કોરોનામાં સારવાર માટે આત્મનિર્ભર બની આ સોસાયટી, વાંચો અને તમે પણ તમારી સોસાયટીમાં આ સિસ્ટમ કરો લાગુ, પછી નહિં રહે કોરોનાનો ડર

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ છે. દિવાળી બાદ અને શિયાળાની શરૂઆત થતાં રાજ્યમાં કોરોનાના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. આવી સ્થિતિમાં હાલ તો કેટલાક શહેરની હાલત એવી છે કે જે જ્યાં હોસ્પિટલો હાઉસફુલ થવા લાગી છે. જેના કારણે અહીંના દર્દીઓને અન્ય શહેરમાં સારવાર અર્થે ખસેડવામાં પડે તેવી સ્થિતિ છે. આવી પરિસ્થિતિમાં વડોદરા શહેરની એક સોસાયટીમાં એવું કામ કરવામાં આવ્યું છે જે આવા લાયક છે.

image source

વડોદરા શહેરના ઈલોરાપાર્ક વિસ્તારમાં ઇન્દ્રપ્રસ્થ નામની સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ કાર્યરત છે. આ મંડળના યુવકોએ એવું કામ કર્યું છે જેને લોકો વખાણી રહ્યા છે. કોરોના બીમારી એવી છે કે જેમાં પરિવાર પણ ઘણીવાર સાથ છોડી દે છે. તેવામાં સોસાયટીના યુવકોએ સોસાયટીના સભ્યો માટે ખાસ કોરોનટાઈ સેન્ટર ઉભુ કરી દીધું છે, અને તે પણ સોસાયટીમાં જ. જી હા આ સોસાયટીના 100 પરિવારો માટે આ યુવકોએ સોસાયટીની અંદર જ આઈસોલેશન ની વ્યવસ્થા ઊભી કરી દીધી છે.

image source

આ વ્યવસ્થા ઊભી કરવાનો વિચાર સોસાયટીના યુવકોને ત્યારે આવ્યો જ્યારે અહીં એક પરિવારના 3 સભ્યો કોરોનાની ચપેટમાં આવી ગયા. પરિવારના ત્રણ સભ્યોને તાત્કાલિક સોસાયટી છોડી અને હોસ્પિટલમાં દાખલ થવું પડયું. જો કે આ સોસાયટીમાં લોકો પરિવાર ભાવના સાથે રહેતા હોય કોરોનાગ્રસ્ત પરિવાર હોસ્પિટલમાં રહી સોસાયટીને મીસ કરતા હતા. આ સમયે યુવાનોને વિચાર આવ્યો કે સોસાયટીમાં જ એક કોરોનટાઈ સેન્ટર બનાવવામાં આવે જેથી જો કોઈને સંક્રમણ થાય તો તેને સોસાયટીમાં જ સારવાર મળી રહે. આ વિચાર સાથે તેમણે સોસાયટી ના એક ખાલી ફ્લેટને કોર્ટમાં સેન્ટર તરીકે ઉપયોગમાં લીધો.

image source

આ વ્યવસ્થા ઊભી કરવા પાછળ યુવાનોનું જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ પોતાના સ્વજનોની વચ્ચે રહી સારવાર લેતા હોય તો તેની બીમારી ઝડપથી દૂર થઈ જાય છે. સોસાયટીના કોઈ વ્યક્તિને જો સંક્રમણ થાય તો તે આ ફ્લેટમાં રહી સારવાર લે અને સોસાયટીના ડોક્ટરો તેને સારવાર આપે તો તે ઝડપથી સ્વસ્થ થઈ જાય અને તેમના સ્વજનો કે સોસાયટીના સભ્યો તેમની નજીક પણ રહી શકે. આ વિચાર સાથે તેમણે સોસાયટીમાં આવેલા ત્રણ બેડરૂમના ખાલી ફ્લેટને આઇસોલેશન વોર્ડ તરીકે તૈયાર કર્યો છે હવે આ સોસાયટીના સભ્યો માટે આ ફ્લેટને આઇસોલેશન વોર્ડ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે.

image source

વડોદરાની આ સોસાયટીમાં 100 પરિવાર રહે છે, ખાસ વાત એ છે કે અહીં 4 ડોક્ટરો પણ રહે છે અને તેઓ જ સોસાયટીના કોઈ સભ્યને કોરોના થશે તો તેમને સારવાર આપશે. સોસાયટીના લોકોનું પણ માનવું છે કે જો સોસાયટીના કોઈ સભ્યને સંક્રમણ થાય અને તેઓ ઘર આંગણે જ સારવાર લેશે તો તેમને ઝડપથી સારું થઈ જશે. વડોદરાની આ સોસાયટીની આ પહેલને સૌ કોઈ વખાણી રહ્યા છે. તેમનું માનવું એમ પણ છે કે હોસ્પિટલમાં દર્દીઓ ની સંખ્યા વધી રહી છે જેના કારણે હોસ્પિટલમાં બેડ પણ નથી મળી રહ્યા, તેવામાં સોસાયટીના સભ્યો માટે સોસાયટીમાં જ સેન્ટર બનાવવાથી સોસાયટીના સભ્યો જો બીમાર પડે તો તેમને ઝડપથી સારવાર મળી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ