PSI અમિતા જોષી કેસમાં નવો વળાંક – દીકરાની નવી જીદ

PSI અમિતા જોષી આપઘાત કેસમાં દિવસે અને દિવસે નવા વળાંકો સામે આવતા રહે છે અને કંઈક નવી પરિસ્થિતિ ઉભી થતી રહે છે. ત્યારે આજે ફરી એકવાર આ કેસ ચર્ચામાં આવ્યો છે. આ વખતે આ કેસની ચર્ચા બાળકને લઈને સામે આવી છે અને બાળકે પિતા સાથે રહેવાની જીદ કરી હોવાનું બહાર આવ્યું છે. તો આવો જાણીએ કે આ કેસમાં અત્યાર સુધી શું શું કાર્યવાહી થઈ છે અને કેસ કેટલો આગળ વધ્યો છે. ઉધનાના PSI અમિતા જોષી આપઘાત કેસમાં પોલીસે પતિ અને સાસરિયાંની મંગળવારે ધરપકડ કરી પણ હવે પોલીસ માટે PSI જોષીના સાડા ચાર વર્ષના દીકરાને સાચવવાની જવાબદારી આવી પડી છે. કારણ કે બાળક તેના પિતા અને દાદી પાસે જ રહેવાની જીદ કરે છે.

image source

મળતી માહિતી પ્રમાણે વિગતે વાત કરીએ તો બાળકે નાના-નાની કે માસી પાસે જવું નથી અને પિતા સાથે જ રહેવું છે. તો આ તરફ અમિતા જોષીએ લાલચુ સાસરિયાઓ અને લફડાબાજ પતિ વૈભવના ત્રાસથી ત્રાસી આત્મહત્યા કરતા પિતા બાબુભાઈ જોષીએ પતિ વૈભવ, સાસુ હર્ષા, સસરા જીતેશ, નણંદ મનિષા અને અંકિતા વિરુદ્ધ ફરિયાદ આપતા વૈભવ સિવાયના આરોપી જ્યુ.કસ્ટડીમાં છે. જ્યારે વૈભવની વાત કરીએ તો એ હાલમાં 2 દિવસના રિમાન્ડ પર છે. આત્મહત્યા કરનાર અમિતાની બહેન કાજલ જોશીએ આ પહેલાં કહ્યું હતું કે કે, તેઓ બહેન અમિતાની નિશાની એવા બાળકને પોતાના પાસે રાખવા માંગે છે. અમે તેની સંભાળ રાખવા માંગીએ છે.

image soucre

કાજલે આગળ વાત કરી કે બહેન બાળકના રૂપમાં અમારા માટે જીવતી રહેશે. તેમજ હાલ બધા જેલમાં છે ત્યાર સુધી તો બાળકને અમને સોપો. પછી કોર્ટ જે નક્કી કરે તે નિર્ણય અમે માન્ય રાખીશું. પણ જોવાનું એ છે કે બાળક પિતા સાથે જ રહેવાની જીદ કરે છે અને માસી પાસે જવાની ના પાડે છે, તૈયાર થતું જ નથી. હાલમાં કાયદાકીય કાર્યવાહી વિશે વાત કરવામાં આવે તો મહિધરપુરા પોલીસે વૈભવને કોર્ટમાં રજુ કરી 2 દિવસના રીમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ માટેના મુખ્ય મુદ્દાઓમાં જણાવ્યું કે, અમિતાએ ઘણું લખાણ લખ્યું હતું. તેમાંથી ઘણું લખાણ તેની બોડી પાસેથી મળી આવ્યું હતું. અન્ય કોઈ લખાણ છે કે શું તેની તપાસ કરવાની છે.

જ્યારે બીજી તરફ આ કેસમાં અમિતાના પિતાને શંકા છે કે, બનાવ બન્યો ત્યારે વૈભવની હાજરી સુરતમાં હતી. તેથી ખરેખર તેની હાજરી હતી કે કેમ, તેનો આ કેસમાં કેટલો હાથ છે.. વગેરે સવાલોને લઈને તેની તપાસ કરવાની છે. વૈભવના અન્ય મહિલાઓ સાથે આડા સંબંધો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. તે બાબતે પણ હાલમાં તપાસ કરવાની શરૂ છે. અમિતા અને વૈભવના મિલકત બાબતે તપાસ કરવાની છે. વૈભવ સાવકુંડલા ખાતે એક મહિલાના સંપર્કમાં હતો તે મહિલા બાબતે તપાસ કરવાની છે. એ જ અરસામાં આ મામલે એસીપી એમ.બી.વસાવાએ જણાવ્યું કે, કાયદા અનુસાર બાળક તેના માતા કે પિતા સાથે રહી શકે છે. માતા નથી તેથી પિતા સાથે રહેવાની જીદ કરતો હોવાથી હાલ પિતા સાથે રહેશે.

ઉલ્લેખનીય છે કે PSI અમિતા જોશી ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમને આત્મહત્યા માટે મજબૂર કરનાર તેના પતિ સહિતના સાસરિયાઓની હવે ધરપકડ કરી લેવામાં આવી છે. પીએસઆઈએ ફાલસાવાડી પોલીસ લાઈનમાં પોતાના નિવાસસ્થાન ખાતે રિવોલ્વરમાંથી જાતે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. જે બાદમાં અમિતા જોશીના પિતાએ ફરિયાદ આપી હતી કે તેની દીકરીનો કોન્સ્ટેબલ પતિ વૈભવ અને સાસુ-સસરા તેમજ નણંદો મિલકત અને પગાર માટે અમિતાને ત્રાસ આપતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ