આ બાબા વિચિત્ર રીતે પોતાના ભક્તોને આપતો હતો આશિર્વાદ – કોરોનાથી થયું મૃત્યુ – અનેક ભક્તોને કર્યા કોરોના પોઝિટિવ

આ બાબા વિચિત્ર રીતે પોતાના ભક્તોને આપતો હતો આશિર્વાદ – કોરોનાથી થયું મૃત્યુ – અનેક ભક્તોને કર્યા કોરોના પોઝિટિવ

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વધતી જ જઈ રહી છે અને સરકારે તો એટલે સુધી કહી દીધું છે કે લોકોએ કોરોના સાથે જીવતા શીખવું પડશે. બીજી બાજુ દેશમાં એવા ઘણા બધા કોરોના કેરિયર ફરી રહ્યા છે કે જેઓ વિષે કોઈને કશી જ ખબર નથી અને જાણે અજાણે તેઓ અન્ય સ્વસ્થ લોકોને પણ સંક્રમીત કરી રહ્યા છે. તાજેતરમાં એક બાવાજીએ અનેક લોકોને કોરોનાથી સંક્રમિત કર્યા હોવાની ખબર આવી છે.

image source

ઝાડફૂંક, કામણ-ટૂમણ અને અંધવિશ્વાસ દ્વારા ધર્મ-કર્મથી ભોળા લોકોની બીમારીઓ તેમજ વિવિધ સમસ્યાઓ દૂર કરવાનો દાવો કરતા બાવાજી તમને પણ બીમાર બનાવી શકે છે. મધ્ય પ્રદેશના રતલામ શહેરમાં આવી જ એક ઘટના બની છે. અહીં એક બાવા પોતે કોરોનાથી સંક્રમિત હતા અને પોતાના ભક્તોને પણ પોતાની વિચિત્ર આદતના કારણે કોરોનાથી સંક્રમિત કર્યા છે.

image source

આ બાવાનું 4થી જૂને કોરોનાના કારણે મૃત્યુ થયું છે. પ્રશાસને બાવાના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરીને તેમને ક્વોરેન્ટીન કર્યા છે. જ્યારે તે બધાના સેંપલ લેવામા આવ્યા અને તેની તપાસ માટે તેને શહેરમાં મોકલવામાં આવ્યા ત્યારે કોરોનાના કેસનો જાણે વિસ્ફોટ સર્જાયો. આ બાબા મરતા મરતા 29 લોકોને પણ કોરોનાનો ચેપ લગાડતા ગયા.

image source

રતલામના નયાપુરાનો રહેવાસી આ બાવો ઝાડફૂંક કરતો હતો અને તાવીજ આપતો હતો. લોકો મોટી સંખ્યામાં તેની પાસે આવતા હતા અને ક્યારેક ક્યારેક તો આ બાવો લોકોના હાથ ચૂમીને તેમને આશિર્વાદ પણ આપતો હતો.

image source

પ્રશાસન હાલ આ બાવાના સંપર્કમાં આવેલા બીજા લોકોની પણ તપાસ કરી રહ્યું છે. આ બાવાના કારણે જે કોરોના પોઝિટિવ મળ્યા છે તે શહેરના બાવાના નિવાસ્થાન નયાપુરા ક્ષેત્રના જ છે. નયાપુરા શહેર કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. એક બાવાના કારણે કોરોના ફેલાવા લાગ્યો તો પ્રશાસને શહેરમાં રહેતા આવા બાવાઓને ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. લગભગ 29 બાવાઓ ઉઠાવીને તેમને અલગ અલગ ક્વોરેન્ટીન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે.

image source

ક્વોરેન્ટીન સેન્ટરમાં આ બાવાઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમને ત્યાં કોઈ સગવડ આપવામાં નથી આવી રહી. તેમની કોઈ તપાસ પણ નથી કરવામાં આવી રહી. આ બાવાઓનું કહેવું છે કે હાલ તેઓ કોરોનાની મહામારીના કારણે બધા જ કામ બંધ કરીને બેઠા છે. અમને પકડીને અહીં લાવીને બંધ કરી દેવામાં આવ્યા છે.

image source

રતલામ સીએમએચઓએ ડોક્ટર પ્રભાકર નનાવારેએ જણાવ્યું નયાપુરાના એક બાવાનું કોરોનાના સંક્રમણથી મૃત્યુ થયું છે. તે બાવાના સંપર્કમાં આવનારા લોકોની તપાસ કરીને તેમને ક્વોરેનટીન કરવામાં આવી રહ્યા છે. જ્યારે સેંપલ લઈને તેને તપાસ માટે મોકલવામાં આવ્યા ત્યારે નયાપુરાના આ બાવાના સંપર્કમાં આવેલા 29 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આવા બીજા બાવાઓને પણ પકડીને ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. બધાને દરેક સુવિધા આપવામા આવી રહી છે અને તેમના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. હાલ તેના પરિણામની રાહ જોવાઈ રહી છે.

Source: Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ