યા પુરી થતા ગુરુની ઈચ્છા અનુસાર અહીં શિવ મહાપુરણ અને દેવી ભાગવત કથાનું આયોજન થયું હતું અને જાગીરના અનુયાયીઓ અને ભક્તો દ્વારા કથા નવ દિવસથી ચાલી રહી છે.

કથાના મુખ્ય વક્તા નાનાલાલ રાજ્ય ગુરુ અને ગૌ ભક્ત ધનેશ્વર મહારાજ કથાનું રસ પાન કરાવી રહ્યાં છે જેમાં દરોજ ત્રણ હજાર લોકો કથા સાંભળી રહ્યા છે. રબારી સમાજની ભૂતકાળમાં ધાર્મિક પરંપરા રહી છે કે પોતાના અનેક દીકરાને સાધુ અને ગાયો અને અઢાર વર્ણની સેવામાં દાન આપી દીધા છે. ત્યારે ફરી એકવાર આ પરંસપરા જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ