જૂનાગઢમાં ફફડાટ મચાવી દેનારી બનાવ, બે સિંહોએ યુવતી પર કર્યો હુમલો, એકને ફાડી ખાધી, બીજીની પરિસ્થિતિ આવી

સામાન્ય રીતે સિંહ મનુષ્યનો શિકાર કરતા નથી. પરંતુ ગઇ કાલે રાત્રે બે સિંહોએ જૂનાગઢના વંથલી તાલુકાના ધણફુલિયા અને સોનેરડી ગામની વચ્ચે આવેલા વિસ્તારમાં એક 17 વર્ષની કિશોરીને ફાડી ખાધી છે. આ ઘટનાથી ખુદ વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે. યુવતીનો મૃતદેહ પી.એમ. માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પણ હવેની પરિસ્થિતિ એવી છે કે, વન્ય પ્રાણી માનવ વસાહત ઘૂસી હુમલા કરવાની ઘટના સામે આવી છે. જેમાં બે કિશોરી ઉપર સિંહના હુમલામાં એક કિશોરીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જયારે એક કિશોરી ભાગતા તેનો બચાવ થયો છે. વન વિભાગ દ્વારા બંન્ને સિંહોને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

વિગતે વાત કરવામાં આવે તો જૂનાગઢના ધણફુલીયા ગામે ગત રાત્રીના 9 વાગ્યા આસપાસ બે સિંહો આવી ચડ્યા હતા. જયારે ગોધરાના મોરવા હડફ ગામેથી ખેતીમાં મજૂરી કરવા આવતા પરીવારની બે કિશોરી સિંહનો શીકાર બની હતી. જેમાં બંને કિશોરી શોચક્રિયા માટે વાડીની બહાર નીકળતા સિંહે હુમલો કર્યો હતો. જેમાં ભાવના પારગી (ઉ.17) ઉપર સિંહે હુમલો કરતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે રેખા પારગી ત્યાંથી ભાગી છૂટતા નાની મોટી ઇજા થતા બચી જવા પામી હતી.

જયારે મૃતક કિશોરીના મામાનું કહેવું છે કે, રાત્રીના સમયે બંને દીકરી બહાર શૌચક્રીયા માટે નીકળી ત્યારે બે સિંહો આવી ચડ્યા હતા. જેમાં એકને ઉઠાવી લઇ ગયો હતો. વાડીથી 100 ફૂટ દૂર અન્ય ખેતરમાં લઈને ફાડી ખાધી હતી, ત્યારે જાણ અમને અને આસપાસના વાડી વિસ્તારના લોકોને ખબર પડતા સિંહના મોઢામાંથી છોડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ફાડી ખાધી હતી. સિંહો ભાગી છૂટ્યા હતા. સિંહોએ હુમલો કરતા વન વિભાગ અને પોલીસને જાણ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો ગોધરાના મોરવા-હડફનો પરપ્રાંતીય પરિવાર અહીં હરસુખભાઈ નામના ખેડૂતની વાડીએ કામ કરતો હતો. બંને કિશોરીએ રાત્રે કુદરતી હાજતે ગઈ હતી. આ દરમિયાન બે સિંહોએ તેમના ઉપર હુમલો કર્યો હતો. જોકે એક યુવતી વાડીમાં એવેલી પાણીની કુંડીમાં પડી જતા તે બચી ગઇ હતી. જૂનાગઢમાં સિંહે મનુષ્યનું મારણ કર્યું હોય તેવો રેરેસ્ટ ઓફ રેર બનાવ છે. બનાવ બાદ વિસ્તરણ રેન્જ ગીર-સોમનાથ એ.સી.પી. ઉષ્મા નાણાવટી ઘટનાસ્થળે દોડી ગયા હતા. જે બાદમાં સિંહોના પકડવા માટે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે મનુષ્યનું મારણ કરનાર સિંહોનો આજીવન કેદની સજા ફટકારવામાં આવતી હોય છે. એટલે કે આવા સિંહોને પકડીને જંગલમાં નથી છોડવામાં આવતા. તેમને આખી જિંદગી એક પાંજરમાં પૂરી દેવામાં આવી છે. સિંહના હુમલામાં મોતને ભેટેલ ભાવના પારગી 15 દિવસ પેહલા ગોધરાના મોરવા હડફ ગામેથી તેના માતા પીતાની મંજૂરી લઈને મામા પાસે ધણફુલીયા ગામે મજૂરી કરવા આવી હતી. ગત રાત્રીના ભાવના અને રેખા બંને રાત્રે પરીવાર સાથે ભોજન કરી શોચક્રિયા માટે બહાર નીકળતા અચાનક વાડીની બાજુમાં સિંહો આવી ચડ્યા હતા. હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં ભાવના નામની કિશોરી સિંહનો શિકાર બની હતી. જયારે અન્ય રેખા સિંહને જોઈ જતા ભાગી હતી. ખેતરમાં આવેલ પાણીની કુંડીમાં કૂદકો મારતા બચી જવા પામી હતી.

જો વધારે વાત કરવામાં આવે તો સિંહના હુમલા મુદ્દે સ્થાનીક ગ્રામજનોનું કેહવું છે કે, અનેક વાર વન્ય પ્રાણી સિંહ દીપડા આવે છે પણ સિંહે કોઈ દિવસ માનવી ઉપર હુમલાઓ નથી કરતા. ત્યારે આ વિસ્તારમાં પહેલી વાર બન્યું છે ત્યારે સિંહ હુમલાની ઘટના બનતા વન વિભાગ આવીને સિંહોના મોઢામાંથી કિશોરીને છોડાવી હતી. ત્યારે હવે વન વિભાગે પણ આવા બનાવ ના બને તે માટે કંઈક કરવું જરૂરી છે નહિ ખેતી કરવી મુશ્કેલ બની જશે.

સિંહ હુમલાની ઘટના બાદ વન વિભાગ દોડતું થયું હતું. સમગ્ર મામલે તાપસ શરૂ કરી હતી. સિંહો ક્યાંથી આવ્યા અને કેવી રીતે ઘટના બની તેની ઊંડાણ પૂર્વક તાપસ શરૂ કરી છે. સિંહોને પાંજરે પુરવા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. સિંહ વધુ કોઈ માનવ હુમલો કરે તે પહેલા પકડી લેવા કવાયત હાથ ધરી છે. બીજી બાજુ વન્ય પ્રાણી હુમલામાં મૃત્યુ પામેલ પરીવારને રાજ્ય સરકાર તરફથી મળતી સહાય વહેલી તકે ચૂકવાય તેની પણ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ