અહીં છવાઈ બરફની ચાદર, તસવીરો જોઇને મન થઇ જશે ખુશ-ખુશ…

વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે રાજસ્થાનની રાજધાની જયપુર સહિત રાજ્યના 12થી વધુ શહેરોમાં વરસાદ થયો હતો. વરસાદ પછી જે ઠંડી શરુ થઈ તેના કારણે રાજ્યભરના લોકો થરથર ધ્રુજી ઉઠ્યા હતા. છેલ્લા એક સપ્તાહમાં ઘણા શહેરોમાં તાપમાનનો પાસો 2થી 3 ડિગ્રી સુધી ગબડી ચુક્યો છે. સાથે જ અહીંના બુંદી, સવાઈ માધોપુર અને ચિત્તોડગઢમાં 17 મિમિ વરસાદ થયો હતો. હવામાન વિભાગે અહીં આગામી દિવસોમાં કોલ્ડવેવની સંભાવના વ્યક્ત કરી છે.

image source

લોકોના હાડ ધ્રુજાવી દે તેવી ઠંડીમાં માવઠું થવાથી રવી પાકને ફાયદો થવાનું અનુમાન છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે અહીં વાતાવરણ શુષ્ક રહેવાની સાથે આગામી 3થી 4 દિવસ કોલ્ડવેવ રહેશે. તેનાથી દિવસ અન રાતનું તાપમાન 2થી 4 ડિગ્રી ઘટી શકે છે.

image source

જો કે હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાના કારણે દેશભરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અહીં બરફવર્ષાથી નેશનલ હાઈવે સહિત 200થી વધુ રસ્તા પર વાહનોની અવરજવર અટકી હતી. બરફવર્ષા થવાથી રાજ્યભરમાં 710થી વધુ વિદ્યુત ટ્રાન્સફોર્મર ઠપ્પ થયા હતા. અહીં શિમલાના ડોડરા ક્વાર અને રોહડુ સબ ડિવિઝનમાં 567 ટ્રાન્સફોર્મર ઠપ્પ થતાં લોકોને ઠંડી સાથે વીજ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

image source

વાત કરીએ પ્રવાસીઓના પ્રિય ફરવાના સ્થળ એવા કુલુ જિલ્લાની તો અહીં પણ બરફ વર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અહીં બરફવર્ષા બાદ તાપમાનમાં 6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે શિમલાનું તાપમાન 8 ડીગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. પ્રવાસીઓ જ્યાં સોથી વધુ ફરવા આવે છે તેવા સુંદરનગર, ધર્મશાલા જેવા વિસ્તારમાં પણ રેકોર્ડ બ્રેક તાપમાન શિયાળાની શરુઆતમાં નોંધાયું હતું.

image source

રાજસ્થાન, હિમાચલ સાથે છત્તીસગઢમાં પણ ઠંડીનું જોર સામાન્ય કરતાં વધારે રહ્યું હતું. અહીં દિવસે તાપમાનનો પારો 6 ડીગ્રી સુધી ગબડ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન બાદ અહીં પણ રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. જો કે અહીં શનિવારે વાદળછાયું વાતાવરણ દૂર થયું હતું અને ઠંડી વધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ