વરરાજા ગાડીમાં અને બીજા પાંચ લોકો ચાલતા-ચાલતા ગયા લગ્ન કરાવવા, અને આ રીતે કર્યુ નિયમોનુ જબરુ પાલન

લોકડાઉનમાં અનોખા લગ્ન, પાંચ જાનીયા અને મંડપમાં જોવા મળ્યું સોશિયલ ડીસ્ટન્સિંગ

બેતિયા : લગ્ન પ્રસંગના સમયે સગા-સબંધીઓ સાથે સાથે આખાય ગામના લોકોની ભીડ ઉમટી પડે છે. પણ આ લોકડાઉને ઘણી જૂની પરંપરાઓને બદલી નાખી છે. કોરોના અને લોકડાઉનના ડરથી વધારે પડતા પરિવાર લગ્ન પ્રસંગ જેવા આયોજનો આગળના સમય માટે ટાળી રહ્યા છે. પણ કેટલાય પરિવાર આ વિકટ સ્થિતિમાં પણ લગ્ન પૂર્ણ કરાવી રહ્યા છે.

image source

તાજી ખબર અત્યારે બિહારના બેતિયાથી સામે આવી રહ્યો છે. જ્યાં માત્ર પાંચ જાનૈયા સાથે એક લગ્ન પૂર્ણ કરાવવામાં આવ્યા. ગંડક કિનારે વસેલા મધુબની વિસ્તારમાં આ લગ્ન થયા, જેમાં બધા જાનૈયા ચાલીને પહોચ્યા હતા. માત્ર વર બોલેરોમાં એક ચાલક સાથે આવ્યો હતો.

સોશિયલ ડીસ્ટન્સિંગ સાથે થયા લગ્ન

image source

આ લગ્નમાં વરના પિતા સાથે કુલ પાંચ લોકો જ જાનમાં સામેલ થયા હતા. સોશિયલ ડીસ્ટન્સિંગ સાથે બધી રસમ નિભાવવામાં આવી. ધનહા ચોકી વિસ્તારના દૌન્હા ગામમાં આ લગ્ન પૂર્ણ થયા. જો કે લોકડાઉનના કારણો જોઈને પેલા તો લગ્ન અટકાવવાની મગજમારી થઇ હતી, પણ અંતે વર અને વધુ પક્ષે નક્કિ કરીને બધા નિયમોનું પાલન કરી પૂરી સાવચેતી સાથે લગ્ન સંપન્ન કરાવવાનો નિર્ણય લીધો.

image source

ધનહા ચોકી વિસ્તારના ખલવા પટ્ટી ગામના સુભાષ યાદવના ૨૬ વર્ષના પુત્ર સંતોષ યાદવની જાન દૌનહા ગામે આવી. દૌનહા નિવાસી હરેન્દ્ર યાદવની દીકરી સોનીના લગ્ન માટે બેંટ-બાજા વગર જ જાન દરવાજે આવી, ત્યારે માંગલિક ગીતો સાથે મહિલાઓએ જાનૈયાઓનું સ્વાગત કર્યું.

લોકડાઉને સપનાઓ પર પાણી ફેરવ્યું

image source

વર સંતોષે કહ્યું કે લગ્ન પહેલા મનમાં કેટલાય પ્રકારના સપનાઓ જાગ્યા હતા કે ઘણા ધૂમધામ સાથે લગ્ન કરીશું. પણ લોકડાઉનના કારણે એ સપનાઓ પર પાણી ફરી ગયું. માત્ર પાંચ સભ્યો સાથે લગ્ન થયા. ખલવાપટ્ટીથી દૌનહાની દુરી માત્ર ૩ કોલોમીટર જ છે. વરના પિતા, મામા, ભાઈ અને નાઈએ સંપૂર્ણ રીતે આ અંતર ચાલીને તેમજ બધીજ રસમોને પૂર્ણ કરી. આ ચાર સિવાય કોઈ એક પણ વ્યક્તિ લગ્નમાં સહભાગી નોહતું થયું.

image source

વરના પિતા સુભાષ યાદવ અને વધુના પિતા હરેન્દ્ર યાદવે કહ્યું કે ડીસેમ્બર મહિનામાં જ લગ્ન માટે ૨૭ એપ્રિલની તારીખ નક્કી કરી લેવામાં આવી હતી. ત્યારબાદ ટેન્ટ, સમીયાના, બેંટવાજા, લગ્નમાં જવા માટેના વાહનો તેમજ અન્ય સાધનો માટે એડવાન્સમાં પૈસા ચૂકવી દેવામાં આવ્યા હતા. આના કારણે બંને પરિવારોને લાખોનું નુકશાન થયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ