કોરોના વાયરસની વેક્સિન માટે PM મોદી લઇ રહ્યા છે ત્રણ શહેરોની મુલાકાત, ઝાયડ્સની ત્રીજી પેઢી સાથે કરી આત્મીય મુલાકાત

ઝાયડસની ત્રીજી પેઢી સાથે પ્રધાનમંત્રી મોદીની આત્મિય મુલાકાત – આજે કોરોના વાયરસની વેક્સિન માટે વડાપ્રધાન ત્રણ શહેરોની મુલાકાત લઈ રહ્યા છે

28મી નવેમ્બર 2020 એટલે કે આજે શનિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાયડસ કંપનીના કેડિલાના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો ઉદ્દેશ કંપની દ્વારા વિકસાવવામાં આવી રહેલી કોરોના વેક્સિનની સમિક્ષા કરવાનો હતો અને તેના વિષે જાણકારી મેળવવાનો હતો. વડાપ્રધાન મોદી કેડિલાના પ્લાન્ટ પરિસર પર પહંચ્યા હતા જ્યાં ઝાયડસ કંપનીના ચેરમેન પંકજ પટેલે પુત્ર શર્વિલ પટેલના પત્ની તેમજ તેમના બે સંતાનોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે પંકજ પટેલના દીકરા શર્વિલ પટેલ હાલ કંપનીના મેનેજીંગ ડીરેક્ટ છે. શર્વિલભાઈ પટેલને સંતાનોમાં એક દીકરી અને એક દીકરો છે. ઝાયડસનો આ પ્લાન્ટ અમદાવાદના ચાંગોદર ખાતે આવેલો છે અહીં વડાપ્રધાન મોદીનું પંકજ પટેલ અને તેમના પુત્ર શર્વિલભાઈએ હુંફાળુ સ્વાગત કર્યુ હતું.

image source

ત્યાર બાદ શર્વિલભાઈ પટેલના પત્ની મેહા તેમજ તેમના દીકરા શૌર્ય અને તેમની પુત્રીને વડાપ્રધાનને મળ્યા હતા. નાનકડા શૌર્યએ સફેદ કુર્તો પાયજામો પહેર્યો હતો અને તેણે વડાપ્રધાન મોદીને નમન કર્યું હતું અને વડાપ્રધાન મોદી પણ સ્મીત સાથે શૌર્યને ભેટ્યા હતા અને તેની સાથે કેટલીક વાતો પણ કરી હતી. ત્યાર બાદ તેમણે નાનકડા શૌર્યના માથા પર હાથ પણ ફેરવ્યો હતો.

image source

સર્વિલભાઈની પુત્રી પણ ત્યાં હાજર રહી હતી અને વડાપ્રધાન મોદી તેણીને પણ મળ્યા હતા. અને તેણી સાથે પણ વડાપ્રધાને વાત કરી હતી. તેણીએ પણ ભાઈ શૌર્યની જેમ સફેદ વસ્ત્રો પહેર્યા હતા. વડાપ્રધાન મોદીએ આ બન્ને ભુલકાઓ સાથે 5-6 મિનિટ વાત કરી હતી અને તેમાં તેમણે હસીમજાક કરી હતી.

પંકજ પટેલની કારનો ઉપયોગ કર્યો હેલીપેડ પર જવા આવવા માટે

વડા પ્રધાન મોદીને હેલીપેડ પરથી ઝાયડસના ચેરમેન પંકજ પટેલની બ્લેક રંગની BMWમાં ઝાયડસના પ્લાન્ટ પર લાવવામાં આવ્યા હતા. આમ તો વડાપ્રધાન હંમેશા પોતાની સ્પેશિયલ કારમાં જ મુસાફી કરતા હોય છે.

દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. દેશની જનતાને હવે કોરોના વેક્સીનની આતુરતાથી રાહ છે. આ વચ્ચે આજે પીએમ નરેન્દ્ર મોદી દેશના ત્રણ મોટા કોવિડ વેક્સીન સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે. પોતાની આ મુલાકાતના પહેલાં ચરણમાં પીએમ મોદી અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્યા હતા.

image source

ઝાયડસ બાયોટેક પાર્કમાં પીએમ મોદી કોરોના વેક્સિન પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સની ટીમને મળ્યા હતા અને ત્યાંથી તેમણેમે વેક્સીનના પ્રોગ્રેસ વિષે રિપોર્ટ લીધો હતો. તેની સાથે સાથે તેમણે તે જાણકારી પણ મેળવી કે વેક્સિન આવવામાં હવે કેટલો સમય લાગશે.

તમને જણાવી દઇએ કે આજે પીએમ મોદી કોરોના વેક્સીનના ત્રણ સેન્ટરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસી વિકાસ અને વિનિર્માણ પ્રક્રિયાની વ્યક્તિગત સમીક્ષી કરવા માટે ત્રણ શહેરોની યાત્રા કરી રહ્યા છે. અમદાવાદમાં ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધા બાદ તેઓ હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ