ના કરતા હવે બહુ મોડુ, આજે જ જાણી લો રાત્રે કેળા ખાવા જોઇએ કે નહિં..

શું રાત્રે કેળાનું સેવન ફાયદાકારક છે?જાણો કેળું ખાવાનો સાચો સમય

image source

આમ તો બધા જ ફળ સ્વાસ્થ્ય માટે સારા હોય છે પરંતુ ઘણા ફળ એવા હોય છે જે ખૂબ ફાયદાકારક હોય છે એમાંનુ એક ફળ છે કેળું.

કેળાનું સેવન કરવાથી શરીરને અનેક પ્રકારના ફાયદો થાય છે. જો કે મોટાભાગના લોકોને કેળા ભાવતા હોય છે.

image source

કેળામાં ખુબ જ મહત્વના ન્યૂટ્રિશિયન અને વિટામિન્સ રહેલા હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે.

પીળા ફળમાં ફાઈબર, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ભરપૂર માત્રામાં વિટામિન્સ હોય છે જે વજન ઘટાડે છે અને સાથે હ્રદયને પણ સ્વસ્થ રાખે છે પરંતુ ઘણા લોકો માને છે કે રાત્રે કેળાનું સેવન કરવાથી શરદી, ખાંસી જેવી તકલીફોનો સામનો કરવો પડે છે.

શું રાત્રે કેળાનું સેવન કરવું જોઇએ?

image source

રાત્રે કેળાનું સેવન કરવું કે ના કરવું એના વિષે કોઈ સાયન્ટિફિક કારણ નથી પરંતુ આર્યુવેદિક રીતે જોઇએ તો રાત્રે કેળાનું સેવન કરવાથી ઘણી બધી તકલીફો થઈ શકે છે જેવી કે શરદી થવી ,ગાળામાં તકલીફ થવી વગેરે ..

પરંતુ ફળની રીતે વાત કરવામાં આવે તો કેળું એક એવું ફળ છે જેનું સેવન આપણને સ્વસ્થ રાખે છે પરંતુ આયુર્વેદિકની રીતે નહીં કારણ કે રાત્રે કેળાનું સેવન કરવું યોગ્ય નથી.

image source

રાત્રે કેળું ખાવાથી મેટાબોલિઝમ ઓછું થાય છે જેના કારણે પેટની તકલીફોનો સામનો કરવો પડે છે. એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે પીળા રંગના ફળમાં વધારે પ્રમાણમાં ન્યુટ્રિશિયન હોય છે જેના કારણે ઊંઘ સારી આવે છે.

જો તમે ઊંઘવા માટે કોઈ ગોળી કે દવાનું સેવન કરો છો તો એને છોડીને પહેલા કેળાંનું સેવન કરવાનુ શરૂ કરી દો.

image source

તમને જણાવી દઇએ કે, એક કેળામાં લગભગ 105 કેલરી હોય છે. જો તમે રાત્રે 500થી ઓછી કેલરીનું સેવન કરવા માંગતા હોય તો દૂધની જોડે 2 કેળાં ખાઈ લો એ એક બેસ્ટ ઓપ્શન છે.

જો તમને રાત્રે કંઈ ગળ્યું ખાવાનું મન થાય તો એક કેળું ખાઈ લો જે તમારી ગળ્યું ખાવાની લાલચ ને દૂર કરશે આ સાથે જો તમે સાંજે કસરત કર્યા પછી કેળું ખાશો તો તમને લાભદાયી થશે.

image source

એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે, જે લોકો મસાલેદાર ફૂડ વધુ ખાય છે એમના માટે રાત્રે કેળાનું સેવન કરવું બહુ ફાયદાકારક છે કારણકે વધુ મસાલાવાળું ખાવાથી પેટમાં બળતરા થાય છે પરંતુ રાત્રે એક કેળું ખાવાથી આ સમસ્યા દૂર થાય છે.

કેળામાં પોટેશિયમની માત્ર વધુ અને સોડિયમની માત્ર ખુબ જ ઓછી હોય છે એટલે બ્લડ સરક્યુલેશન અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે.

image source

કેળાંમાં ખાસ કરીને પ્રોબાયોટીક બેક્ટેરિયા હોય છે જેથી કેળાનું સેવન કરવાથી કેલ્શિયમની માત્રા વધે છે. કેલ્શિયમ હાડકાને મજબૂત કરવાનુ કામ કરે છે અને ઉમરની સાથે થતી હાડકાની સમસ્યાને પણ દૂર કરે છે.

જો તમે રાત્રે કેળાનો ત્યાગ નથી કરી શકતા તો વાંધો નહીં કારણ કે કેળાનું સેવન કરવાથી કોઈ પ્રકારનું નુકશાન તો નથી પરંતુ જ્યારે શરદી ,ખાંસી, અસ્થમા અથવા વજન ઘટાડી રહ્યા છો તો કેળાનું સેવન છોડવું જરૂરી છે.

image source

કેળા ગળ્યા હોવાથી ક્રેવિંગ દૂર થાય છે અને સાથે જ તેમાં રહેલાં વિટામિન અને ફાયબરથી બોડીને ફાયદા પણ મળે છે.

પીરિયડ્સમાં વધુ રક્તસ્ત્રાવથી થાક, તણાવ, અનિંદ્રા, વાળ ઉતરવા તથા હિમોગ્લો બીનની કમી જેવી સમસ્યા થાય છે.પોટેશિયમથી ભરપૂર કેળા મસલ્સ પેઈનમાં આરામ આપે છે. કેળા ખાવાથી ભૂખ સંતોષાય છે.

image source

તમે કોઈ વ્રત માં કેળા ખાવ તો તમેં અખો દિવસ હેલ્થી અનુભવશો. અને તમને નબળાઈ નો અનુભવ પણ નહિ થાય. કેળા ખાવાથી સ્ટ્રેસ પણ દુર થાય છે.

આજ કાલ ના વાતાવરણ અનુસાર સ્ટ્રેસ બહુ જ વધી જાય છે. કેળા ખાવાથી પાચન ની પ્રકિયા સુધરી જાય છે. અને શરીર ને ઉર્જા પણ મળે છે.કેળા ખાવાથી ઘણા રોગો દુર થઇ થાય છે. પેટ ની ગરમી પણ દુર થાય છે.

image source

કેળા ઉર્જાનો ખૂબ જ સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે, તેમાં લગભગ ૧૦૫ કલેરી મળી આવે છે જે શરીરને કોઈપણ પ્રકારની નબળાઈથી બચાવે છે.

જો તમે વ્યાયામ કર્યા પછી થાકી જાઓ છો, તો તરત એક કેળું ખાઈ લો. તે લોહીમાં ગ્લૂકોઝનું સ્તર વધારે છે અને તમને શક્તિ આાપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ