પતિ સાથે જમવાની વાતમાં થયો ઝઘડો, એમાં તો આ ક્રુર માતાએ પોતાના બાળકોને ફેંકી દીધા કૂવામાં, અને પછી થયુ…

કોરોના વાયરસના પ્રકોપને કારણે કેન્દ્ર સરકાર દ્વારા સમસ્ત દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનમાં પતિ પત્ની સામાન્ય સમય કરતાં વધારે સમય સાથે વિતાવતા હોવાના કારણે ઘરના કારણોસર અવારનવાર પતિ-પત્ની વચ્ચે માથાકૂટ વધવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કેટલીકવાર તો આવા કંકાસો પોલીસ સ્ટેશન પર પહોંચ્યા છે પરંતુ પતિ સાથે જમવા જેવી નજીવી બાબતે થયેલી માથાકૂટમાં એક માતાએ માતા અને પુત્રના સંબંધો પર કલંક લગાવ્યું છે.

image source

કહેવામાં આવે છે કે બાળકને થોડી પણ પીડા થાય માતા બાળકને હસતું કરવા માટે કંઈ પણ કરે છે પરંતુ એક માતાએ પતિ સાથે જમવા બાબતે થયેલા ઝઘડાના ગુસ્સામાં તેના બંને બાળકોને ઘરની નજીક આવેલા કૂવામાં ફેંકી દીધા હતા એ કારણોસર બંને બાળકોના અરેરાટીભર્યા મોત થયા હતા. આ સમગ્ર દુર્ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ દુર્ઘટના સ્થળે પહોંચી હતી અને સ્ત્રી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

image source

પોલીસના રિપોર્ટ અનુસાર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં એક ગામ છે વેલા રાયણવાડિયા. ત્યાં પ્રતાપભાઈ રાઠવા તેની પત્ની અને બે પુત્રોની સાથે રહેતા હતાં. પ્રતાપભાઈ રાઠવા અને તેમની પત્ની કડિયા કામ કરી, પરીવારનું ગુજરાન ચલાવે છે પરંતુ હમણાં લાંબા સમયના લોકડાઉનને કારણે છેલ્લા બે મહિનાથી કામ ધંધો બંધ હતો.

image source

આ તંગદિલી ભરી પરિસ્થિતિમાં પ્રતાપભાઈ રાઠવા અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં. આવી જ રીતે એક વખત પ્રતાપ અને તેની પત્નીને જમવાની બાબતને લઈને ઝઘડો થયો હતો ત્યારે આ બાબતે મનમાં વેર રાખીને પ્રતાપભાઈની પત્નીએ તેના બે પુત્રો પ્રતીક રાઠવા અને પ્રદીપ રાઠવાને પોતાના ઘર નજીક આવેલા ખેતરમાં રહેલા એક કૂવામાં ફેંકી દીધા હતા.

image source

આ આખા ઘટનાક્રમની જાણ થતા પ્રતાપભાઈ રાઠવાએ ફાયર બ્રિગેડને તુરંત બોલાવી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઘટના સ્થળ પર આવીને કૂવામાંથી બંને બાળકોને બહાર કાઢ્યા હતા પરંતુ આખો કૂવો પાણીથી ભરેલો હોવાના કારણે બ્રિગેડ આવતા અગાઉ જ બંને બાળકોના કૂવામાં જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. તો સમગ્ર વાતની જાણ થતાં જ પોલીસની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પ્રતાપભાઈ રાઠવાની પત્ની સામે હત્યાનો આરોપ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

image source

દુખદ વાત તો એ છે કે લોકડાઉનમાં પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. યઅ કિસ્સા જેવો જ એક કિસ્સો થોડા દિવસો પહેલાં જ અમદાવાદમાં પણ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં પતિએ પત્નીને તેની કોઈક ખાસ ભોજન બનાવવા માટે કહ્યું હતું, પરંતુ પત્નીએ એ ફરમાઈશ પ્રમાણે ભોજન ન બનાવતા ખુદ પતિએ ઘરની બાલ્કનીમાંથી લટકીને નીચે કૂદી પડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના દેખાડતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ