હોકીના મહાન ખેલાડી બલવીર સિંહ સીનિયરનું નિધન, શોકનો માહોલ

ત્રણ વખત ઓલમ્પિકમાં ગોલ્ડ જીતનારા હોકી પ્લેયર બલવીર સિંહ સીનીયરનું આવસાન

ભારતીય હોકીના દિગ્ગજ ખેલાડી બલવીર સિંહ સીનીયરનું સોમવારે ચંદીગઢમાં અવસાન થયું છે. હ્રદય રોગના કારણે આગળના દિવસે એમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

image source

હોકી આપણી રાષ્ટ્રીય રમત છે, જો કે એ રમત પ્રત્યે આપણે ત્યાં ખાસ જાગૃતતા જોવા મળતી નથી. તેમ છતાં ઓલમ્પિકમાં ભારતીય ટીમ અવારનવાર ભાગ લે છે. આજે અમે આપને એવા જ ભારતના એક મહાન હોકી પ્લેયર બલવીર સિંહ સીનીયર વિશે જણાવી રહ્યા છીએ, જેમનું અવસાન સોમવારે ચંદીગઢમાં થયું છે. એમની ઉમર ૯૫ વર્ષની હતી, જો કે સુત્રોના જણાવ્યા પ્રમાણે લાંબા સમયથી તેઓ બીમાર હતા. અચાનક આવેલા હ્રદય હુમલાના કારણે એમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

image source

તમને એ પણ જણાવી દઈએ કે બલવીર સિંહ ભારતીય હોકીના સુવર્ણકાળ દરમિયાન રમનારા ખેલાડીમાંથી એક ગણાય છે. ત્રણ વખત ઓલમ્પિકમાં ગોલ્ડ મેળવનારી ટીમના તેઓ ભાગ રહ્યા હતા. જેમાં વર્ષ 1948, 1952 અને 1956ની ઓલમ્પિક પણ સામેલ છે.

બલવીર સિંહ સીનીયરે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત 1947માં ભારત શ્રીલંકા પ્રવાસ દ્વારા કરી હતી. ઓલમ્પિકમાં પોતાની પહેલી જ ગેમમાં એમણે લંડનમાં રમાયેલ રમતમાં આર્જેન્ટીના સામે છ ગોલ ફટકાર્યા હતા. ફાઈનલમાં ઇંગ્લેન્ડ સામેની રમતમાં પણ એમણે પોતાની કલાનું ભરપુર પ્રદર્શન કર્યું અને બે ગોલ ફટકાર્યા હતા. જો કે આ આઝાદ ભારતનું પ્રથમ ઓલમ્પિક ગોલ્ડ મેડલ હતું.

image source

ત્યારબાદ બલવીર સિંહ 1952માં હેલસિંકી ઓલમ્પિક દરમિયાન ભારતીય ટીમની આગેવાની કરી અને ધ્વજવાહક બન્યા હતા. જો કે હેલસિંકી ઓલમ્પિકની આ રમતમાં ભારતે કુલ 13 ગોલ ફટકાર્યા હતા જેમાંથી 9 ગોલ એકલા બલબીર સિંહે લગાવ્યા હતા. જો કે આ નવ ગોલમાં ગ્રેટ બ્રિટન સામેની હેટ્રિક પણ સામેલ છે. એમણે ફાઈનલ રમતમાં નેધરલેંડ સામે 5 ગોલ કર્યા હતા. જે આજ સુધી પણ ઓલમ્પિક ફિલ્ડ હોકી ફાઈનલમાં એક રેકોર્ડ છે. જો કે રેકોર્ડની સાથે જ ભારતે એ રમત 6-1થી જીતી લીધી હતી.

image source

બલવીર સિંહ સીનીયરનું પ્રદર્શન એટલું સારું અહ્તું કે 1956 દરમિયાન મેલબર્ન ઓલમ્પિકમાં એમને ભારતીય કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. અહી પણ ઓલમ્પિકની ઉજવણીમાં એમણે ભારતના ધ્વજ રોહકની ભૂમિકા ભજવી હતી. ભારત સરકારે 1957માં બલવીર સિંહને પદ્મશ્રી આપીને સન્માનિત કર્યા હતા. જો કે આ સન્માન મેળવનાર બલવીર સિંહ ભારતના પ્રથમ હોકી પ્લેયર બન્યા.

image source

નિવૃત્તિ પછી પણ બલવીર સિંહે હોકીને આગળ વધારવાનું કામ ચાલુ રાખ્યું હતું. તેઓ વર્ષ 1975ની વિશ્વ કપ જીતનારી ટીમના મેનેજર હતા. આ ટીમની આગેવાની અજીત પાલ સિંહ કરી રહ્યા હતા. જો કે 1982માં નવી દિલ્હી ખાતે થયેલા એશીયાઇ રમતની શરૂઆત માટે મશાલ સળગાવવાનું સન્માન પણ બલવીર સિંહને જ આપવામાં આવ્યું હતું. તેમજ એમણે પંજાબ સ્ટેટ સ્પોર્ટ્સ કાઉન્સિલ અને ડાયરેક્ટર ઓફ સ્પોર્ટ્સ, પંજાબના સચિવના હોદ્દા પર પણ કામ કર્યું હતું. જો કે વર્ષ 1992માં તેઓ પંજાબ સરકારમાંથી સેવા નિવૃત થયા હતા.

ત્યાર બાદના વર્ષોમાં એમને પોતાનું ધ્યાન લેખન કાર્યમાં લગાડ્યું અને પરિણામ સ્વરૂપ 1997માં એમની આત્મકથા પ્રકાશિત થઇ. જેનું નામ ‘ધ ગોલ્ડન હેટ્રિક’ રાખવાના આવ્યું હતું. 2008માં પ્રકશિત થયેલ એમનું અન્ય પુસ્તક ‘Golden Yardstick: In Quest of Hockey Excellence’ પણ પ્રકાશિત થયું હતું. 2019માં પંજાબ સરકાર દ્વારા એમને મહારાજા રણજીત સિંહ એવોર્ડ દ્વારા પણ સન્માનિત કર્યા હતા.

Source: Navbharat Times

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ