હચમચાવનારો કિસ્સો, બે સગા ભાઇ વરરાજા બન્યા, એક દુલ્હન સાથે તો બીજો લાશ સાથે, કારણ જાણીને રડી પડશો

લવ અફેરના કારણે કંઈક જિંદગી સુધરી પણ છે અને કંઈક જિંદગી બગડી પણ છે. કારણ કે લોકો પ્રેમના નામે શું શું પગલા ભરી લેતા હોય એનું નક્કી જ નથી રહેતું. ત્યારે આવા કિસ્સા પણ આપણે જોયા છે કે જેમાં નિર્દોષને ખતરનાક પરિણામ પણ ભોગવવા પડ્યા છે. ત્યારે હવે ફરી એકવાર એકતરફી પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે અને આ વાત છે રાજસ્થાનની.

image source

રાજસ્થાનમાં એકતરફી પ્રેમમાં ત્રણ યુવકોએ ફિલ્મી અંદાજમાં ઘટનાને અંજામ આપ્યો. દુલ્હનની વિદાઇ કરીને લઈ આવતા દુલ્હાની કાર પર ફાઇરિંગ કરતા હુમલો કર્યો. ઘટનામાં એક ગોળી દુલ્હાના કાન નજીકથી નીકળી જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તો દુલ્હનને પણ લાગ્યું છે.

image source

મળતી માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે તો ઝુંઝુનૂના બન્ને ભાઇના જાન નીમકાથાનાના હેમરાજપુરા ગામડામાં આવી હતી. શુક્રવારે રાતે અહીં બે સગી બહેનો સાથે બન્ને ભાઇઓએ લગ્ન કર્યા. સવારે બન્ને જુદી જુદી કારમાં દુલ્હનોને લઈને પાછા જઈ રહ્યા હતા. હવે કહાનીની શરૂઆત થાય છે. જ્યારે સ્ટેટ હાઇવે પર કાર આવતા જ બાઇક પર જતાં ત્રણ યુવકોએ એક કારનો પીછો કરવાનું શરૂ કરી દીધું. બે વાર ઓવરટેક પણ કર્યું, પણ ચાલકે કાર ન અટકાવી. ત્યાર પછી બદમાશોએ કારની આગળ બાઇક ઊભી રાખી.

image source

કાર થોભતા જ એક બદમાશે સામેથી દેશી કટ્ટાથી બે ફાયર કર્યા. આમાં એક ગોળી દુલ્હા સંજૂના કાનને ઇજાગ્રસ્ત કરીને નીકળી ગઈ. તે દુલ્હન કોમલને પણ મારતી ગઇ. ઘટનાને અંજામ આપ્યા પછી ત્રણેય યુવકો ઘટનાસ્થળેથી ભાગી ગયા. ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. આસપાસના લોકોની પૂછપરછ કરી તો ખબર પડી કે ઇન્દ્રાજ ગુર્જર અને કાલૂ સૈની નામના બે યુવકોના એક અન્ય દુલ્હા પર હુમલો કર્યો છે.

image source

ઘટના વિશે વિગતે વાત કરીએ તો પોલીસને ખબર પડી કે બદમાશ બારાંધૂણી મંદિર વિસ્તારમાં છૂપાયેલા છે. ત્યાર પછી થાણાપ્રબારી નરેન્દ્ર પોલીસ ફોર્સ સાથે આરોપીએની ધરપકડ કરવા પહોંચી ગઈ. આ દરમિયાન બદમાશોએ ફાયરિંગ કરી, આમાં નરેન્દ્ર સિંહ બચી ગયા. જવાબી કાર્યવાહીમાં બદમાશ ઇન્દ્રાજ ગુર્જરના પગમાં ગોળી વાગી.

image source

તો કાલૂને પણ પોલીસે પકડી પાડ્યો. જ્યારે ત્રીજો આરોપી હજી ફરાર છે. સ્થિતિ ગંભીર હોવાતી પોલીસે દુલ્હા દુલ્હન અને બદમાશને જયપુર રેફર કરી દીધું. હાલમાં પ્રારંભિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે હુમલાખોરોમાંથી એક દુલ્હનને એકતરફી પ્રેમ કરતો હતો. તેના લગ્નને લઈને છોકરીના પરિવારવાળાને ધમકાવી ચૂક્યો હતો. જ્યારે તેની ધમકીઓની કોઇ અસર ન થઈ તો તેણે દુલ્હાને મારી નાખવાનો નિર્ણય લીધો.

image source

હમલાખોરે પ્રેમ માટે થઈને પોતાના બન્ને સાથીઓની સાથે અધરસ્તે કાર અટકાવી અને તેમાં સવાર દુલ્હાને દેશી કટ્ટાથી બે ફાયર કર્યા હતા અને ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ એ સ્પષ્ટ નથી કે હુમલોખોરોમાં તે યુવક કોણ છે. પોલીસે જણાવ્યું કે હુમલાકોર બદમાશ દુલ્હનના ગામ હેમરાજપુરા નજીકના ગામના છે.

image source

વિદાઇના સમયથી જ તે કારનો પીછો કરી રહ્યા હતા. અને મોકો આવતા જ તેણે વાર કરીને ઘટનાને અંજામ આપ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે અને ગુનેગારોને કેટલી સજા આપવામા આવે છે. પણ આ તરફ નવી પરણેલી વધુનુ જીવન બરબાદ થઈ ગયું જેનાથી પરિવારમાં સોપો પડી ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ