વેજ પનીર કોફતા – રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં પરફેક્ટ બનાવો આ વેજ પનીર કોફ્તા…

કેમ છો ફ્રેંડસ..

આજે હું લઈને આવિ છું વેજ પનીર કોફતા આજે આ કોફતા માં બધા વેજિટેબલ અને સાથે પનીર નાખી ને બનાવાના છે. બનાવામાં તો એકદમ સહેલા છે અને બધા શાક પણ મળી રે એવા જ છે…

કોફતા એ ઉત્તર ભારત ની બહુ પ્રખ્યાત વાનગી છે જે ભારતભરમાં પણ પ્રખ્યાત છે. નરમ કોફતા અને સ્વાદિષ્ટ અને ક્રિમી ગ્રેવી આ વાનગી ની પસંદ નું કારણ બને છે.

પંજાબી ફૂડ માં મારી મનગમતી સબ્જી છે કોફતા. મોં માં મૂકતાં જ ઓગળી જાય એવી આ રેસીપી છે…તો ચાલો ફ્રેંડસ તમે પણ જોઈ લો પનીર વેજ કોફતા ની સામગ્રી :-

“વેજ પનીર કોફતા”

  • 100 ગ્રામ – પનીર
  • 2 -3 – બાફેલા બટાકા
  • 1 બાઉલ – બાફેલી કોર્ન ના દાણા
  • 1 – બાઉલ મીક્સ વેજીટેબલ (ફલાવર કેપ્સિકમ મકાઈ ના દાણા, વટાણા,
  • 2 – ડુંગળી
  • 2 ચમચી – આદુ મરચાં લસણ ની પેસ્ટ
  • 2 ટામેટા – ની ગ્રેવી
  • 1 ચમચી – લાલ મરચું
  • અર્ધી ચમચી – હળદર
  • 1 ચમચી – કિચન કિંગ મસાલો
  • 4 ચમચી- તેલ
  • સ્વાદ મુજબ મીઠુ
  • 1 ચમચી – મોણ માટે તેલ
  • 5 ચમચી – ચણા નો લોટ
  • 2 – તજપાન
  • 2 – સૂકા લાલ મરચા
  • 1 ક્યુબ – ચીજ
  • 2 ચમચી – કોથમરી

સવ થી પહેલા એક મોટા બાઉલમાં માં બધા વેજીટેબલ આદુ મરચા લસણ ની પેસ્ટ હળદળ ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું અને ચણા નો લોટ મોણ નું તેલ નાખી ને થોડા પાણી થી લોટ બાંધવો.

હવે એ લોટ માંથી નાના નાના કોફતા બનાવી ને એક કડાઈ મા તેલ મૂકી ને એ કોફતા તળી લેવા.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી જીરું, તજપાન ,આખા મરચા, તેમાં આદુ મરચાની લસણ ની પેસ્ટ નાખી ને સાતડો.

પછી તેમાં ડુંગળી ની પ્યુરી નાખો અને ૫ મિનિટ સુધી સાંતળો.

પછી એમાં ટામેટાં ની ગ્રેવી નાખી ને ૨ મિનિટ સાંતળો… તેલ છૂટું પડે એટલે એમાં લાલ મરચું, હળદર, મીઠું, કિચન કિંગ મસાલો, નાખી ને 2 મિનિટ સાતડો પછી પાણી નાખી ને ગ્રેવી તૈયાર કરો.

હવે એ ગ્રેવી મા કોફતા નાખી ને ૨ મિનિટ ઉકાળો બાઉલ મા લઈ ને ઉપર ચીજ અને કોથમરીથી સજાવો પરોઠા કે નાન સાથે સર્વ કરો..

કોફતા ને બાફવા હોય તો બાફી ને પણ કરી શકાય છે..

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.