વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીઆશ્રમની બુકમાં શું લખ્યો સંદેશ! જાણો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આઝાદીના 75 વર્ષ – આઝાદી કા અમૃત મહોત્સવના રાષ્ટ્રવ્યાપી ઉજવણી કાર્યક્રમોનો પ્રારંભ આઝાદી આંદોલનના મુખ્ય કેન્દ્રબિંદુ એવા સાબરમતી આશ્રમથી કરાવતા આ અમૃત મહોત્સવ 130 કરોડ ભારતવાસીઓ માટે સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રેરણા, નવા વિચારો, નવા સંકલ્પો અને નયા ભારતના નિર્માણનું અમૃત બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

image soucre

વડાપ્રધાન એ આગામી સ્વાતંત્ર્ય દિવસ 15 ઓગસ્ટ 2022 સુધી સમગ્ર દેશમાં 75 સપ્તાહ સુધી આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમોનો શુભારંભ અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવીને કરાવ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવવા સવારે અમદાવાદ પહોંચ્યા હતા. અહીં તેઓ સૌથી પહેલા ગાંધી આશ્રમની મુલાકાતે ગયા હતા. વડાપ્રધાને પૂજ્ય બાપુની ચરણવંદના કરી અને તેમણે આશ્રમની મુલાકાત નોંધમાં પોતાના અભિપ્રાય વ્યક્ત કરી પૂજ્ય બાપુને ભાવાંજલિ આપી હતી. તેમણે નોંધ પુસ્તકમાં લખ્યું હતું કે,

“ આશ્રમમાં આવી અને પૂજ્ય બાપૂની પ્રેરણાથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધુ મજબૂત થાય છે. અહીંના પવિત્ર વાતાવરણમાં એકાકાર થઈએ છીએ તો સ્વાભાવિક જ તપ અને ત્યાગની ભાવના વધી જાય છે. સાબરમતી આશ્રમથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મસમ્માનનો પણ સંદેશ આપ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે આ પ્રેરણા આ પુણ્ય સ્થળ પર પુન: આવી ધન્યતા અનુભવું છું.

આઝાદીનો અમૃત મહોત્વસ ભારતના સ્વતંત્રતા સંગ્રામને કતજ્ઞ દેશવાસીઓ દ્વારા આપવામાં આવી રહેલી કાર્યાજંલિ છે. આ મહોત્સવ દરમિયાન દેશમાં સ્વતંત્રતાના આંદોલનના દરેક પડાવ, દરેક મહત્વના ક્ષણને અમે યાદ કરી ભવિષ્ય નિર્માણ માટે નવી ઉર્જા સાથે આગળ વધશે. મને વિશ્વાસ છે પૂજ્ય બાપૂના આશીર્વાદથી ભારતવાસીઓ પોતાના કર્તવ્યોનું પાલન કરવાની સાથે અમૃત મહોત્વસના ઉદ્દેશોને અવશ્ય સિદ્ધ કરશું. “

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાસ્થળેથી સંબોધન કરતાં કહ્યું હતું કે, અંગ્રેજી શાસનના પાયામાં લુણો લગાડનાર સ્વાતંત્ર્ય સંગ્રામની અભૂતપૂર્વ ઘટના એવી દાંડી યાત્રાના 9 દાયકા અને દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશની જનતામાં રાષ્ટ્રપ્રેમ અને જન-ચેતના ઉભી થાય તેવા ઉમદા આશયથી અમદાવાદના જગ પ્રસિદ્ધ સાબરમતી આશ્રમથી રાષ્ટ્રવ્યાપી ઉજવણીની શરૂઆત કરાવી હતી.

તેમણે કહ્યું કે, આઝાદ ભારતના ઐતિહાસિક કાળખંડના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. દાંડી યાત્રાની વર્ષગાંઠ અને ભારતની આઝાદીના અમૃત મહોત્વના પ્રારંભ અવસરે આપણે સૌ ઇતિહાસ બનતો જોઇ રહ્યા છીએ.

વડાપ્રધાનએ સેલ્યુલર જૈલ, મુંબઇનું ઓગસ્ટ ક્રાંતિ મૈદાન, ઝલિયાવાલા બાગ જેવા ઐતિહાસિક સ્થળો અને રાણી લક્ષ્મીબાઇ, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર જેવા સ્વાતંત્ર્યવીરોનો ઉલ્લેખ કરી કહ્યું કે, આજના દિવસે ભારતની આઝાદીની લડતના કેટલાય પૂણ્ય દિવસ, પૂણ્ય આત્માઓ અને પૂણ્ય તીર્થો આપણાં સ્મૃતિપટ પર એકઠા થયા છે. આજના દિને ભારતની આઝાદીનો ઐતિહાસિક સંધર્ષ, ઉર્જા, બલિદાન દેશભરમાં પુન:જાગૃત થયા છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

વડાપ્રધાનએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહૂતિ આપનારા અને સ્વતંત્રતાની લડતને નેતૃત્વ આપનાર વીરોના ચરણોમાં નમન અને વંદનનો ભાવ વ્યક્ત કર્યો હતો. તેઓએ આઝાદ ભારતની રક્ષા કાજે સરહદો પર જીવનને ન્યોછાવર કરનારા શહીદ વીરો અને આઝાદ ભારતની પ્રગતિની એક-એક ઇંટ મૂકનારા અમર આગેવાનો પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ