Big Breaking: અમદાવાદમાં પ્રદૂષણનું જોખમ, આ વાહનોને દિવસે શહેરમાં ‘No Entry’, માત્ર આ કામકાજ માટે છૂટછાટ

અમદાવાદમાં પ્રદુષણનો ખતરો વધ્યો, જેના લીધે હવે ભારે વાહનોને દિવસ દરમિયાન પ્રવેશ કરવા પર પ્રતિબંધ, ફક્ત RTOના કાર્ય માટે છૂટછાટ.

-RTOના કામ માટે પ્રવેશ કરતા વાહનોને ફક્ત સવારના ૧૦ વાગ્યાથી લઈને સાંજે ૬ વાગ્યા સુધી અવરજવર કરવાની મંજુરી આપવામાં આવી છે.

-જયારે પેસેન્જર વેહિકલ, 33 સીટર ધરાવતી મિનીબસ પણ અમદાવાદમાં પ્રવેશ કરી શકશે.

image source

અમદાવાદ શહેરમાં હવામાં પ્રદુષણની સમસ્યા રોજબરોજ વધતી જઈ રહી છે. અમદાવાદમાં બે દિવસથી કર્ફ્યું હોવાના લીધે અમદાવાદમાં પ્રદુષણનું સ્તર સામાન્ય રહ્યું હતું પરંતુ તા. ૨૩ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ ફરીથી ચહલપહલ શરુ થઈ જવાના લીધે ફરીથી પ્રદુષણમાં વધારો જોવા મળ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવએ એક મહત્વનો નિર્ણય કર્યો છે, આ નિર્ણય હેઠળ અમદાવાદ શહેરમાં હવેથી સવારના ૮ વાગ્યાથી લઈને રાતના ૯ વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક સહિત અન્ય ભારે વાહનોના પ્રવેશ કરવા માટે પ્રતિબંધ લાગુ કરી દીધો છે. તેમ છતાં RTO ના કામકાજ માટે આવતા વાહનોને જ ખાલી અવરજવર કરવાની છૂટછાટ આપવામાં આવી છે.

image source

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં પ્રદુષણની સમસ્યા ઘણા પ્રમાણમાં વધી ગઈ છે. એટલા માટે વધતા જતા પ્રદુષણને અટકાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર તરફથી મોટર વેહિકલ એક્ટ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણવ્યા મુજબ હવેથી સવારના ૮ વાગ્યાથી લઈને રાતના ૯ વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રકની સાથે જ અન્ય ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહી, RTOના કામ માટે આવતા વાહનો પણ ફક્ત સવારના ૧૦ વાગ્યાથી ૬ વાગ્યા સુધી જ પ્રવેશ આપવામાં આવશે.

૭૫૦૦ કિલોગ્રામ સુધીના વજન ધરાવતા વાહનો શહેરમાં પ્રવેશ કરી શકશે.

image source

-દિવસ દરમિયાન જે પણ વાહનોનું કુલ વજન ૭૫૦૦ કિલોગ્રામ જેટલું હશે એટલે કે, ૭૫૦૦ કિલો જેટલું વજન ધરાવતા લાઈટ વેહિકલ અને લાઈટ પેસેન્જર વેહિકલને શહેરમાં એન્ટર કરવાની મંજુરી આપવામાં આવી છે. લાઈટ વેહિકલ સિવાયના વાહનોને સવારના ૮ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. શહેરમાં આવતા પેસેન્જર વેહિકલ, મિનીબસ કે પછી 33 સીટર જેટલી ક્ષમતા ધરાવતા પેસેન્જર વેહીક્લને શહેરમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવી છે.

-ફક્ત RTO કચેરીના કામ માટે ઉપયોગમાં લેવાતા વાહનોને રસ્તાઓ પર સવારના ૧૦ વાગ્યાથી લઈને સાંજે ૬ વાગ્યા સુધી લાઈટ વેહિકલ જ પ્રવેશ કરી શકશે.

image source

-અમદાવાદ સુભાષબ્રિજ RTO કચેરીના કામ માટે આવતા- જવા માટે સરદાર પટેલ રીંગ રોડ પરથી ઝુંડાલ તપોવન સર્કલથી થતા વિસત પેટ્રોલ પંપ, અચેર ચાર રસ્તા, ચીમનભાઈ પટેલ બ્રિજ રસ્તેથી થઈને ફક્ત RTO કચેરીના કામ કરવા માટે અવર- જવર કરી શકશે.

-સરદાર પટેલ રીંગ રોડથી થઈને સનાથલ સર્કલથી થતા શાંતિપુરાથી થતા સીધું જ બોપલ તરફથી જમણી બાજુ જતા અને સરદાર પટેલ રીંગ રોડ પરથી સનાથલ સર્કલથી ઉજાલા સર્કલથી ડાયરેક ઇસ્કોન સર્કલ ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તાથી થતા ડાબી બાજુ જતા સીધો જ ૧૩૨ ફૂટ રીંગ રોડથી સીધું જ RTO કચેરી અવર જવર કરી શકાય છે.

-રોજીંદી જીવનજરુરીયાતની વસ્તુઓ, જેવી કે, દશ- શાકભાજી, ફળો, પેટ્રોલ, ડીઝલના વાહનોને સવારના ૯ વાગ્યાથી લઈને બપોરના ૧ વાગ્યા સુધી અને સાંજે ૪ વાગ્યાથી લઈને ૯ વાગ્યા સુધીના સમયગાળામાં જ અવરજવર કરવાની મંજુરી આપવામાં આવી છે.

ધૂળ રજકણો કરતા ધુમાડો વ્યક્તિના સ્વાસ્થ્ય માટે વધારે નુકસાનકારક છે.

image source

સાધારણ રીતે વાતાવરણમાં ધૂળના રજકણો હોય છે, પણ મર્યાદા કરતા વધારે થઈ જાય છે તો આ ધૂળના કણો મનુષ્યના સ્વાસ્થ્ય માટે ખબ જ નુકસાનકારક સાબિત થવા લાગે છે. ભારતના મોટા શહેરોમાં અત્યારે પાર્ટીકલનું પ્રમાણ ઘણું વધતું જ જોવા મળી રહ્યું છે, હાલમાં વાતાવરણમાં વધારે પ્રમાણમાં ધુમાડો અને ધૂળના કણો મુખ્યત્વે જવાબદાર પ્રદુષક તત્વો છે. આ પ્રદુષક માંથી ધુમાડો કોઇપણ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે સૌથી વધારે નુકસાનકારક હોય છે. ધુમાડા અને ધૂળના વધતા જતા પ્રમાણના લીધે વ્યક્તિઓમાં શ્વસનને સંબંધિત બીમારીઓ વધી રહી છે ધૂળ અને ધુમાડો મોટાભાગે કેન્સર માટે જવાબદાર મુખ્ય પરીબળ છે. ત્યારે સૌથી વધારે બાળકોની શ્વસન પ્રક્રિયા પર ખરાબ અસર કરે છે.

image source

અમદાવાદમાં આવા કારણોના લીધે હવા- પ્રદુષણ વધારે ફેલાઈ છે.

  • -પીરાણા કચરાના ડુંગરમાં વારંવાર લાગતી જતી આગ.
  • -બાંધકામ અને મોટા પ્રોજેક્ટ માંથી ઉત્પન્ન થતી ધૂળની ડમરીઓ.
  • -ત્યારે ખુલ્લા પ્લોટ માંથી માટીના ધોવાણના લીધે.
  • -જાહેર સ્થાનોમાં કચરાને આગ લગાડવાના કારણે પ્રદુષણ ફેલાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ