આજથી ધનુર્માસ થશે શરૂ, આગામી 3 મહિનામાં લગ્ન કરવા માટે એક જ શુભ મુહૂર્ત છે, જાણી લો તમે પણ આ તારીખ

આવતીકાલથી ધનુર્માસ શરુ થશે: આવનાર ૩ મહિનામાં લગ્ન કરવા માટે ફક્ત એક જ શુભ મુહુર્ત છે.

તા. ૧૫ ડીસેમ્બર, ૨૦૨૦ મંગળવારના દિવસથી ધનુર્માસની શરુઆત થવાની છે. ધનુર્માસની શરુઆત થવાની સાથે જ આવનાર એક મહિના સુધી લગ્ન, વાસ્તુ કે પછી ઉદ્ઘાટન જેવા માંગલિક કાર્યોને કરવાનું નિષેધ હોય છે. ત્યારે હવે વર્ષ ૨૦૨૧માં લગ્ન કરવા માટે કુલ ૫૧ જેટલા જ શુભ મુહુર્ત આવી રહ્યા છે. તે મુજબ જાન્યુઆરી મહિનાથી માર્ચ મહિના સુધીના સમયગાળા દરમિયાન લગ્ન કરવા માટે ફક્ત એક જ શુભ મુહુર્ત તા. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૧ના દિવસે છે.

image source

આવનાર વર્ષ ૨૦૨૧માં તા. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૧ના દિવસના અપવાદને બાદ કરતા લગ્ન કરવા માટે એકપણ શુભ મુહુર્ત છે નહી. વસંત પંચમીના દિવસે વણજોયુ શુભ મુહુર્ત માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ના દિવસે વસંત પંચમી આવે છે. તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ વસંત પંચમી આવતી હોવા છતાં પણ લગ્ન માટે કોઈ શુભ મુહુર્ત છે નહી. તા. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ લગ્ન કરવા માટે જે શુભ મુહુર્ત છે ત્યાર બાદ તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૧ના રોજ શુભ મુહુર્ત આવશે. વર્ષ ૨૦૨૧માં લગ્ન કરવા માટે એપ્રિલ મહિનામાં ૮ શુભ મુહુર્ત, મે મહિનામાં ૧૬ શુભ મુહુર્ત, જુન મહિનામાં ૮ શુભ મુહુર્ત, જુલાઈ મહિનામાં ૫ શુભ મુહુર્ત, નવેમ્બર મહિનામાં ૭ શુભ મુહુર્ત અને ડીસેમ્બર મહિનામાં ૬ શુભ મુહુર્ત આવી રહ્યા છે.

image source

વર્ષ ૨૦૨૦માં લગ્ન કરવા માટે ૪૯ જેટલા શુભ મુહુર્ત આવતા હતા. પરંતુ વર્ષ ૨૦૨૦માં કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે ઘણા ઓછા શુભ મુહુર્તના દિવસો હતા જેમાં લગ્ન કરવા શક્ય થયા હતા. ધનુર્માસ દરમિયાન ધૂન- ભજન- કીર્તન કરવાનું ખાસ મહત્વ છે જેના લીધે મંદિરોમાં ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. તેમ છતાં કોરોના વાયરસ સંક્રમણની બીમારીના કારણે આ વર્ષે મોતાબહ્ગના મંદિરોમાં ઓછા શ્રદ્ધાળુઓ સાથે જ ધૂન અને ભજનનું આયોજન કરવામાં આવશે.

image source

શાસ્ત્રવિદોના મત અનુસાર ભગવાન સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરે છે એટલે કે, પશ્ચિમ વિથીકામાં પ્રવેશ કરે છે તે સમયગાળાને ધનુર્માસ કહેવામાં આવે છે. સ્વામી નારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘આ ધનુર્માસ દરમિયાન આ માસમાં લગ્નની વિધિ, મકાન કે પછી ઓફિસોના ઉદ્ઘાટન કે પછી તેના શિલાન્યાસ જેવા માંગલિક કાર્યો મોટાભાગે કરવામાં આવતા નથી.

image source

આવું એટલા માટે કેમ કે, પૂર્વ દિશા સૂર્યોદયની દિશા છે. જયારે પશ્ચિમ દિશા વિરોધી એવા શનિ ગ્રહની હોય છે. ધન રાશિ પશ્ચિમ દિશામાં આવે છે જ્યાં સૂર્ય શનિના અક્ષમાં આવે છે. તે સમયે સૂર્યના કિરણો અત્યંત વક્રી થતા હોવાના લીધે ધનુર્માસ દરમિયાન માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. મહાભારતનું મહાભયંકર યુદ્ધ ધનુર્માસ દરમિયાન કરવામાં આવ્યું હતું. મહાભારતના આ મહાભયંકર યુદ્ધ ધનુર્માસ દરમિયાન કરવામાં આવ્યું હતું.

image source

આ યુદ્ધ માં ભયંકર રક્તપાત થયો હતો. એટલા માટે ધનુર્માસને અમાંગલિક માસ માનવામાં આવે છે. ધનુર્માસ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન ભણવા માટે જાય છે એવી માન્યતા હોય છે એટલા માટે સ્વામિનારાયણના મંદિરોમાં ભગવાનની સમક્ષ સ્લેટ, પેન. ચોપડી, નોટ, લેપટોપ જેવી ભણવાની વસ્તુઓને મુકવાની પરંપરા નિભાવવામાં આવી રહી છે.

image source

વર્ષ ૨૦૨૧માં આવતા લગ્નના શુભ મુહુર્ત:

  • જાન્યુઆરી મહિનામાં: ૧૮.
  • એપ્રિલ મહિનામાં: ૨૨, ૨૪, ૨૫, ૨૬,૨૭, ૨૮, ૨૯, ૩૦.
  • મે મહિનામાં: ૧, ૨, ૭, ૮, ૯, ૧૩, ૧૪, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦.
  • જુન મહિનામાં: ૩, ૪, ૫, ૧૬, ૨૦, ૨૨, ૨૩, ૨૪.
  • જુલાઈ મહિનામાં: ૧, ૨, ૭, ૧૩, ૧૫.
  • નવેમ્બર મહિનામાં: ૧૫, ૧૬, ૨૦, ૨૧, ૨૮, ૨૯, ૩૦.
  • ડીસેમ્બર મહિનામાં: ૧, ૨, ૬, ૭, ૧૧, ૧૩.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ