સેન્ડવિચ મસાલો – બાળકોને બહારની જ સેન્ડવિચ પસંદ આવે છે? તો હવે આ મસાલા સાથે તમે પણ બનાવો બહાર જેવી જ…

આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “સેન્ડવિચનો મસાલો બનાવવાની પરફેક્ટ રેસિપી આ મસાલો ખૂબ જ સ્વાદિષ્ટ છે. કોઈપણ જાતની સેન્ડવિચ ભલે પછી એ આલૂ મટર,વેજીટેબલ કે પછી ચીઝ સેન્ડવિચ હોય કે કોઈપણ સેન્ડવિચ હોય તેનો સ્વાદ દશ ગણો વધારી દેશે. આ સેન્ડવિચનો મસાલો તમે એકવાર બનાવીને રાખી લો તો કાયમ સેન્ડવિચની મજા તમારી બોઉં જ વધી જશે”

જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવી આ સેન્ડવિચના મસાલાનો ઉપયોગ કરીને બનાવશો એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.સ્વાદ એટલો બેમિસાલ આવશે કે ખાધા પછી પણ સ્વાદ દાઢે જ વળગી જશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

સેન્ડવિચ મસાલા માટે –

  • ૨ ટી સ્પૂન જીરું
  • ૨ ટી સ્પૂન લવિંગ
  • ૧ ટેબલ સ્પૂન આખા મરી
  • ૨ ટુકડા તજ
  • ૧ ચકરી ફૂલ
  • ૪ ટી સ્પૂન વરિયાળી
  • ૨ ટી સ્પૂન ચાટ મસાલો
  • ૨ ટી સ્પૂન આંબોળિયા નો પાવડર
  • ૨ ટી સ્પૂન સંચળ પાવડર
  • ૧ ટી સ્પૂન મીઠું
  • ૧ ટી સ્પૂન સંચળ અથવા આખું મીઠું

રીત :

૧. સેન્ડવિચ મસાલો બનાવવા માટે ઉપર આપેલી સામગ્રી માં જણાવેલા આખા મસાલા ને ૨ મિનિટ શેકી લેવા.

૨. પછી ઠંડુ પડે એટલે એમાં સુખા મસાલા ઉમેરી દેવા.

૩. તૈયાર મિશ્રણ ને મિક્સર માં ઝીણું દળી લેવું.

૪. આ સેન્ડવિચ મસાલા ને સ્ટોર કરી ને લાંબા સમય સુધી વાપરી શકાય.

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.