બંગાળની ખાડીમાંથી સર્જાયેલું ચક્રવાતી તોફાન આ તારીખે ધારણ કરશે રોદ્ર સ્વરૂપ, આ વિસ્તારોને કરાયા એલર્ટ, જાણો સમગ્ર માહિતી

બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશન સર્જાતા તમિલનાડુના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડું તમિલનાડુ પર ત્રાટકશે. જ્યારે ગુજરાત પર તેની અસર થવાની સંભાવના ઘણી ઓછી છે. તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલામાં 24 અને 25 નવેમ્બરે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે આગામી 24 કલાકમાં બંગાળની ખાડી અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા વ્યક્ત કરાઇર રહી છે. બંગાળની ખાડીમાંથી સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘નિવાર’ 25 નવેમ્બરે આ રાજ્યોનાં સમુદ્ર તટે ટકરાઈ શકે છે. આ દરમિયાન 100થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

25 નવેમ્બરે 100-150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

વિનાશક તોફાન ‘નિવાર’ને લીધે બંગાળની ખાડીની દક્ષિણ-પૂર્વ દિશાએ તામિલનાડુ અને પુડુચેરી તટની નજીક કોસ્ટગાર્ડનાં 8 શિપ અને 2 એરક્રાફ્ટ તહેનાત કરાયાં છે. એના દ્વારા મર્ચન્ટ શિપ અને માછલી પકડનારી બોટને તોફાનની ચેતવણી અપાઈ રહી છે. એનડીઆરએફની ટીમો લોકોને ખરાબ હવામાનથી બચવાના ઉપાયો પણ જણાવી રહી છે. વાવાઝોડાની અસર તામિલનાડુ અને તટ વિસ્તારોથી દૂર દૂરનાં ક્ષેત્રોમાં સોમવારથી તોફાની પવનની સાથે સાથે ભારે વરસાદનો સિલસિલો શરૂ થઇ શકે છે. આ 26 નવેમ્બર સુધી ચાલુ રહી શકે છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર, બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી અને તામિલનાડુ તથા પુડ્ડુચેરીના તટ પર 25 નવેમ્બરે 100-150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી

આ ભયંકર તોફાનને કારણે તામિલનાડુ, પુડુચેરીની સાથે આંધ્રપ્રદેશ અને તેલંગણામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ માટે ચેતવણી જારી કરી છે. 24, 25 અને 26 નવેમ્બરે અહીં વરસાદનું અનુમાન છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના ડીજી એસ એન પ્રધાને કહ્યું હતું કે નિવાર તોફાનને ધ્યાને લઈને તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં કોસ્ટ ગાર્ડની 12 ટીમે તહેનાત કરાઈ છે. આ રાજ્યોમાં 18 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કોઈ પણ પરિસ્થિતિ સામનો કરવા માટે તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું છે. કાંઠા વિસ્તારના લોકોને ઓછામાં ઓછી અસર થાય તેવી તેવું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

જામનગર જીલ્લાના તમામ બંદરો ઉપર નંબર બેનું સિગ્નલ લગાવાયું

image source

હવામાન વિભાગના મત મુજબ દક્ષિણ પશ્વિમ અરેબીયન સમુદ્ર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે.જેને લીધે જામનગર જીલ્લાના તમામ બંદરો ઉપર નંબર બેનું સિગ્નલ લગાવાવ્યું છે. તો બીજી તરફ દ્વારકા અને જુનાગઢ જીલ્લાના દરિયા કાંઠાના બંદરોમાં ૨ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જયારે જાફરાબાદ બંદર પર 1 નંબર નુ સિગ્નલ લગાવવા મા આવ્યુ છે. સમુદ્રમા ડિપ્રેસરના કારણે તકેદારી ના ભાગ રૂપે 1 નંબર નુ સિગ્નલ લગાવ્યુ છે. માછીમારી કરતા માછીમારોને એલર્ટ રહેવા માટે સુચના આપવામાં આવી છે. માત્ર તકેદારી માટે લગાવ્યુ છે. હાલ દરિયો સંપુણ નોર્મલ છે. માછીમારોને પણ દરિયો નહી ખેડવા સુચના આપવામાં આવી છે. માંગરોળ બંદર ઉપરથી માછીમારી કરવા ગયેલી બોટોને પરત બોલાવવાની કાર્યવાહી શરૂ કરાઇ. તંત્રએ માછીમારોને નજીકના બંદર પર ખસી જવાની સુચના આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ