રૂપાણી સરકારના વધુ એક મહિલા મંત્રી કોરોનાની ઝપેટમાં, U.N મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

કોરોનાની ચપેટમાં ગુજરાતના વધુ એક મંત્રી આવ્યાં છે. રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરી દવે કોરોના સંક્રમિથ થયા છે. આ અંગે ખુદ વિભાવરીબેનએ ટ્વિટ કરી માહિતી આપી હતી. તેમને સારવાર અર્થે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

કોરોનાનો પગપેસારો વધતાં સામાન્ય લોકોથી લઈ રાજનેતાઓ ફરીથી કોરોનાની ચપેટમાં આવવા લાગ્યા છે. તેમાં પણ અમદાવાદ જેવા શહેરોમાં ફરીથી કોરોના થયાના કેસ પણ નોંધાવા લાગ્યા છે. હવે જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેના કારણે સરકાર અને આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે. ત્યારે જાણવા મળ્યું છે કે ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે.

image source

તેમણે જાતે જ પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ” આજ રોજ મારો કોવિડ (કોરોના) ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય, જેથી મારા સંપર્કમાં આવેલ તમામ લોકોને સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવવા અને પોતે સ્વસ્થ છે તેની ખાત્રી કરાવી લેવા અનુરોધ કરું છું. “

રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે થોડા સમયથી ગાંધીનગરમાં હતા. જ્યાં તેમને શરીરમાં કળતર જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદની સરકારી યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાણવા મળ્યાનુસાર તેમની તબિયત હાલ સંપૂર્ણ સ્વસ્થ છે.

image source

રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે પહેલા રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને ધારાસભ્યો પણ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. ત્યારે ફરી એકવાર કોરોના ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. અમદાવાદ અને ગાંધીનગર ખાતે પણ ટેસ્ટિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. સાથે જ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ભાજપના નેતાઓને કોઈપણ પ્રકારના કાર્યક્રમો ન યોજવા આદેશ પણ કર્યો છે.

image source

આ સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ ફરીથી કોરોના સંક્રમિત થયા હોય તેવા કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. અમદાવાદના ડે.મ્યુનિ.કમિશ્નર આર.કે.મહેતા સહિત 4 અધિકારીઓને ફરીવાર થયો કોરોના છે. એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે એકવાર કોરોના થાય પછી સ્વસ્થ થયા બાદ ફરીથી થતો નથી પરંતુ આ માન્યતા ખોટી સાબિત કરતાં કેસ એએમસી ખાતે જ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદના બોપલ વિસ્તારમાં એક જ સોસાયટીમાં એકસાથે 80 કોરોના કેસ નોંધાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ