પાઇનેપલનો જ્યૂસ પીવાથી શરદી-ઉઘરસ થઇ જાય છે દૂર, આજથી પીવો તમે પણ

નોનસ્ટોપ શરદી-ઉધરસથી પરેશાન થઈ ગયા હોવ તો પાઇનેપલનો જ્યુસ તમને આપશે છુટકારો

શિયાળો શરૂ થતાં જ શરીરને ઠંડી લાગતા તેમજ વિવિધ જાતના જંતુઓના ઉદ્ભવ માટે અનુકુળ વાતાવરણ મળવાના કારણે વાયરલ ઇન્ફેક્શન ફેલાવા લાગે છે અને જો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત ન હોય તો તમે તરત જ વાયરલ ઇન્ફેક્શનના શિકાર બનો છો અને થોડું પણ આડુ અવળુ ખાઈ લેવાથી અથવા તો બહાર હવામાં ફરી લેવાથી તમને શરદી અને ઉધરસ શરૂ થઈ જાય છે. પણ તમે આ મુશ્કેલીમાંથી સરળ રીતે છુટકારો મેળવી શકો છો તે પણ સ્વાદિષ્ટ પિણાથી. અને તે પિણું છે પાઇનેપલનો જ્યુસ.

image source

ઘણીવાર ઉધરસ શરીર અને છાતીમા એટલી ઘર કરી જાય છે કે આખી-આખી સિઝન સુધી ઉધરસ રહે છે અને તેનાથી તમારો મૂડ તમારું કામ તમારું રોજિંદુ જીવન બધું જ ખોરવાઈ જાય છે અને શિયાળાના અન્ય આકર્ષણોને પણ તમે એન્જોય નથી કરી શકતા. આ લાંબા સમયની ઉધરસ તેવા લોકોને વધારે રહે છે જેમના શરીરમાં વિટામીન્સ તેમજ ખનીજ તત્ત્વોની ઉણપ રહેતી હોય તેમજ જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય. તો ચાલો જાણીએ પાઇનેપલ જ્યુસને પીવાથી કેવી રીતે ઉધરસથી છુટકારો મેળવી શકાય.

image source

આ સંશોધન તાજુ જ કરવામાં આવ્યું છે જેના દ્વારા જાણવા મળ્યું છે કે પાઇનેપલ જ્યુસમાં રહેલા પોષક તત્ત્વો તમારી છાતીમાંના કફ અને ઉધરસને અસરકારક રીતે દૂર કરી શકે છે. તે ગળામાં જામેલો લાંબા સમયનો કફ પણ દૂર કરી દે છે. તેના માટે તમારે પાઇનેપલના રસમાં, મધ, મીઠુ અને મરી ઉમેરીને તેનું નિયમિત સેવન કરવાનું છે આ વસ્તુઓ મિશ્રિત જ્યુસ મેડીકલ સ્ટોરમાં મળતાં કફ સિરપ કરતાં ક્યાંય વધારે અસરકારક છે. આ સિવાય તમે પાઇનેપલ જ્યુસ સાથે ફક્ત મધનો પણ ઉપયોગ કરી શકો છો તેના માટે તમારે અરધા કપ હુંફાળા પાઇનેપલ જ્યુસમાં એક મોટી ચમચી મધ મિક્સ કરીને તેને પી જવું.

શા માટે પાઈનેપલનો જ્યુસ તમારી ઉધરસને કરી શકે છે દૂર

image source

– પાઇનેપલમાં ભરપુર પ્રમાણમાં વિવિધ જાતના રોગોથી લડતા એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે. તેમજ પાઇનેપલ તમારા પેટ માટે પણ હળવુ હોય છે તેનાથી પાચનક્રિયા પણ સરળ બને છે.

– પાઇનેપલ જ્યુસમાં એક એન્ઝાઈમ સમાયેલું હોય છે જેને બ્રોમેલેઇન કહે છે. તેમાં મજબુત એન્ટી-ઇન્ફ્લેમેટરી સંપત્તીઓ આવેલી હોય છે. જે કફ દૂર કરવામાં અસરકારક રહે છે આ ઉપરાંત તે વિવિધ પ્રકારની એલર્જી સાથે લડવામાં પણ મદદ આપે છે.

– બ્રોમેલેઇનમાં મ્યૂકોલાઇટિક ગુણ હોય છે જે ગળાના તેમજ છાતીના ઇન્ફેક્શનને દૂર કરે છે.

image source

આ ઉપરાંત તમે બીજી ઘણી બધી રીતે શરદી અને ઉધરસને દૂર કરી શકો છો તે પણ ઘરમાં જ ઉપલબ્ધ વસ્તુઓ દ્વારા.

નાસ લેવો (વરાળ લેવી)

image source

નાસ લેવો જેને સ્ટીમ ઇનહેલેશન પણ કહેવાય છે. આ એક અત્યંત કારગર ઘરેલુ ઉપાય છે. આ નુસખો ખાસ કરીને સાઇનસના ઇન્ફેક્શનમાં તેમજ બંધ નાકમાં ખુબ જ રાહત આપે છે. તેના માટે તમારે ગરમ પાણીમાંથી ઉઠતી વરાળને તમારા નાકમાં જવા દેવાની છે. જો તમને શરદી થઈ હોય અને તમારું નાક બંધ રહેતું હોય તો તમે આ પાણીમાં અજમો પણ ઉમેરી શકો છો.

શિયાળા દરમિયાન ગરમ પાણી પીવાની આદત કેળવો

image source

શિયાળામાં માટલાનું પાણી પણ ફ્રીઝ જેવું ઠંડુ થઈ જતું હોવા છતાં ઘણા લોકો ફ્રીઝનું પાણી પીવાનો આગ્રહ રાખતા હોય છે. પણ આ સિઝનમાં તો તમારે હુંફાળુ ગરમ પાણી જ પીવું જોઈએ. આ ઉપરાંત તમે દીવસમાં એકવાર ઉકાળો પણ પી શકો છો અથવા તો હુંફાળા પાણીમાં લીંબુ અને મધ ઉમેરીને પણ પી શકો છો. આ સિવાય તમારે હુંફાળા ગરમ પાણીમાં મીઠુ ઉમેરીને તેના પણ કોગળા કરવા જોઈએ. અને શરીરમાં પુરતા પ્રમાણાં પ્રવાહી રાખવું જોઈએ.

મસાલેદાર ખોરાક આરોગવો

image source

મરચામાં કેપસાઇસિન નામનું કેમિકલ હોય છે જે કફને પાતળો કરવામાં મદદ કરે છે, અને કફ પાતળો થતાં ઉધરસમાંથી પણ મુક્તિ મળે છે. માટે શિયાળામાં મસાલેદાર વ્યંજનો ખાવાથી ઉધરસ અને શરદીમાં મદદ મળે છે.

વિટામિન સી વાળો ખોરાક ભરપુર પ્રમાણમાં લો

image source

આપણને હંમેશા એવું કહેવામાં આવે છે કે શરદી ઉધરસ કંઈક ગળ્યું કે ઠંડુ ખાવાથી થાય છે પણ વાસ્તવમાં શરદી અને ઉધરસ વાયરલ હોય છે. જે તમારી નબળી રોગપ્રતિકારક શક્તિના કારણે થાય છે. માટે જ તમારી ઇમ્યુનીટી બુસ્ટ કરતો ખોરાક તમારે લેવો જોઈએ. અને વિટામીન સીમાં તમારી રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવવાની ક્ષમતા રહેલી હોય છે. વિટામીન સી તમને મરચા, બ્રોકોલી, કીવી, લીંબુ, પાઇનેપલ, ખાટા ફળો વિગેરેમાંથી મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ