પતિએ છ-છ વખત પત્નીનો કરાવ્યો ગર્ભપાત, અને પછી જન્મેલી દીકરીએ ધો.10માં મેળવ્યા 89 ટકા

પુત્રની ઘેલછામાં પતિએ એક બે વાર નહિ પણ છ-છ વખત પત્નીનો કરાવ્યો ગર્ભપાત, અને પછી જન્મેલી દીકરીએ ધો. 10માં 89% મેળવ્યા

આપણો સમાજ હાલ ઘણો આધુનિક થઈ ગયો છે. પોતાની જાતને મોર્ડન કહેતો થઈ ગયો છે. પણ અમુક બાબતે આજે પણ આપણે આપણી વિચારસરણી નથી બદલી શક્યા. કુળદીપક તરીકે પુત્ર તો જોઈએ જ એ માનસિકતા હજી પણ ઘણા લોકોમાં જીવિત છે. અને એ પુત્રની લાલસામાં કઈ કેટલીય દિકરીઓને ભુર્ણમાં જ પોતાનો જીવ આપી દેવો પડ્યો. અને આમા એક સ્ત્રીએ ,એક માતાએ મને-કમને આ પાપમાં સહભાગી થવું પડે છે. આજે તમારી પાસે આવી જ ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છે.

પોતાના પતિ દ્વારા 6 વખત ગર્ભપાત કરાવીને દીકરીઓને ગર્ભમા જ મારી નાખ્યાંના પાપથી રિબાતી અમિષા ભટ્ટ આખરે માંડ માંડ એક દીકરીને બચાવવામા સફળ રહી હતી. એ દીકરી કામ્યાએ 10માં ધોરણમાં 89 ટકા મેળવ્યાં છે.

image source

બોલીવૂડના જાણીતાના અભિનેતા આમિર ખાનના સત્યમેવ જયતે નામના કાર્યક્રમના પહેલા જ એપિસોડમાં ગુજરાતના આણંદના પ્રિયવદન ભટ્ટ નામની વ્યકિતની પાષાણ હૃદયની સાબિતી આપતી વેદનાભરી ઘટના બહાર આવી હતી. આણંદમાં રહેતા પ્રિયવદને પુત્ર જન્મની લાલસમાં તેની પત્ની પાસેથી એક- બે વાર નહિ પણ છ-છ વખત ગર્ભપાત કરાવ્યા હતા.

image source

પણ અમિશન સદનસીબે એક દીકરી બચી ગયેલી. અને સત્યમેવ જયતે શો બાદ આ કામ્યા નામની દીકરીનો આખી જિંદગી ભણાવવાનો ખર્ચો આમિર ખાને ઉપાડી લીધો છે. આ જ દીકરીએ કામ્યાએ વર્ષ 2020માં ધો. 10મા 89 ટકા માર્ક્સ મેળવ્યા છે. પિતાના આવા માનસિક અને શારીરિક ત્રાસથી તેની માતાને ન્યાય અપાવવામાં મદદ કરનાર વકીલ રાજુ શુકલ 10 વર્ષથી આમિર ખાન પાસેથી અમિષા અને તેની દીકરીને આર્થિક મદદ મેળવવામા મદદ કરી રહ્યા છે.

આમિર ખાનની ઈચ્છા છે કે કામ્યા ડોક્ટર બને.

image source

સત્યમેવ જયતેના પ્રોગ્રામ બાદ આમિરખાન જાણે ભગવાન બનીને આ દીકરીની મદદે આવ્યા છે. એ નિયમિત રીતે કામ્યાની માતાને તેનો ભણવાનો તમામ ખર્ચો મોકલાવી રહ્યા છે. આમિર ખાને કામ્યા સારામાં સારી શાળ।મા ભણે અને મોટી થઈને ડોકટર બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.

image source

પોતાના પિતા ન હોવાનું આ દીકરીને જરા સરખું પણ દુ:ખ નથી

કામ્યાને આજે પણ તેના પિતા નહીં હોવાનું દુઃખ નથી. તે હંમેશાં પોતાની માતાનું માન સન્માન જળવાય એવું કામ કરે છે. અને છ-છ વખત ગર્ભપતનો ભોગ બનેલી તે તેની માતાને દીકરી હોવાનો ગર્વ થાય તે માટે કામ્યા તનતોડ મહેનત કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ