દાંતના દવાખાને ગયા વગર આ રીતે ઘરે જ કરી દો તમારા પીળા દાંતને સફેદ…

ડેન્ટીસ્ટ પાસે ગયા વગર તમારા પિળા દાતને ઘરે જ કરો સફેદ-ચમકીલા

સ્મિત એટલે હસવું, હાસ્ય આ “સ્મિત” પર તો કંઈ કેટલાએ કવીઓએ કવીતા લખી તો વળી કેટલીએ પ્રેમિકાએ પોતાના એક સ્મિતથી પ્રેમીને ઘાયલ કર્યો તો તે જ સ્મિતના વખાણ કરી પ્રેમિએ પ્રેમિકાનું દિલ જીતી લીધું અને બેલિવૂડની કેટલીએ ફિલ્મોમાં આ સ્મિત પર કેટલાયે ડાયલોગ અને કેટલાએ ગીતોની કડીઓ લખાઈ ગઈ.

પણ જો આ જ સ્મિત દાંત વગરનું હોય તો ?

જરા કલ્પના કરી જુઓ અને દાંત હોય પણ પીળાદાંત હોય તો ?

બધી જ મજા બગડી જાય ને !

image source

માણસ જ્યારે હસે ત્યારે તેના દાત સૌપ્રથમ દેખાય છે અને જો તે ધોળા હોય અને ચમકીલા હોય તો તો તેના સ્મિત પર ચારચાંદ લાગી જાય છે.
પણ ઘણીવાર સ્મિત સુંદર હોવા છતાં પણ દાંત પિળા હોવાથી તે સ્મિત પર જાણે ગ્રહણ લાગી જાય છે.

શું તમારી સાથે પણ તેવું થાય છે ?

image source

તો આજે અમે તમારા માટે પીળા દાંતને ધોળા અને ચમકીલા બનાવવાના ઉપાય લઈને આવ્યા છે. વ્યવસ્થિત, નિયમિત બ્રશ કરવાથી પણ પિળા દાત ધોળા નથી થતાં.

બીજી બાજુ તમારો ખોરાક જેમ કે રોજ ચા-કોફી કે પછી કોલ્ડ્રીંક વિગેરે પીવાથી દાતની ચમક જતી રહે છે અને તેનો ધોળો રંગ પીળો બની જાય છે અને સાથે સાથે દાત નબળા પણ પડે છે.

image source

પણ તમે તમારા આ પિળા-ગંદા જાંખા દાંતને ઘરે જ સફેદ અને ચમકીલા બનાવી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે..

હળદર અને મીઠું

સામાન્ય રીતે હળદર ખાવાથી તમારા દાંત તરત જ પિળા થઈ જાય છે. જે થોડા સમય બાદ ફરી ઠીક થઈ જાય છે. પણ જો હળદરના પાઉડર સાથે મિઠાને ભેળવી તેનું બ્રશ કરવામા આવે તો તમે પિળા દાતને ધોળા બનાવી શકો છો.

image source

જૂના સમયમાં કોલસાની જેમ હળદર મીઠાનો ઉપયોગ પણ દાત ઘસવા માટે કરવામાં આવતો હતો.

હળદરમાં જે કરક્યુમિન નામનું તત્ત્વ આવેલું છે તે બેક્ટેરિયાનો નાશ કરે છે અને તેને મીઠા તેમજ તેલ સાથે મિક્સ કરીને ઉપયોગમાં લેવામાં આવે તો તે તમારા દાતની પિળાશ દૂર કરે છે.

image source

તેના માટે તમારે હળદર મીઠુ અને કોપરેલ તેલ લેવા. તેને મિક્સ કરીને તેને બ્રશ અથવા આંગળીઓ વડે દાત પર ઘસવું. થોડા ક જ દિવસમાં પરિણામ જોવા મળશે.

એક્ટિવેટેડ ચારકોલ

image source

ચારકોલ એટલે કે કોલસાને હંમેશા અશુદ્ધિ દૂર કરવા માટે વાપરવામાં આવે છે માટે જ ચાર્કોલ ફેસપેક, સાબુ, ફેસવોશ વિગેરે પ્રોડક્ટ બજારમાં વેચાય છે.

કોલસો તમારી ત્વચાની અંદર રહેલી અશુદ્ધીને બહાર ખેંચી લે છે અને ગંદકી ઉભી કરતા બેક્ટેરીયાનો પણ નાશ કરે છે. પણ આ જ કોલસો તમારા દાતને પણ સ્વચ્છ અને ચમકીલા અને સફેદ બનાવી શકે છે.

image source

જુના વખતમાં ઘરના નાના-મોટા સહુ સવારે ઉઠીને દાત કોલસાથી જ ઘસતા હતા. એક્ટિવેટેડ ચાર્કોલ દાત પર ઘસવાથી દાતનું સૌથી ઉપરનું જે ગંદકીથી ભરેલુ પિળાશ પડતું પડ હોય છે તે દૂર થાયછે.

તમે સ્થાનિક દુકાન પરથી કોલસાનો પાઉડર ખરીદી શકો છો. તેને તમારે થોડા પાણી સાથે મિક્સ કરવુ અને પછી ટુથબ્રશ કે આંગળીની મદદથી દાત ઘસી લેવા. પણ તમારે સતત બેથી અઢી મિનિટ સુધી તમારા દાતને ઘસવાના છે.

image source

કોલસાથી દાત ઘસતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેનો રોજ ઉપોયગ ન કરવો. અઠવાડિયામાં એકવાર અથવા બહુ બહુ તો બે વાર તેનો ઉપયોગ કરવો. તેનો રોજ ઉપયોગ કરવાથી દાતને રક્ષણ આપતું એનેમલનું પડ હટી જશે.

હાઇડ્રોજન પેરોક્સાઇડ

image source

આ પ્રયોગ તમારે ખુબ જ સાવચેતીપુર્વક કરવાનો હોય છે માટે તમારે અંતિમ ઉપાય તરીકે જ તેનો પ્રયોગ કરવો જોઈએ. હાઇડ્રોજન પેરોક્સાઇડ એક પ્રકારનો એસિડ છે જેની તીવ્રતા ખુબ જ ઓછી હોયછે.

હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપોયગ તમે બેકીંગ સોડા સાથે કરી શકો છો. તમારે તેના માટે આ બન્ને વસ્તુને મિક્સ કરીને તેને બ્રશ પર લગાવીને તેનાથી હળવા હાથે તમારા દાત પર બ્રશ કરવાનું છે. અને બ્રશ કર્યા બાદ શુદ્ધ પાણી વળે કોગળા કરી લેવા.

image source

જો કે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ જોખમી છે તે તમારા મોઢાના સોફ્ટ અને નાજુક ટીશ્યુને નુકસાન પહોંચાડી શકે છે માટે આ પ્રયોગ ખુબ જ સાવચેતીપૂર્વક કરવો.

ઓઇલ પુલિંગ

image source

સામાન્ય લોકો માટે આ એક નવી મેથડ છે પણ આયુર્વેદમાં તેનો ઉલ્લેખ સેંકડો વર્ષો પહેલા કરવામાં આવેલો છે. થોડા સમય પહેલાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ ઓઇલ પુલિંગતની પદ્ધતિને પ્રોત્સાહિત કરી હતી.

આ પદ્ધતિથી દાત તેમજ મોઢાનું સ્વાસ્થ્ય આશ્ચર્યજનક રીતે સુધરે છે. તેના માટે તમારે કોપરેલ તેલ, ઓલીવ ઓઇલ અને તજનું તેલ એક નાના કપમાં સરખા પ્રમાણે મિક્સ કરવું. કુલ પ્રમાણ એક ઘુટડા જેટલું રાખવું. આ ત્રણે તેલને એક વાટકીમાં બરાબર મિક્સ કરી લેવા.

image source

હવે તમારે તેનો ઘુંટડો ભરવો અને તેને કોગળા કરતા હોવ તે રીતે મોઢામાં ફેરવવું. તેને મોઢાના ખુણે ખુણે ફેરવવું. આવું તમારે સતત પાંચ મિનિટ સુધી ચાલુ રાખવું.

પાંચ મિનિટ બાદ તે તેલને બહાર ફેંકી દેવું. એક અભ્યાસ પ્રમાણે તેલમાં એટીઓક્સિડન્ટ્સ હોય છે જે મોઢામાંના બેક્ટેરિયાનો નાશ કરે છે. અને દાત પરના ડાઘ અને પિળાશને દૂર કરે છે. આમ ઓઇલ પુલિંગ આયુર્વેદની માનેલી પદ્ધતિ છે.

બેકિંગ સોડા

image source

બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા તમારા પિળા દાતને અલ્ટ્રા વ્હાઇટ બનાવી શકે છે.

જ્યારે તમે બેકિંગ સોડાને થોડો ભાર આપીને દાત પર ઘસો છો ત્યારે બેકિંગ સોડા એક સ્ક્રબરનું કામ કરે છે. બેકીંગ સોડાનો ઉપયોગ તમે, પાણી, નાળિયેરનું પાણી અથવા તો રેગ્યુલર ટુથપેસ્ટ સાથે કરી શકો છો.

image source

જો કે બેકિંગ સોડાને તમે રોજીંદા ધોરણે તમારા દાત પર ન લગાવી શકો, તેમ કરવાથી તમારા દાત પરનું કુદરતી એનેમલનું પડ હટી શકે છે અથવા તો તેને નુકસાન થાયછે. અઠવાડિયામાં એકથી બે વાર તમે તેનો ઉપયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ